Sissu Valley Tour| સિસુ વેલી પ્રવાસ : પૃથ્વી પર સ્વર્ગ જોવું હોય તો અહીં જાવ, જાણો કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થશે?

Sissu Valley Tour Plan : સિસુ વેલી એક સુંદર પ્રવાસન સ્થળ છે, બરપથી ઢંકાયેલા પહાડો, અર્ધચંદ્રઆકારનું ફીરોજી રંગ ના પાણીનું સુંદર તળાવ, સહિત અનેક ફેમસ જગ્યાઓ છે. અહીં જવાથી તમારો પ્રવાસ યાદગાર બની જશે.

Written by Kiran Mehta
Updated : August 31, 2024 23:41 IST
Sissu Valley Tour| સિસુ વેલી પ્રવાસ : પૃથ્વી પર સ્વર્ગ જોવું હોય તો અહીં જાવ, જાણો કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થશે?
સિસુ વેલી પ્રવાસ

Sissu Valley Tour Plan : સિસુ વેલી એ ભારતના હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં સ્થિત એક સુંદર ઘાટી છે. તે ઘણા કારણોસર પ્રખ્યાત છે. સૌ પ્રથમ, તે તેના કુદરતી સૌંદર્ય અને આકર્ષક દૃશ્યો માટે જાણીતું છે, જે ઊંચા પર્વતો, લીલાછમ જંગલો અને ચમકતી નદીઓથી ઘેરાયેલું છે. સાથે, તે લોકો અહીં જવાનું વધુ પસંદ કરે છે જેમને ટ્રેકિંગ કરવાનો શોખ છે અથવા ચાલવાનું પસંદ કરે છે. એટલે કે, ટ્રેકર્સ માટે તો આ સ્થળ ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય પણ સિસુ વેલી ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. તો જોઈએ અહીં કેવી રીતે જવાય, કેટલો ખર્ચ આવે વગેરે વગેરે બધુ જ.

સિસુ વેલી શા માટે પ્રખ્યાત છે? (Sissu valley famous Places)

  • ચંદ્રતાલ ઝીલ (Chandratal Lake) : આ ઘાટી ચંદ્રતાલ તળાવનું ઘર છે, જે એક અર્ધચંદ્રાકાર આકારનું તળાવ છે, તેના ફીરોજી રંગ (Turquoise Color) ના પાણી માટે જાણીતું છે.
  • બૌદ્ધ મઠ: સિસુ ખીણમાં ઘણા પ્રાચીન બૌદ્ધ મઠ છે, જેમાં સિસુ મઠ પણ સામેલ છે, જે 16મી સદીથી પ્રખ્યાત છે.
  • આ ખીણમાં દુર્લભ દીપડો, હિમાલયન બ્રાઉન રીંછ અને ત્યાંના ઘેટાં સહિત વિવિધ વન્યજીવ પ્રજાતિઓનું ઘર પણ છે.આ સિવાય લોકો અહીં પેરાગ્લાઈડિંગ, રાફ્ટિંગ અને માઉન્ટેન બાઈકિંગ જેવી પ્રવૃત્તિઓ માટે આવે છે.

અમદાવાદથી સિસુ વેલી કેવી રીતે જવાય

સિસુ વેલી જવા માટે, અમદાવાદથી તમે દિલ્હી અને દિલ્હીથી મનાલી જવા માટે રાતની બસ લેવી વધારે સારી રહેશે અથવા સવારે મનાલી પહોંચે તેમ ડ્રાઈવ કરી જઈ શકો છો. દિલ્હીથી મનાલી પહોંચતા લગભગ 14 કલાક લાગે છે. પછી મનાલીથી સિસુ વેલી સુધી ટેક્સી થી જઈ શકો છો અથવા બસ માં પણ જઈ શકો છો, જેમાં લગભગ 5-6 કલાક લાગી શકે છે. આ સિવાય તમે અમદાવાદથી ચંદીગઢ માટે ટ્રેન લઈ શકો છો. ચંદીગઢથી મનાલી સુધી બસ અથવા ટેક્સી લો જેમાં લગભગ 8-9 કલાક લાગી શકે છે. મનાલીથી સિસુ સુધી ટેક્સી અથવા બસ લો જેમાં લગભગ 5-6 કલાક લાગી શકે છે.

અમદાવાદથી સિસુ જવા માટે કેટલો ખર્ચ થશે – ટ્રીપનો ખર્ચ

  • અમદાવાદથી દિલ્હી ટ્રેનમાં જવાનો ખર્ચ (વન વે ટ્રીપ) નો રૂ. 500 રૂપિયા પર પર્સન થઈ શકે છે
  • દિલ્હીથી મનાલી સુધીની બસ ટિકિટ રૂ. 800 થી રૂ. 1,500 વન-વે સુધીની હોઈ શકે છે.
  • મનાલીથી સિસુ સુધીનું ટેક્સી ભાડું રૂ. 2,000 થી રૂ. 3,000 વન-વે હોઈ શકે છે. ત્યાંના હોમસ્ટે અથવા ગેસ્ટહાઉસમાં રહેવા માટે પ્રતિ રાત્રિ રૂ. 800 – રૂ. 1,500 ની વચ્ચે ખર્ચ થઈ શકે છે.
  • હોટલ કે રિસોર્ટમાં તેની કિંમત રૂ. 2,000 થી રૂ. 5,000 હોઈ શકે છે
  • લક્ઝરી રિસોર્ટ રૂ. 5,000 થી રૂ. 10,000 પ્રતિ રાત્રિ (લગભગ $65-$130 USD)
  • દરરોજ રૂ. 500 – રૂ. 1,000 ના દરે જમવાનો ખર્ચ રાખી શકો છો.
  • સ્થળના લોકલ પ્રવાસ માટે 2000 થી 3000 હજાર રૂપિયાનો ખર્ચ અંદાજીત રાખો.

આ પણ વાંચો – Wayanad tourist places | વાયનાડ ટોપ 10 પર્યટન સ્થળ, કેમ પ્રખ્યાત છે? અહીંની પ્રાકૃતિક સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થઈ જશો

આમ એકંદરે જોઈએ તો તમે અહીં 15 થી 20 હજાર રૂપિયામાં (પર પર્સન) મુસાફરી કરી શકો છો. તેથી જો તમે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા હોવ, તો આ વખતે આ જગ્યાની પસંદગી કરો જે ખૂબ જ સુંદર છે. જિંદગીભરની યાદો બની જશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ