/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/sing-sukhdi-recipe.jpg)
Sing Sukhdi Recipe : સિંગ સુખડી રેસીપી. (Photo: @NehasCookBookGujarati)
Famous Gujarati Sweet Sing Sukhdi Recipe In Gujarati: સુખડી ગુજરાતની પરંપરાગત મીઠાઇ વાનગી છે. સામાન્ય રીતે સુખડી ઘઉંના લોટ, ગોળ અને ઘીમાંથી બને છે. ઘરે બનાવેલી સુખડી 4 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે. જો તમે સુખડી ખાવાના શોખીન છો અને હાલ શ્રાવણ માસના વ્રત ઉપવાસ કરો છો તો, તમારે સિંગ સુખડી રેસીપી કરવી જોઇએ. આ સિંગ સુખડી એકદમ પોચી અને મોંમા મુકતા જ ઓગળી જાય એવી હોય છે. અહીં પરફેક્ટ માપ સાથે ઘરે સિંગ સુખડી બનાવવાની રેસીપી છે.
સિંગ સુખડી બનાવવા માટે સામગ્રી
- સિંગદાણા (કાચા) - 250 ગ્રામ
- ગોળ - 150 ગ્રામ
- ઘી - 75 ગ્રામ
- સુંઠ પાઉડર - 2 નાની ચમચી
- એલચી પાઉડર - 1 નાની ચમચી
સિંગ સુખડી બનાવવાની રીત : Sing Sukhdi Recipe In Gujarati
સિંગ સુખડી બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ એક કઢાઇમાં કાચા સિંગદાણા શેકી લો. સિંગદાણા સહેજ બ્રાઉન થયા ત્યાં સુધી શેકવા. ત્યાર પછી સિંગદાણાના ફોંતરા કાઢીને સાફ કરો. હવે મિક્સર જારમાં સિંગદાણા નાંખી બારીક પાઉડર બનાવી લો
હવે ગેસ પર એક પેનમાં ઘી ગરમ કરો, પછી તેમા છુંદેલો ગોળ ઉમેરો. ગેસ પર મીડિયમ આંચ પર ગોળનો પાયો બનાવો.
પછી તેમા શેકેલી સિંગદાણાના પાઉડર, સૂંઢ પાઉડર અને એલચી પાઉડર ઉમેરો, બધી સામગ્રીને બરાબર મિક્સ કરો.
હવે એક એલ્યુમિનિમના કન્ટેનર કે થાળીમાં તેલ અથવા ઘી લગાવો, પછી તેમા સુખડી નાંખો અને 10 થી 15 મિનિટ સુધી સેટ થવા દો. તમે સુખડી પર ગાર્નિશ માટે ડ્રાયફુટ્સના ટુકડા પણ ઉમેરી શકો છો.
છેલ્લે કટર કે ચાકુ વડે સિંગ સુખડીના ચોરસ ટુકડા કાપી લો. આ રીતે ઘરે એકદમ પોચી અને સોફ્ટ સિંગ સુખડી બનાવી શકાય છે. આ સિંગ સુખડી સ્વાદમાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us