Sheetala Satam : શીતળા સાતમ પર પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે? જાણો

Sheetala Satam : રાંધણ છઠના દિવસે અનેક પ્રકારનું ભોજન તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે શીતળા સાતમએ આ ઠંડુ ભોજન ખાવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છે કે શીતળા સાતમના દિવસે કેમ ઠંડુ ભોજન ખાવામાં આવે છે? શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? અહીં જાણો

Written by shivani chauhan
August 22, 2024 15:57 IST
Sheetala Satam : શીતળા સાતમ પર પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે? જાણો
શીતળા સાતમ પર પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે? જાણો

Sheetala Satam : આ વર્ષે શીતળા સાતમ (Sheetala Satam) 25 ઓગસ્ટ, 2024 રવિવારના રોજ આવે છે. આ દિવસ પર ખાસ મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને ઠંડુ ભોજન ખાવામાં આવે છે. આ ઠંડુ ભોજન આગળ દિવસે છઠના દિવસે બનાવામાં આવે છે તેથી એ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવારનું ગુજરાતમાં આગવું મહત્વ છે, ખાસ કરીને સૌરાષ્ટમાં, ત્યાં નાગ પાંચમથી પારણાં એટલે કે નોમ સુધી દિવાળીની જેમ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

રાંધણ છઠના દિવસે ગુજરાતમાં ગૃહીણો ઘણા પ્રકારના ફરસાણ જેમાં પાત્રા, પાણીપુરી, ભેળ, 2-3 જાતના શાક જેમાં મોટેભાગે કારેલા, ચણા અને ભીંડાનું શાક બનાવે છે, પૂરીઓ, થેપલા પણ બનાવામાં આવે છે, અને બીજા દિવસે શીતળા સાતમએ આ ઠંડુ ભોજન ખાવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છે કે શીતળા સાતમના દિવસે કેમ ઠંડુ ભોજન ખાવામાં આવે છે? શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? અહીં જાણો

આ પણ વાંચો: તહેવારોની સિઝન શરુ, જાણો ક્યારે છે બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ

શીતળા સાતમ પર પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

  • આ સમય વાતાવરણ બદલવાનો સમયગાળો છે એટલે કે શ્રાવણમાં ઠંડકની વિદાયનો સમય અને ભાદરવાના તકો શરૂ થવાનો સમય.
  • વાતાવરણમાં બદલાવ થાય એટલે ખાવા-પીવાની આદતો અંગે ખાસ કાળજી લેવામાં આવે છે. આ સમયગાળામાં જો જરૂરી સાવચેતી રાખવામાં આવે તો અનેક પ્રકારના મોસમી રોગોથી રક્ષણ મળે છે.
  • જે પરિવારોમાં શીતળા માતા માટે પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં આવે છે, ત્યાં આ દિવસે માત્ર ઠંડુ ભોજન જ ખાવામાં આવે છે.
  • જે લોકો શીતળા સપ્તમી પર ઠંડુ ભોજન ખાય છે તેઓ સીઝનલ બીમારીઓથી સુરક્ષિત રહે છે.
  • શિયાળા અને ઉનાળાની ઋતુમાં વર્ષમાં એકવાર ઠંડુ ખોરાક ખાવાથી પણ પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે.
  • શરદીના કારણે ઘણા લોકોને તાવ, ફોલિયો થવી, આંખ આવવી વગેરે જેવી સમસ્યાઓ થવાની સંભાવના હોય છે, તેઓએ દર વર્ષે શીતળા સપ્તમીના દિવસે ઠંડુ ભોજન ખાવું જોઈએ.
  • આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે અને આજે પણ મોટી સંખ્યામાં લોકો તેનું પાલન કરે છે. રાંધણ છઠના દિવસે ભોજન તૈયાર કરવામાં આવે છે અને સાતમના દિવસે તે ઠંડુ ખાવામાં આવે છે આ દિવસે ગરમ ખોરાક લેવાની મનાઈ હોઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ