Side Effects of Turmeric on Face | ચહેરા પર હળદરની આડઅસરો, સ્કિનકેર માટે કોણે ઉપયોગ ન કરવો?

ચહેરા પર હળદર લગાવવાની આડઅસરો | હળદર નો ઉપયોગ કેટલાકની સ્કિનને માફક આવતો નથી કારણ કે તેનો ખોટો ઉપયોગ ખંજવાળ, લાલાશ, પિગમેન્ટેશન અથવા ફોલ્લીઓ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. અહીં જાણો હળદરનો ઉપયોગ સ્કિનકેર માટે કોણે ન કરવો જોઈએ?

Written by shivani chauhan
July 08, 2025 14:14 IST
Side Effects of Turmeric on Face | ચહેરા પર હળદરની આડઅસરો, સ્કિનકેર માટે કોણે ઉપયોગ ન કરવો?
Side Effects of Turmeric on Face | ચહેરા પર હળદરની આડઅસરો, સ્કિનકેર માટે કોણે ઉપયોગ ન કરવો?

Turmeric Side Effects on Face | હળદર (Turmeric) ને આયુર્વેદમાં સંજીવની કહેવામાં આવે છે, પરંતુ દરેક ત્વચા તેને સહન કરી શકતી નથી. ચહેરા પર હળદર લગાવવા સંબંધિત ઘણી ઘરગથ્થુ ટિપ્સ ઘણીવાર વાયરલ થાય છે, પરંતુ તે ચોક્કસ પ્રકારની ત્વચા ધરાવતા લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સંવેદનશીલ, ડ્રાય અથવા એલર્જીગ્રસ્ત સ્કિન ધરાવતા લોકોએ હળદરનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.

હળદર નો ઉપયોગ કેટલાકની સ્કિનને માફક આવતો નથી કારણ કે તેનો ખોટો ઉપયોગ ખંજવાળ, લાલાશ, પિગમેન્ટેશન અથવા ફોલ્લીઓ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. અહીં જાણો હળદરનો ઉપયોગ સ્કિનકેર માટે કોણે ન કરવો જોઈએ?

હળદરનો ઉપયોગ સ્કિનકેર માટે કોણે ન કરવો?

  • સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકો: હળદરમાં રહેલું કર્ક્યુમિન કેટલાક લોકોની ત્વચા પર બળતરા, ખંજવાળ અથવા ફોલ્લીઓનું કારણ બની શકે છે. પહેલા પેચ ટેસ્ટ કરો અથવા ડૉક્ટરની સલાહ લો.
  • ડ્રાય સ્કિન ધરાવતા લોકો: હળદરની સૂકવણીની અસર ત્વચાને વધુ સૂકી બનાવી શકે છે. તેનો ઉપયોગ દહીં અથવા મધ સાથે ભેળવીને કરો.
  • જે લોકો તડકામાં રહેતા હોય : હળદર લગાવ્યા પછી તડકામાં બહાર જવાથી એલર્જી અથવા પિગમેન્ટેશન થઈ શકે છે. હળદર લગાવ્યા પછી સૂર્યપ્રકાશ ટાળો.
  • હળદરથી એલર્જી : કેટલાક લોકોને હળદરથી એલર્જીક પ્રતિક્રિયા થઈ શકે છે, જેમ કે ચહેરા પર સોજો કે લાલાશ. આવા લોકોએ હળદરનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.
  • જે લોકોને ચહેરા પર વારંવાર ખીલ થાય છે : ખોટું મિશ્રણ અથવા હળદરની વધુ માત્રા ખીલ વધારી શકે છે. હળદરને ચણાનો લોટ કે ગુલાબજળ જેવા યોગ્ય ઘટકો સાથે ભેળવીને જ લગાવો.

હળદર સ્કિન માટે ફાયદાકારક છે, પણ દરેક માટે નહીં. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય અથવા ઉપરોક્ત કોઈપણ શ્રેણીમાં આવતી હોય, તો હળદર લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરો અથવા નિષ્ણાતની સલાહ લો. હળદરનો ઉપયોગ યોગ્ય માત્રામાં અને યોગ્ય મિશ્રણમાં કરો, નહીં તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ