Kitchen Hacks: એલ્યુમિનિયમના વાસણમાં દૂધ સહિત આ ચીજો ક્યારે ગરમ કરવી નહીં, જાણો કેમ

Side Effects Of Aluminium Utensils: એલ્યુમિનિયમના વાસણ ભોજન બનાવવા અને ગરમ કરવા વપરાય છે. જો તમે પણ એલ્યુમિનિયમના વાસણ વાપરો છો તો સાવધાન થઇ જશો. એલ્યુમિનિયમના વાસણમાં અમુક ખોરાક ગરમ કરવું હાનિકારક બની શકે છે.

Side Effects Of Aluminium Utensils: એલ્યુમિનિયમના વાસણ ભોજન બનાવવા અને ગરમ કરવા વપરાય છે. જો તમે પણ એલ્યુમિનિયમના વાસણ વાપરો છો તો સાવધાન થઇ જશો. એલ્યુમિનિયમના વાસણમાં અમુક ખોરાક ગરમ કરવું હાનિકારક બની શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Aluminium Utensils | Aluminium Utensils uses tips | Side Effects Of Aluminium Utensils | Kitchen Hacks | Kitchen tips

Aluminium Utensils : એલ્યુમિનિયમના વાસણમાં ખોરાક બનાવતી વખતે સાવધાની રાખવી જોઇએ. (Photo: Freepik)

Side Effects Of Cooking In Aluminium Utensils: રસોડામાં ભોજન બનાવવા માટે ઘરોમાં મોટાભાગે એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ધાતુની પોતાની ખાસિયત હોય છે. એલ્યુમિનિયમના વાસણ પણ ભોજન બનાવવા માટે વપરાય છે. જો તમે પણ એલ્યુમિનિયમના વાસણ વાપરો છો તો સાવધાન થઇ જશો. એલ્યુમિનિયમના વાસણમાં અમુક ખોરાક ગરમ કરવું હાનિકારક બની શકે છે. ચાલો જાણીયે એલ્યુમિનિયમના વાસણમાં કઇ ચીજો ગરમ કરવી જોઇએ અને આવા વાસણની સંભાળ કેવી રીતે રાખવી

Advertisment

એલ્યુમિનિયમના વાસણમાં દૂધ ગરમ ન કરવું

એલ્યુમિનિયમના વાસણ દૂધ ગરમ કરવા પણ વપરાય છે. પરંતુ શું તમે જાણો છો એલ્યુમિનિયમના વાસણણાં દૂધ ગરમ કરવું જોઇએ નહીં. દૂધમાં હાજર લેક્ટિક એસિડ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી શકે છે. તેનાથી દૂધનો સ્વાદ બગડી શકે છે અને તેમા ધાતુની ગંધ પણ આવી શકે છે. ઉપરાંત વારંવાર દૂધ ઉકાળવાથી એલ્યુમિનિયમ વાસણની સપાટી પર ડાધ પડી જાય છે. જેને સાફ કરવા માટે ભારપૂર્વક વાસણ ઘસવાથી ક્વોલિટી નબળી પડી શકે છે.

  • દૂધ ગરમ કરવા સ્ટેનલીસ સ્ટીલ કે બોરોસિલિકેટ ગ્લાસના વાસણનો ઉપયોગ કરવો.
  • જો તમે ઇલેક્ટ્રિક કિટલી કે ઇન્ડક્શનનો ઉપયોગ કરો છો તો તેમા પણ સ્ટીલ કે સેફ કોટિંગ વાળા વાસણ વપારી શકાય છે.

મીઠા વાળું પાણી

મીઠામાં હાજર સોડિયમ ક્લોરાઇડ એલ્યુમિનિય સાથે ભળીને રાસાયણિક પ્રક્રિયા શરૂ કરે છે, જે વાસણની સપાટી પર ધીમે ધીમે ખરાબ કરે છે. ખાસ કરીને જો તમે નમક વાળું પાણી વાંરવાર ગરમ કરો છો અથવા મીઠાવાળું ભોજન એલ્યુમિનિયમના વાસણમાં બનાવવા અને ધોવામાં વિલંબ કરો છો તો તેનાથી વાસણની સપાટી પર સફેદ ડાઘ કે કાળા ડાઘ પડી જાય છે. તેનાથી એલ્યુમિનિયમના પાર્ટિકલ્સ પણ ભોજનમાં ભળી જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Advertisment
  • મીઠા વાળા પાણી કે ભોજન માટે સ્ટેનલેસ સ્ટીલ, કાસ્ટ આયર્ન કે નોન સ્ટિક વાસણનો ઉપયોગ કરવો.
  • એલ્યુમિનિયમના વાસણમાં મીઠું વાળું ભોજન બનાવ્યા બાદ તેને બીજા વાસણમાં કાઢી લો. ત્યાર પછી તરત જ એલ્યુમિનિયમ વાસણને સાફ મૂકી દો.
  • એલ્યુમિનિયમ વાસણને સ્વચ્છ અને કોરા રાખો, જેનાથી કાટ નહીં લાગે.

રેડિમેડ સોશ અને પેકેજ્ડ ફુડ

હાલ ઘણા લોકો રેડિમેડ સોશ અને પેકેજ્ડ ફુડ ઘરે લાવી રાંધે છે. આવા ભોજન બનાવવા કે ગરમ કરવા એલ્યુમિનિયમ વાસણનો ઉપયોગ કરવો નહીં. આ રેડિમેડ ફુડ પેકેટમાં મોટાભાગે પ્રિઝર્વેટિવ, એસિડિટી રેગ્યુલેટર અને અન્ય કેમિકલ હોય છે, જે ગરમ કરવા પર એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી શકે છે. તેનાથી ભોજનનો સ્વાદ બગડે છે. વારંવાર આવો ખોરાક એલ્યુમિનિયમના વાસણમાં ગરમ કરવાથી ધાતુના કણો ભોજનમાં ભળી શરીરને અંદર થઇ શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે.

  • પેકેજ્ડ ફુડ કે સોશ ગમ કરવા સ્ટીલ, ગ્લાસના વાસણનો ઉપયોગ કરવો.
  • જો માઇક્રોવેવમાં ગરમ કરવાનું હોય તો, BPA free માઇક્રોવેવ સેફ કન્ટેનર વાપરી શકાય છે.
  • એલ્યુમિનિયમ ફોઇલમાં રાખેલું ભોજન પણ માઇક્રોવેવ કે ઓવનમાં ગરમ કરતા પહેલા હટાવી લો.
ભોજન રેસીપી જીવનશૈલી