શરદી કે ઉધરસ હોય તો બાળકને સ્નાન કરાવવું જોઈએ કે નહીં? ડોક્ટર પાસેથી જવાબ જાણો

Health Tips : હવામાન બદલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં બાળકોને શરદી અને ઉધરસ થવી સામાન્ય છે. જ્યારે બાળકોને શરદી અથવા ઉધરસ હોય, ત્યારે તેમને દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહીં. ચાલો નિષ્ણાત પાસેથી તેના વિશે જાણીએ

Written by Ashish Goyal
October 14, 2025 21:54 IST
શરદી કે ઉધરસ હોય તો બાળકને સ્નાન કરાવવું જોઈએ કે નહીં? ડોક્ટર પાસેથી જવાબ જાણો
બદલાતા હવામાનમાં બાળકોની ખાસ કાળજી રાખવી જોઈએ (તસવીર - ફ્રીપિક)

BABY CARE : હવામાન બદલાઈ રહ્યું છે. લોકોને ગરમીથી રાહત મળી છે અને શિયાળાની શરૂઆત ધીમે-ધીમે થઇ રહી છે. આવી સ્થિતિમાં બદલાતા હવામાનની સૌથી પહેલી અસર બાળકો, વૃદ્ધો હોય અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર પડે છે. આવી સ્થિતિમાં ઘણી વખત બાળકોને શરદી, ઉધરસ અથવા તાવ આવે છે. આવી સ્થિતિમાં ઘણીવાર બાળકોની માતાના મનમાં એક સવાલ રહે છે કે શરદી, ઉધરસ, નાક વહેતું હોય તો બાળકોને દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહીં? ડો.મનોજ મિત્તલે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તે વિશે માહિતી આપી છે.

બાળકોને શરદી હોય ત્યારે સ્નાન કરાવવું જોઈએ કે નહીં?

ડોક્ટરના જણાવ્યા અનુસાર જો બાળકને શરદી અથવા ઉધરસ હોય તો તેને દરરોજ નવડાવવું જોઈએ. નવશેકા પાણીથી સ્નાન કરવાથી બાળકને રાહત થશે. સ્નાન કરવાથી બાળકનું નાક સાફ થશે, ગળું સાફ થશે અને છાતી પણ સાફ થશે. ઉધરસ અને શરદીમાં સ્નાન કરવાથી બાળકને નેચરલી સ્ટીમ મળશે. આના માટે તેને અલગથી સ્ટીમ આપવાની જરૂર રહેશે નહીં.

તમારા બાળકને સ્નાન કરાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

પાણીના તાપમાન પર ધ્યાન આપો

બદલાતી ઋતુમાં બાળકને સ્નાન કરાવતા સમયે પાણીના તાપમાન પર ધ્યાન આપવું જોઈએ. આ માટે તમે તમારા હાથને પાણીની ડોલમાં નાખીને જોઇ શકો છો. તેનાથી તાપમાન જાણી શકાય છે. લગભગ 100° ફેરનહીટ (F) અથવા 37.8 સેલ્સિયસ (C) તાપમાન બાળકના સ્નાન માટે આદર્શ છે.

આ પણ વાંચો – ચહેરા પર કેવી રીતે લગાવવું ગુલાબજળ અને ફટકડી? આ રીતે ચમકી ઉઠશે

બાથરૂમમાં વધારે સમય સુધી ન રાખશો

બાળકને લાંબા સમય સુધી પાણીમાં પલાળીને બાથરૂમમાં રાખશો નહીં. તમારા બાળકને ક્યારેય બાથરૂમમાં એકલા ન છોડો. જો બાળક નાનું હોય તો હંમેશા તેને પકડી રાખો અથવા તેના પર એક હાથ મૂકો. મોટા બાળકને પણ ટબમાં એકલા ન છોડો.

તરત જ કપડાં પહેરાવી દો

બાળકને નવડાવ્યા પછી ટુવાલથી ડિલ સાફ કરી લો. બાળકને ક્યારેય જોરથી ઘસશો નહીં. બેબી લોશન લગાવો અને તરત જ કપડા પહેરાવી દો. સ્નાન કર્યા પછી બાળક આરામ અનુભવશે.

ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ