/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Sikandar-Box-Office-Collection-Day-8.jpg)
Sikandar Box Office Collection Day 8 | સિકંદર બોક્સ ઓફિસ કલેક્શન ડે 8,સલમાન ખાનની સિકંદરએ રવિવારે કેટલી કરી કમાણી?
Sikandar Box Office Collection Day 8 : સલમાન ખાનની સિકંદર 30 માર્ચે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જે 2025ની ઈદના એક દિવસ પહેલા હતું. એઆર મુરુગદાસ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ભાઈજાન ઉપરાંત રશ્મિકા મંદન્ના પણ મુખ્ય ભૂમિકામાં હતી. જોકે છેલ્લા 8 દિવસમાં સિકંદરની ગતિ ઘણી ધીમી પડી ગઈ હોય તેવું લાગે છે. પરંતુ રવિવારે કલેક્શનમાં થોડો ઊછાળો જોવા મળ્યો હતો સલમાન ખાનની ફિલ્મે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
સિકંદર બોક્સ ઓફિસ કલેક્શન ડે 8 (Sikander Box Office Collection Day 8)
સિકંદર ફિલ્મએ આઠમા દિવસે એટલે કે રવિવારે બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના શરૂઆતના આંકડા અનુસાર 4.50 કરોડની કમાણી કરી છે, ત્યારબાદ ભારતમાં ફિલ્મનું કલેક્શન 102.25 કરોડ પર પહોંચી ગયું છે. જ્યારે વિશ્વભરમાં ફિલ્મે 165 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જ્યારે ભારતની કુલ આવક ₹ 116.65 કરોડ થઈ ગઈ છે.
જો આપણે સિકંદરની 7 દિવસમાં થયેલી કમાણી પર નજર કરીએ તો રવિવારે રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મે 26 કરોડની ઓપનિંગ કરી હતી. જ્યારે બીજા દિવસે ઈદના અવસર પર આ આંકડો 29 કરોડ પર પહોંચી ગયો. પરંતુ રજા પૂરી થતાંની સાથે જ ત્રીજા દિવસે કમાણી 19.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. ચોથા દિવસે આ આંકડો 9.75 કરોડ પર પહોંચી ગયો હતો. જ્યારે પાંચમા દિવસે ફિલ્મે માત્ર 6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પછી, ફિલ્મે છઠ્ઠા દિવસે માત્ર 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી. પરંતુ સાતમા દિવસે પહેલા શનિવારે તે 4 કરોડ સુધી પહોંચી ગયું હતું.
આ પણ વાંચો: સિકંદર એક્ટ્રેસ રશ્મિકા મંદાના પુષ્પા ફિલ્મથી થઇ ફેમસ, આટલો કર્યો છે અભ્યાસ
સિકંદર કાસ્ટ (Sikandar Cast)
સિકંદરનું દિગ્દર્શન કરનારા એઆર મુરુગાદોસે 2008માં બ્લોકબસ્ટર ફિલ્મ ગજનીનું દિગ્દર્શન કર્યું હતું. 9 વર્ષ પછી તેઓ સિકંદર સાથે બોલિવૂડમાં પાછા ફર્યા છે, જેમાં સલમાન ખાન અને રશ્મિકા મંદન્ના ઉપરાંત, કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોશી, પ્રતીક સ્મિતા પાટિલ, કિશોર અને જતીન સરના પણ સહાયક ભૂમિકાઓમાં જોવા મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us