ઉનાળામાં રાત્રે કેમ નાહવું જોઇએ? સવાર કે સાંજ ક્યા સમયે નાહવાથી ફાયદો થાય છે? પાણીનું તાપમાન કેટલું હોવું જોઇએ? જાણો

Which Is Best Time For Shower Morning Or Night : સ્નાન સાથે દિવસની શરૂઆત કરવી જોઇએ. ભારત ઉપરાંત જાપાન, કોરિયા અને ચીન જેવા અનેક દેશોમાં સાંજે સ્નાન કરવાની પરંપરા છે. અહીંના લોકો માને છે કે, આખો દિવસ ધૂળ અને માટીના સંપર્કમાં શરીર ગંદુ થાય છે અને બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Which Is Best Time For Shower Morning Or Night : સ્નાન સાથે દિવસની શરૂઆત કરવી જોઇએ. ભારત ઉપરાંત જાપાન, કોરિયા અને ચીન જેવા અનેક દેશોમાં સાંજે સ્નાન કરવાની પરંપરા છે. અહીંના લોકો માને છે કે, આખો દિવસ ધૂળ અને માટીના સંપર્કમાં શરીર ગંદુ થાય છે અને બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
shower | take a bath | shower tips and tricks | best time for shower | helth benefits of shower | shower health tips

સ્નાન કરવાથી શરીર સ્વસ્થ્ય અને સ્ફૂર્તિલું રહે છે. (Photo - Freepik)

Which Is Best Time For Shower Morning Or Night : સ્નાન એ આપણા સંપૂર્ણ આરોગ્યને સુધારવાનો સૌથી સહેલો રસ્તો માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, દરરોજ સ્નાન કરવાથી વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. વેલ, મોટાભાગના લોકો આ વાત જાણે છે, પરંતુ લોકો ઘણી વાર મુંઝવણમાં રહેતા હોય છે કે નહાવાનો યોગ્ય સમય કયો છે.

Advertisment

હકીકતમાં સામાન્ય રીતે આપણા દેશ ભારતમાં મોટાભાગના લોકો સવારે સ્નાન કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે સૂતા પહેલા સ્નાન કરવું સારું છે. આ બધા ઉપરાંત ઘણા લોકો નહાવાને લઈને પણ અનિયમિત હોય છે. એટલે કે જ્યારે લોકોનું મન હોય ત્યારે તેઓ તે સમયે સ્નાન કરવાનું વધુ સારું માને છે. જો કે, એક્સપર્ટ્સ આ ટેવને યોગ્ય માનતા નથી. સ્નાન કરવાનો યોગ્ય સમય કયો છે, આવો જાણીએ તેના વિશે-

સવારે નહાવાથી કોઇ ફાયદા થાય છે?

હેલ્થ એક્સપર્ટ્સના મતે, સવારનું સ્નાન તમને તમારા દિવસની શરૂઆત તાજગીથી કરવામાં મદદ કરી શકે છે. એટલે કે જો તમે સવારે ઉઠીને સ્નાન કરો છો, તો તેનાથી તમે આખો દિવસ તાજગી અને સ્ફૂર્તિ અનુભવો છો. તેમજ સવારે સ્નાન કરવાથી આળસથી પણ થાય રહે છે.

રાત્રે નહાવાથી શું ફાયદા થાય છે?

ઉપરાંત જો રાત્રે નહાવાની વાત કરીએ તો તેને સ્વચ્છતા સાથે જોડવામાં આવે છે. આપણા દેશ ભારત સિવાય જાપાન, કોરિયા અને ચીન જેવા અનેક દેશોમાં સાંજે સ્નાન કરવાની પરંપરા છે. અહીંના લોકો માને છે કે, આખો દિવસ ધૂળ અને માટીના સંપર્કમાં આવવાથી આપણું શરીર રાતના સમયે વધારે ગંદુ કે બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. આવી સ્થિતિમાં, દિવસ કરતાં રાત્રે સ્નાન કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

Advertisment

હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?

હેલ્થ એક્સપર્ટ્સ એમ પણ કહે છે કે સવારે અને રાત્રે નહાવાની બાબતે સ્વચ્છતા સર્વોચ્ચ માનવામાં આવી છે. એક્સપર્ટ્સનું માનીએ તો સવાર કરતા રાત્રે સૂતા પહેલા નહાવું વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાત્રે નહાવાથી ધૂળ, મૃત કોષો, તેલ અને પરસેવો જેવી ગંદકી અને બેક્ટેરિયાને વધુ સારી રીતે સાફ કરી શકાય છે જે તમે સુતા પહેલા ધૂળ - માટી કે ગંદકીને શરીરમાં સાફ નથી કરતા તો, તો તે તમારી સ્કીનની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે.

વ્યક્તિ સવારે જાગવા કરતાં આખો દિવસ કામ કર્યા પછી રાત્રે વધુ બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. આવી સ્થિતિમાં, રાત્રે સૂતા પહેલા શરીરને સાફ કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે. બીજી તરફ રાત્રે નહાવાથી ત્વચા પર ગંદકી અને એલર્જીનો ખતરો તો ઓછો થાય જ છે, સાથે સાથે રાત્રે તમને સારી ઊંઘ પણ આવે છે.

પાણીનું તાપમાન કેટલું હોવું જોઈએ?

જાણકારોનું કહેવું છે કે સમયની સાથે સાથે પાણીનું તાપમાન પણ મહત્વનું છે. જો તમે રાત્રે સ્નાન કરો છો, તો આ સમય દરમિયાન હળવા ગરમ પાણીનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. સૂતા પહેલા ગરમ પાણીથી નહાવાથી તમારા શરીરની સારી રીતે સફાઈ થાય છે, એટલું જ નહીં, તેનાથી વ્યક્તિ ઝડપથી રિલેક્સ અવસ્થામાં આવી જાય છે, જેનાથી સારી ઊંઘ લેવામાં મદદ કરે છે.

આ પણ વાંચો | પામ તેલ શરીર માટે હાનિકારક છે? એક્સપર્ટ શું કહે છે?

ઉપરાંત હેલ્થ એકસ્પર્ટ્સ સવારે નહાવા માટે ઠંડાથી વડે હાથ, પગ અને મોઢાની સારી રીતે સફાઈ કરવાની સલાહ આપે છે. આ રીતે તમે આળસથી પોતાની જાતને દૂર રાખી શકશો અને તાજગીનો અનુભવ કરી શકશો.

(Disclaimer : આ લેખમાં જણાવેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી).

જીવનશૈલી health tips