શું શિયાળામાં ભીંડા ખાવાનું ટાળવું જોઈએ? શું વિન્ટરમાં આ ધીમું ઝેર છે, એક્સપર્ટ પાસેથી જાણો

સ્વાસ્થ્ય માટે ઉપયોગી આ શાકને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરવામાં આવી રહી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શિયાળામાં આ શાકનું સેવન કરવાથી શરીર પર ધીમા ઝેરની જેમ અસર કરે છે. જાણો શું કહે છે એક્સપર્ટ

Written by Ashish Goyal
December 18, 2024 23:20 IST
શું શિયાળામાં ભીંડા ખાવાનું ટાળવું જોઈએ? શું વિન્ટરમાં આ ધીમું ઝેર છે, એક્સપર્ટ પાસેથી જાણો
ભીંડા લગભગ આખું વર્ષ ઉપલબ્ધ હોય છે અને લોકોને ખૂબ જ પસંદ પણ છે (તસવીર - ફ્રીપિક)

Should avoid eating ladyfinger during winter : કેટલાક શાકભાજી એવા હોય છે જેને લોકો આખું વર્ષ ખાવાનું પસંદ કરે છે. લોકોની મનપસંદ યાદીમાં જે શાકભાજીનો સમાવેશ થાય છે તેમાંથી એક ભીંડા પણ છે. ભીંડા લગભગ આખું વર્ષ ઉપલબ્ધ હોય છે અને લોકોને ખૂબ જ પસંદ પણ છે. આ શાકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. લોકો ભીંડાનું સેવન શાક, ભુજિયા અને પકોડાના રૂપમાં કરે છે. ભીંડા એક એવું શાક છે જે મોટાપો ઓછો કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ રોજ આ શાકભાજીનું સેવન કરે તો તેઓ બ્લડ સુગરને સરળતાથી નોર્મલ રાખી શકે છે. ભીંડામાં વિટામિન-સી અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે જે ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખે છે. પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ આ શાક કમાલ છે.

સ્વાસ્થ્ય માટે ઉપયોગી આ શાકને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરવામાં આવી રહી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શિયાળામાં આ શાકનું સેવન કરવાથી શરીર પર ધીમા ઝેરની જેમ અસર કરે છે. ડિજિટલ ક્રિએટર ડો.પૂર્ણિમા બહુગુણાએ આ રીલ શેર કરતાં કહ્યું હતું કે ભારતીય વાનગીઓમાં પ્રિય એવું આ શાક શિયાળામાં ઝેર જેવું કામ કરે છે.

ભીંડામાં ઝેરનું બનવાનું કારણ જણાવવામાં આવ્યું છે તે એ છે કે ઠંડી આબોહવામાં ભીંડાના પાંદડા પર જામતી ફૂગ અને આ શાકભાજીને સુરક્ષિત રાખવા ઉપયોગમાં લેવાતા જંતુનાશકો છે. આ જંતુનાશકો આ શાકભાજી પર જામી જાય છે અને શરીર પર ધીમા ઝેરની જેમ કાર્ય કરે છે. આવો ડોક્ટર પાસેથી જાણીએ કે શું ખરેખર તે શિયાળામાં ભીંડાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ઝેરની જેમ કામ કરે છે.

શું ભીંડા શિયાળામાં ઝેરની જેમ કામ કરે છે?

બેંગલુરુમાં એસ્ટર વ્હાઇટફિલ્ડ હોસ્પિટલના ચીફ ક્લિનિકલ ડાયેટિશિયન વીણા વીએ જણાવ્યું હતું કે શિયાળા દરમિયાન ભીંડાનું સેવન હાનિકારક છે તે સાબિત કરવા માટે કોઈ અભ્યાસ કે ડેટા નથી. આ શાકભાજીમાં ફાઇબર, વિટામિન્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે વર્ષના કોઈપણ સમયે ફાયદાકારક હોય છે.

આ પણ વાંચો – આ ફળો કે શાકભાજીને ફ્રિજમાં રાખવા પડી શકે છે મોંઘા, જોઇ લો પુરી લિસ્ટ

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ભીંડાનું મર્યાદિત સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનું વધુ પડતું સેવન કરવાથી ગૈસ્ટ્રોઇંટેસ્ટાઇનલ સમસ્યાઓ થઈ શકે છે. ભીંડામાં ફ્રુક્ટન હોય છે, જે એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે જેના કારણે ડાયેરિયા, એસિડિટી અને બ્લોટિંગ થઈ શકે છે. આ શાક એવા લોકોને પરેશાન કરી શકે છે જેમને આંતરડાની સમસ્યા છે. ભીંડામાં પણ વધુ માત્રામાં ઓક્સાલેટ હોય છે જે ગુર્દામાં પથરીનું મુખ્ય કારણ છે.

ભીંડા ખાવાના ફાયદા

  • ભીંડા એક એવું શાક છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન-સી અને વિટામિન કે સહિત ઘણા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને હાડકાં મજબૂત થાય છે.

  • ભીંડાના સેવનથી પાચનક્રિયામાં પણ સુધારો થાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

  • જે લોકોને હાઈ બ્લડ શુગર હોય તેમણે રોજ ભીંડાનું સેવન કરવું જોઈએ. ભીંડામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરે છે. ભીંડામાં ઘુલનશીલ ફાઇબર પણ હોય છે જે લોહીમાં શુગરના અવશોષણને ઘટાડવામાં મદદ કરે છે.

  • ભીંડાના સેવનથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. ઘુલનશીલ ફાઇબરથી સમૃદ્ધ, આ શાકભાજી કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે અને દિલના રોગો સામે રક્ષણ આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ