/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/signs-of-kidney-failure-in-diabetic-patients.jpg)
ડાયાબિટીસ દર્દીઓમાં કિડની ફેલ્યોરના સંકેતો હેલ્થ ટિપ્સ। signs of kidney failure in diabetic patients tips in gujarati
ડાયાબિટીસ (Diabetes) એ વિશ્વભરમાં કિડની રોગ (kidney disease) ના મુખ્ય કારણોમાંનું એક છે. પરંતુ સત્ય એ છે કે દર્દીઓને ઘણીવાર ખ્યાલ હોતો નથી કે તેમની કિડની નિષ્ફળ થઈ રહી છે. ઘણા લોકોને રોગ ગંભીર બને ત્યારે જ લક્ષણો દેખાવા લાગે છે. અહીં ડાયાબિટીસના દર્દીઓમાં કિડની રોગના લક્ષણો અને તેમને કેવી રીતે ઓળખવા તે વિશે એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી ચેતવણીઓ પર એક નજર કરીએ.
ડાયાબિટીસના દર્દીઓએ શા માટે સાવધાની રાખવી જોઈએ?
શરૂઆતમાં કિડની ફેલ્યોર થવાના કોઈ સ્પષ્ટ લક્ષણો ન પણ હોય. બેંગલુરુની એસ્ટર આરવી હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ ડૉ. હર્ષ કુમાર એચ.એન.એ જણાવ્યું કે 'શરૂઆતમાં ફક્ત હળવો થાક, પગમાં થોડો સોજો અથવા પેશાબમાં ફીણ આવવા જેવા લક્ષણો જ દેખાઈ શકે છે.'
કિડનીના કાર્યમાં ઘટાડો થવાના સંકેતો
- શરીરમાં સોજો: જ્યારે કિડની પ્રવાહી બહાર કાઢવામાં અસમર્થ હોય છે, ત્યારે તમે તમારા પગમાં અથવા તમારી આંખોની આસપાસ થોડી માત્રામાં પ્રવાહી જોઈ શકો છો. આ કિડની રોગના પ્રથમ સંકેતોમાંનું એક છે.
- પેશાબમાં ફેરફાર: પેશાબમાં વધુ પડતો ફીણ અથવા ગંદકી એ પ્રોટીન લિકેજની નિશાની છે. રાત્રે વારંવાર પેશાબ થવો, પેશાબના રંગમાં ફેરફાર (ઘેરો રંગ), અને વોલ્યુમમાં ઘટાડો પણ ગંભીરતાથી લેવો જોઈએ.
- હાઈ બ્લડ પ્રેશર: કિડની બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, બ્લડ પ્રેશરમાં અચાનક વધઘટ એ કિડનીના સ્વાસ્થ્યનું સૂચક છે.
- અન્ય લક્ષણો: સવારે ઉઠતી વખતે ભૂખ ન લાગવી, ત્વચામાં ફેરફાર, અનિદ્રા અને ઉબકા આવવા એ પણ કિડનીના કાર્યમાં ઘટાડો થવાના સંકેતો હોઈ શકે છે.
જ્યારે કિડની ફેલ્યોર ગંભીર બને છે, ત્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ, ક્રોનિક ખંજવાળ, સ્નાયુઓમાં ખેંચાણ, તીવ્ર ઉલટી અને ભારે થાકનો અનુભવ થઈ શકે છે. શરીરમાં ઝેરી તત્વોના સંચયને કારણે તમને મૂંઝવણ અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પણ થઈ શકે છે. લક્ષણોની રાહ જોવાને બદલે, તમારે પેશાબ દ્વારા પ્રોટીન લિકેજ શોધવા માટે UCR (યુરિન આલ્બ્યુમિન-ટુ-ક્રિએટિનાઇન રેશિયો) અને વર્ષમાં ઓછામાં ઓછા એક વખત કિડનીની ગાળણ ક્ષમતા માપવા માટે eGFR રક્ત પરીક્ષણ કરાવવું જોઈએ.
ડૉ. હર્ષ કુમાર ખાતરી આપે છે કે ડાયાબિટીસ લેવલને કડક રીતે નિયંત્રિત કરીને, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને અને સમયસર સારવાર દ્વારા, કિડનીનું સ્વાસ્થ્ય રિસ્ટ્રોર કરી શકાય છે અથવા રોગને અટકાવી શકાય છે. યાદ રાખો, કિડની રોગની સારવારમાં વહેલાસર શોધ એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us