Health Tips : લાંબા સમય સુધી બેસી રહેવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે, WHO ના રિપોર્ટ અનુસાર..''

Health Tips : લાંબા સમય સુધી બેસી રહેવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. વિશ્વભરમાં 3 ક્વાટર્સ મૃત્યુ હૃદય રોગ, પ્રકાર 2 ડાયાબિટીસ અને કેન્સરને કારણે થાય છે. પરંતુ શારીરિક રીતે એકટીવ રહેતા લોકોમાં આ રોગ થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

author-image
shivani chauhan
New Update
sitting for too long causes serious diseases

Health Tips : લાંબા સમય સુધી બેસી રહેવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે, WHO ના રિપોર્ટ અનુસાર..''

Health Tips : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના 2022 ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન ફિઝિકલ એક્ટિવિટી અનુસાર, 2030 સુધીમાં વિશ્વભરમાં 500 મિલિયન લોકો બેઠાડુ જીવનશૈલી (sedentary lifestyle) (શારીરિક નિષ્ક્રિયતા)ને કારણે થતા રોગોથી પીડાશે. તેમાં હૃદયરોગ, સ્થૂળતા, ડાયાબિટીસ જેવા રોગોનો સમાવેશ થાય છે. તે એમ પણ જણાવે છે કે બેઠાડુ જીવન જીવવાના કારણે થતા રોગોની સારવાર અને નિવારણનો ખર્ચ સમાજ અને વિશ્વ પર મોટો આર્થિક બોજ લાદી શકે છે.

Advertisment
sitting for too long causes serious diseases
Health Tips : લાંબા સમય સુધી બેસી રહેવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે, WHO ના રિપોર્ટ અનુસાર..''

ઉપરના આંકડાઓ જોતાં, શારીરિક પ્રવૃત્તિને સમજવી અને અમલમાં મૂકવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં આપણા રોજિંદા જીવનમાં વધુ સક્રિય થવાની રીતો જોઇશુ પરંતુ તે પહેલાં આપણે કેટલાક મુખ્ય ખ્યાલો અથવા મુદ્દાઓને સમજવાની જરૂર છે.

આ પણ વાંચો: Reverse Walking : રિવર્સ વોકિંગ કરવાનો ક્યારેય તમે પ્રયત્ન કર્યો છે? આ પ્રેક્ટિસથી થાય આટલા ફાયદા

Advertisment

શારીરિક પ્રવૃત્તિ માત્ર હૃદય અને શરીર માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) માટે પણ મહત્વપૂર્ણ છે. વિશ્વભરમાં 3 ક્વાટર્સ મૃત્યુ હૃદય રોગ, પ્રકાર 2 ડાયાબિટીસ અને કેન્સરને કારણે થાય છે. શારીરિક રીતે સક્રિય રહેતા લોકોમાં આ રોગ થવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. શારીરિક પ્રવૃત્તિ મગજને વધુ સારી રીતે કાર્ય કરે છે, આમ તર્કસંગત રીતે વિચારવાની, નવી વસ્તુઓ શીખવાની ક્ષમતામાં વધારો કરે છે. ડોપામાઇન નામનું હોર્મોન રિલીઝ થાય છે. જેનાથી આનંદની લાગણીનો અનુભવ થાય છે.

આ પણ વાંચો: Weight Loss Tips : વજન ઘટાડવા આ પાંચ હોમમેઇડ ડ્રિન્ક થશે અસરકાક સાબિત

એકટીવ રહેવા આટલું કરો

  • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે, વિશ્વ આરોગ્ય સંસ્થા પુખ્ત વયના લોકો માટે દર અઠવાડિયે 150 થી 300 મિનિટની મધ્યમ એરોબિક કસરત અને બાળકો અને કિશોરો માટે દરરોજ ઓછામાં ઓછી 60 મિનિટની મધ્યમ એરોબિક કસરતની ભલામણ કરે છે.
  • શારીરિક પ્રવૃત્તિ માત્ર વ્યાયામના સ્વરૂપમાં જ હોવી જરૂરી નથી. તમે કોઈ સ્પોર્ટ્સ એકટીવીટી કરી, મુસાફરી કરવું (ચાલવું, સાયકલ ચલાવવું) ડાન્સ કરવો વગેરે જેવી એકટીવટી કરી શકો છો.
  • સ્નાયુઓની શક્તિમાં વધારો કરતી કસરતોને પ્રાધાન્ય આપવું જરૂરી છે. ધીમે ધીમે તેમ, એરોબિક કસરતની સાથે વજન વહન કરવાની કસરતો ઉમેરો. તે તમને સંતુલન જાળવવામાં, હલનચલન સુધારવામાં અને સ્નાયુની શક્તિ વધારવામાં મદદ કરશે.
શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips