વર્ષો જૂની પ્રથાઓ અને રિવાજો સ્વાસ્થ્ય માટે ખુબજ મદદરૂપ થાય છે, કારણ કે તે સામાન્ય રીતે કુદરતી હોય છે. આવી જ એક પ્રથા જે છે ” દરરોજ ફર્શ પર બેસવાની”. એક્સપર્ટસ સૂચવે છે કે ફર્શ પર બેસવાની પ્રથા કરોડરજ્જુના વળાંક માટે ખુબજ મદદરૂપ થાય છે. કારણકે ફર્શ પર બેસવાથી મુદ્રા કરોડરજ્જુને કુદરતી આકારને ટેકો આપવામાં મદદરૂપ થાય છે. પરંતુ, શું તમે જાણો છો કે કે તેના અન્ય ઘણા ફાયદા પણ છે? આયુર્વેદિક નિષ્ણાત ડો, વરલક્ષ્મી યાનમન્દ્રાએ તમેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ મુદ્રા વિષે સમજૂતી આપી હતી.
તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેપ્શન લખ્યું હતું કે ,” ઘણા લોકો આ જાણતા નથી પરંતુ આપણી કરોડરજ્જુ ખરેખર સીધું નથી. તે આપણી ગરદનથી લઈને કમરના ભાગ સુધી ‘S-આકારનું’ છે.
ફર્શ પર બેસવાની મુદ્રા તમારા કરોડરજ્જુના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તંદુરસ્ત કરોડરજ્જુએ હાડપિંજરનું માળખુંના સંપૂર્ણ આરોગ્ય માટે એક મહત્વનું પાસું છે. નબળી મુદ્રા, આગળ નમેલું, આગળ ઝુકવું વગેરે કરોડરજ્જુનો નેચરલ પોઝ ગુમાવવાના કારણો છે.
જમીન પર બેસવાથી ઘણા ફાયદા થાય છે, જે કરોડરજ્જુની કોરને જોડે છે અને તેમાં સ્થિરતા લાવે છે.
તમારા હિપના સ્નાયુઓને મજબૂત બનાવે છે. હિપ ફ્લેક્સર્સએ સ્નાયુ છે જે જાંઘ અને પીઠના નીચેના ભાગ અને પેડૂ સાથે જોડે છે. નબળા હિપ ફ્લેક્સર્સ તમને ચાલવા, સ્થિરતા અને સંતુલનને પણ અસર કરી શકે છે. ફ્લોર પર બેસવાથી હિપના સ્નાયુઓ મજબૂત થાય છે.
તમારી પોસ્ચરમાં સુધારો કરે છે, જયારે ફ્લોર પર બેસો છો ત્યારે શરીરના નીચેના સ્નાયુઓએ થોડા સ્થિર અને સીધા રાખવાની જોઈએ, આ ઉપરાંત તમે જો ફર્શ પર બેઠાઓ હોવ ત્યારે શરીર વાંકુ વળવાના ચાન્સીસ વધારે હોય છે.
દીર્ધાયુષ્યમાં સહાયક – પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી જર્નલમાં અભ્યાસ મુજબ “ફ્લોર પર બેસવું” દીર્ધાયુષ્યમાં મદદરૂપ થાય છે.
સ્ટેડફાસ્ટ ન્યુટ્રિશનના સ્થાપક અમન પુરીએ કહ્યું કે આપણે મોટાભગનો સમય ખુરશી પર કે બેડ પર વિતાવીએ છીએ, ” ખુરશી પર બેસવા કરતા ફર્શ પર બેસવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે, પરંતુ દરેક સમયે શક્ય ન પણ બને. વ્યક્તિએ જમવા, વાંચવા, એક્સરસાઇઝ વગેરે શક્ય હોય તો ફર્શ પર બેસીને જ કરવું જોઈએ.
ફર્શ પર બેસવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.
ફ્લોર પર બેસવાથી કોર સ્ટેબિલિટી સુધરે છે, નિતંબના સ્નાયુઓ મજબૂત થાય છે તે વાત પર ભાર મૂકતા પુરીએ indianexpress.comને જણાવ્યું હતું કે, “ઘૂંટણના ટેકે બેસવું એ ‘સક્રિય આરામ’ મુદ્રા છે.
પુરીએ એ પણ જણાવ્યું કે આસન પાચનને સુધારવામાં મદદ કરી શકે છે. “ ભોંયતળિયે ( floor ) પર બેસીને જમાવથી હાડપિંજરના માળખાને ટેકો મળે છે, શરીરની મુદ્રા અને કરોડરજ્જુની તંદુરસ્તી સુધરે છે અને કમરના દુખાવામાં રાહત મળે છે. ભોંયતળિયે બેસીને શરીરને સહેજ આગળ તરફ નમાવવું. અને મૂળ સ્થિતમાં પાછા આવવું, પુનરાવર્તિત ક્રિયા પેટના સ્નાયુઓને ઉત્તેજિત કરે છે, પેટમાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવમાં વધારો કરે છે અને ખોરાકને વધુ અસરકારક રીતે પચવા દે છે.”
શું ધ્યાનમાં રાખવું જોઈએ?
ડૉ યાનમન્દ્રાએ સ્પષ્ટ કર્યું કે,તમે ક્રોસ પગવાળા અથવા લાંબા પગવાળા અથવા સાદા સુખાસનમાં બેસી શકો છો. જો તમે સીધા બેસી શકો તો વધારે સારું રહેશે.જો તમે કમરના પાછળના હાડકામાં તણાવ અનુભવો છો તો તમારા હિપ્સની નીચે ઓશીકુંનો ઉપયોગ કરો.જો તમે ફર્શ પર વધારે સમય સુધી બેસી રહેતા હોવ તો પોઝિશન બદલવાનો પ્રયાસ કરો અને તમારા પગને ખેંચો.