Shravan Fasting : શ્રાવણના ઉપવાસ દરમિયાન આ હેલ્ધી ડ્રિંક્સ હાઈડ્રેટેડ રહેવામાં થશે મદદગાર

Shravan Fasting : શ્રાવણ સોમવારના ઉપવાસ માટે યોગ્ય અનેક આરોગ્યપ્રદ અને હાઈડ્રેટિંગ પીણાં છે.જેમાં નાળિયેર પાણી એ લોકપ્રિય પસંદગી છે કારણ કે નેચરલ હાઇડ્રેશન પૂરું પાડે છે.

Shravan Fasting : શ્રાવણ સોમવારના ઉપવાસ માટે યોગ્ય અનેક આરોગ્યપ્રદ અને હાઈડ્રેટિંગ પીણાં છે.જેમાં નાળિયેર પાણી એ લોકપ્રિય પસંદગી છે કારણ કે નેચરલ હાઇડ્રેશન પૂરું પાડે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Hydrating yourself during Shravan Fasting

શ્રાવણ ઉપવાસ દરમિયાન તમારી જાતને હાઇડ્રેટ કરો

હિંદુઓનો સૌથી પવિત્ર ગણાતો શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઈ છે, અને આજે શ્રાવણ મહિનાઓ પહેલો સોમવાર છે, સોમવાર એ હિંદુ ધર્મમાં ભક્તો માટે એક મહત્વપૂર્ણ ઉજવણીનો દિવસ છે. આ સમય દરમિયાન, લોકો ભગવાન શિવની પૂજા કરે છે અને ઉપવાસ, પ્રાર્થના અને આધ્યાત્મિક પ્રેક્ટિસ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે કરે છે. આ શુભ સોમવારના ઉપવાસનું ભક્તો માટે ઘણું મહત્વ છે. જો કે, ખાસ કરીને ચોમાસાના હવામાનમાં, હાઇડ્રેશનને પ્રાથમિકતા આપવી પણ એટલીજ મહત્વપૂર્ણ છે .

Advertisment

જેમ કે, પહેલા શ્રાવણના સોમવારે તમે ઉપવાસ રાખો છો, ત્યારે તમારા હાઇડ્રેશન સ્તરને જાળવી રાખવા માટે આરોગ્યપ્રદ પીણાં (healthy drinks) પીવાની ખાતરી કરો. સ્વેતા બોઝ, ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ, આરએન ટાગોર હોસ્પિટલ, મુકુંદાપુર, કોલકાતાએ જણાવ્યું હતું કે, “ શ્રાવણના સોમવારના ઉપવાસ દરમિયાન હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે દિવસભર થોડું થોડું પાણી પીય શકો છો.''

આ પણ વાંચો: Dengue Fever And Care : ડેન્ગ્યુના લક્ષણો શું હોઈ શકે? શું પપૈયાના પાનનું સેવન કરી શકાય? જાણો શું કહે છે નિષ્ણાતો

તેણીએ ઉમેર્યું હતું કે ઇલેક્ટ્રોલાઇટ્સને ફરીથી ભરવા માટે સવાર અને સાંજના સમયે તરબૂચ, કાકડી અને નારંગી જેવા હાઇડ્રેટિંગ ફળોનું સેવન પણ કરી શકાય છે. "કેફીન અને ખાંડયુક્ત પીણાં ટાળો, કારણ કે તે તમને ડિહાઇડ્રેટ કરી શકે છે.''

Advertisment

પ્રાઈમસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઈન્ચાર્જ ડાયેટિશિયન અંકિતા ઘોષાલ બિષ્ટે સંમતિ આપતા કહ્યું કે શ્રાવણ સોમવારના ઉપવાસ માટે યોગ્ય અનેક આરોગ્યપ્રદ અને હાઈડ્રેટિંગ પીણાં છે. તેમણે કહ્યું કે, “નાળિયેર પાણી એ લોકપ્રિય પસંદગી છે કારણ કે કુદરતી હાઇડ્રેશન પૂરું પાડે છે. અન્ય વિકલ્પોમાં છાશ, લિંબુનું શરબત (ખાંડ વગર), ઘરે બનાવેલું ફળના જ્યુસ અને હર્બલ ટીનો સમાવેશ થાય છે. આ પીણાં માત્ર હાઇડ્રેશન જાળવવામાં મદદ કરે છે પરંતુ જરૂરી પોષક તત્ત્વો અને એન્ટીઑકિસડન્ટો પણ પ્રદાન કરે છે.''

બોસે ઉમેર્યું હતું કે શ્રાવણ સોમવારના ઉપવાસનું માત્ર ધાર્મિક મહત્વ નથી પણ તે તમારી પાચન તંત્રને ડિટોક્સ કરવાની તક પણ આપે છે . જેમ કે, ઉપવાસ દરમિયાન તંદુરસ્ત પસંદગી કરવી મહત્વપૂર્ણ છે કારણ કે હવામાન પરિસ્થિતિઓને કારણે શરીર વિવિધ ચેપનો ભોગ બને છે.

આ પણ વાંચો: Curry Leaves : શું મીઠા લીમડાના પાન હેલ્થ માટે ફાયદાકારક છે? તેની આડઅસર શું હોઈ શકે? જાણો અહીં

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • થોડું થોડું અને વારંવાર ભોજન: આનો હેતુ ખોરાકમાં સુપરફૂડનો સમાવેશ કરવાનો છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે.
  • આહારમાં ફળોનો સમાવેશ કરો: ફળોમાં ફોલેટ ફાઈબર વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને દિવસભર ઉર્જાવાન રાખે છે.
  • શરીરને હાઇડ્રેટ રાખવા અને પૂરતા પોષક તત્વો મેળવવા માટે લસ્સી, દૂધ અને છાશ જેવા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો .
  • ઉપવાસ કરતી વખતે, ભૂખ્યા ન રહો. ફળો અને બદામ ખાવાનું ચાલુ રાખો.
  • સાબૂદાના અને શિંગોડાનો લોટ અને રાજગીરાની વાનગીનો સમાવેશ કરો.
  • રસોઈની વાનગીઓ માટે ટેબલ સોલ્ટને રોક સોલ્ટ અથવા સિંધાલુણ નમક સાથે ઉમેરો.
  • સુગર ક્રેવિંગ કંટ્રોલ કરવા માટે શેકેલા મખાના, બદામ, કોળાનો હલવો, ખજૂર અને અખરોટની લસ્સી જેવા સ્વસ્થ નાસ્તાનો સમાવેશ કરો.
  • ખાંડને બદલે ગોળ ખાવાનું રાખો.
  • ઉપવાસ માટે તમારા શરીરને આરામની પણ જરૂર પડે છે. 7-8 કલાકની સારી ગુણવત્તાની ઊંઘ વ્યક્તિને સક્રિય રાખી શકે છે.
શ્રાવણ ચોમાસું બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips ધર્મ ભક્તિ