આ સરળ કસરતો દરરોજ કરો, ક્યારેય દવા લેવી નહિ પડે !

Simple Exercises For Healthy Life | હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે કસરત કરવી જરૂરી છે જે તમારું હૃદયના સ્વાસ્થ્ય, સ્નાયુઓની શક્તિ, સહનશક્તિ અને એકંદર શારીરિક સ્થિરતાને પ્રોત્સાહન આપે છે. અહીં જાણો

Written by shivani chauhan
August 04, 2025 07:00 IST
આ સરળ કસરતો દરરોજ કરો, ક્યારેય દવા લેવી નહિ પડે !
healthy lifestyle work out

Simple Exercises | હેલ્ધી લાઇફસ્ટાઇલ (healthy lifestyle) માટે દૈનિક કસરત (Daily exercise) આહાર (diet) જેટલી જ મહત્વપૂર્ણ છે. પરંતુ તેમાં સખત કસરતો અથવા તીવ્ર યોગ આસનોનો સમાવેશ થતો નથી. એપોલો હોસ્પિટલ્સના ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમાર પાંચ સરળ કસરતો શેર કરે છે જે તમે એકંદર સુખાકારી માટે દરરોજ કરી શકો છો.

હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે કસરત કરવી જરૂરી છે જે તમારું હૃદયના સ્વાસ્થ્ય, સ્નાયુઓની શક્તિ, સહનશક્તિ અને એકંદર શારીરિક સ્થિરતાને પ્રોત્સાહન આપે છે. અહીં જાણો

સ્વસ્થ જીવન માટે સરળ કસરતો (Simple Exercises for a Healthy Life)

  • 30 મિનિટ ચાલવું : દિવસમાં 2,500 સ્ટેપ્સ ચાલવાથી સ્વાસ્થ્ય લાભો શરૂ થાય છે. “દરરોજ 2,500 સ્ટેપ્સ ચાલવાથી કોઈપણ કારણથી મૃત્યુનું જોખમ 8% ઓછું થાય છે. વધુમાં 2,700 સ્ટેપ્સ ચાલવાથી હૃદય રોગનું જોખમ 11% ઓછું થાય છે. (આ ફાયદાઓ દિવસમાં 9,000 સ્ટેપ્સ સુધી વધતા રહે છે)
  • 50 સીડી ચઢવી : જે લોકો દિવસમાં 50 થી વધુ સીડી ચઢે છે તેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ 20 % ઓછું હોય છે.
  • 10 પુશ-અપ્સ : એક સમયે 10 થી વધુ પુશ-અપ કરવાની ક્ષમતા હૃદય રોગનું જોખમ ઘટાડે છે. જે લોકો એક સમયે 40 કે તેથી વધુ પુશ-અપ કરી શકે છે તેમને સૌથી વધુ ફાયદો જોવા મળે છે.
  • પ્લેન્ક અનેઅથવા વોલ-સીટ : ડૉ. કુમારના મતે વોલ-સિટ અને પ્લેન્ક કસરતો બ્લડ પ્રેશર ઘટાડવા અને હાઇપરટેન્શનનું જોખમ ઘટાડવામાં અસરકારક છે.
  • આઇસોમેટ્રિક ગરદન અને પીઠના વિસ્તરણ માટેની કસરતો : આ કસરતો યાંત્રિક કારણોસર થતા ગરદન અને કમરના નીચેના ભાગમાં થતા દુખાવા તેમજ સર્વાઇકલમાં ડિસ્ક પ્રોલેપ્સ જેવી સમસ્યાઓ ઘટાડવામાં અસરકારક છે.

શું આ પગલાં અસરકારક છે?

હૈદરાબાદની ગ્લેનીગલ્સ અવેર હોસ્પિટલના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અને આર્થ્રોસ્કોપીના એસોસિયેટ કન્સલ્ટન્ટ ડૉ. વી.વી. સત્યનારાયણે જણાવ્યું હતું કે આ સરળ અને અસરકારક કસરતોને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરવાથી નોંધપાત્ર સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ