Sharda Sinha Death Reason: બિહારના પ્રખ્યાત ગાયક શારદા સિન્હાનું 5 નવેમ્બરના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. 72 વર્ષની વયે શારદા સિંહાનું સેપ્ટિસેમિયાને કારણે અવસાન થયું હતું. એઈમ્સ હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર શારદા સિન્હાને સેપ્ટીસીમિયાના કારણે રિફેક્ટરી શોક લાગ્યો હતો, જેના કારણે તેમનું નિધન થયું છે. તમને જણાવી દઈએ કે બિહારના સ્વર કોકિલા અને લોકપ્રિય ભોજપુરી લોકગાયિકા શારદા સિન્હા છેલ્લા 6 વર્ષથી મલ્ટીપલ માયલોમાથી (Multiple Myeloma) પીડિત હતe. મલ્ટિપલ માયલોમા એ એક પ્રકારનું દુર્લભ કેન્સર છે. ચાલો અમે તમને જણાવીએ કે મલ્ટીપલ માયલોમા અને સેપ્ટીસીમિયા શું છે.
What Is Multiple Myeloma : મલ્ટીપલ માયલોમા એટલે શું
મલ્ટિપલ માયલોમા એ એક પ્રકારનું દુર્લભ કેન્સર છે. શારદા સિન્હા છેલ્લા 6 વર્ષથી મલ્ટીપલ માયલોમાથી પીડિત હતા. તે આપણા શરીરમાં પ્લાઝ્મા સેલ્સ એટલે કે સફેદ રક્તકણોને અસર કરે છે. મલ્ટીપલ માયલોમા હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડે છે અને શરીરમાં ચેપ લાગવાનો ખતરો વધી જાય છે. બિહારની સ્વર કોકિલા શારદા સિંહાનું મલ્ટીપલ માયલોમાને કારણે સેપ્ટીસીમિયા થયો, જેના કારણે તેમનું અવસાન થયું.
મલ્ટીપલ માયલોમામાં કઇ શારીરિક સમસ્યા થાય છે?
મલ્ટિપલ માયલોમા રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને અસામાન્ય કોષો ઝડપથી આખા શરીરમાં ફેલાય છે. જેના કારણે લાલ રક્તકણો ઘટવા લાગે છે અને એનીમિયા થાય છે. આ ઉપરાંત હાડકાં નબળાં પડવા લાગે છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન, થ્રોમ્બોસાયટોપેનિયા, હાડકાંનું ફ્રેક્ચર અને કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે.
What Is Septicemia? : સેપ્ટીસીમિયા શું છે?
સેપ્ટીસીમિયા એક પ્રકારનો બ્લડ ઇન્ફેક્શન છે. તેને બ્લડ પોઇઝનિંગ પણ કહેવામાં આવે છે. આવામાં જીવાણુઓ લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે. આ જીવાણુઓ બેક્ટેરિયા, ફૂગ અથવા વાયરસ હોઈ શકે છે. આ કારણે બ્લડ પોઇઝનિંગ થાય છે અને મોત થાય છે.





