Kitchen Tips: પ્રેશર કુકર કેમ ઉભરાય છે? આ 6 કુકિંગ ટીપ્સ કુકર અને કિચન ગંદુ થતું અટકાવશે

How To Prevent Water Leaks Form Pressure Cooker: પ્રેશર કુકરની સીટી વાગે ત્યારે પાણી નીકળવાની સમસ્યા પરેશાન કરે છે. અહીં પ્રેશર કુકર ઉભરાવાનું કારણ અને તે રોકવાના ઉપાય વિશે જાણકારી છે.

How To Prevent Water Leaks Form Pressure Cooker: પ્રેશર કુકરની સીટી વાગે ત્યારે પાણી નીકળવાની સમસ્યા પરેશાન કરે છે. અહીં પ્રેશર કુકર ઉભરાવાનું કારણ અને તે રોકવાના ઉપાય વિશે જાણકારી છે.

author-image
Ajay Saroya
New Update
pressure cooker safety tips | Kitchen Tips

Pressure Cooker Water Leaks Prevent Tips : પ્રેશર કુકર માંથી પાણી લીક થતું રોકવાની કિચન ટીપ્સ Photograph: (Social Media)

Pressure Cooker Safety Tips In Gujarati : ભોજન બનાવવા માટે પ્રેશર કુકર બહુ ઉપયોગી વાસણ છે. પ્રેશર કુકરમાં દાળ ભાત, બટાકા સહિત ઘણી ચીજો ઝડપથી બફાઇ જાય છે, જેનાથી ઓછા સમયમાં ફટાફટ રસોઇ બની જાય છે. જો કે પ્રેશર કુકરનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. ઘણી વખત દાળ - કઠોળ બાફતી વખતે પ્રેશર કુકરની સીટી વાગે ત્યારે અંદરથી પાણી નીકળે છે. તેના કારણે પ્રેશર કુકર તો ખરાબ થાય છે સાથે સાથે ગેસ અને કિચન સ્લેબ પણ ગંદુ થાય છે, જે સાફ કરવામાં બહુ મહેનત લાગે છે. 

Advertisment

શું તમે પણ પ્રેશર કુકર ઉભરાવાની સમસ્યાથી પરેશાનો છો? તો ગભરાશો નહીં. સૌથી પહેલા પહેલા આપણે જાણીશું કે, પ્રેશર કુકર કેમ ઉભરાય છે? આ સાથે જ બાફતી વખતે પ્રેશર કુકર માંથી પાણી નીકળે નહીં તેની માટે શું સાવચેતી રાખવી. 

પ્રેશર કુકર કેમ ઉભરાય છે?

સૌથી પહેલા બાફતી વખતે પ્રેશર કુકર કેમ ઉભરાય છે, તે જાણવું જરૂરી છે. આ પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે. 

  • પ્રેશર કુકરના ઢાંકણામાં રબર રીંગ જો ઢીલી કે ખરાબ હોય તો પ્રેશર કુકર બરાબર બંધ થતું નથી. તેનાથી પ્રેશર કુકરના ઢાંકણાની રબર રીંગ ઢીલી હોવાથી વરાળ અને પાણી બંને બહાર આવે છે. 
  • પ્રેશર કુકરનું ઢાંકણ બરાબર બંધ ન થયું હોય તો પણ સીટી વાગે ત્યારે કુકર ઉભરાય છે. 
  • પ્રેશર કુકરમાં વધારે પાણી હોય તો, પણ બાફતી વખતે સીટી વાગે ત્યારે પાણી બહાર નીકળે છે.
  • પ્રેશર કુકરની સીટીના નોઝલમાં દાળ કે ચોખાના દાણા ફસાય જાય તો વરાળ બહાર નીકળવાનો રસ્તો બંધ થાય છે, જેના કારણે કુકર ઉભરાય છે.
Advertisment

Pressure Cooker Water Leaks Prevent  Tips : પ્રેશર કુકર માંથી પાણી બહાર આવતું રોકવાની કિચન ટીપ્સ 

પ્રેશર કુકરની રબર રીંગ સાફ રાખો

પ્રેશર કુકરની રબર રીંગ ઢીલી કે ખરાબ હશે તો પણ બાફતી વખતે પાણી બહાર આવશે. આથી પ્રેશર કુકરની રબર રીંગ ફીટ હોવી જોઇએ. રબર રીંગ ખરાબ થઇ ગઇ હોય તો નવી ખરીદી લો. રબર રીંગ બરાબર હશે તો પ્રેશર કુકર ઉભરાશે નહીં અને ભોજન ઝડપથી બફાઇ જશે.

પ્રેશર કુકરમાં માપસર પાણી ભરો

પ્રેશર કુકરમાં બાફતી વખતે માપસર પાણી રેડવું જોઇએ. જો વધારે પાણી હશે તો પ્રેશર કુકર ઉભરાશે. આદર્શ રીત એ છે કે, બાફતી વખતે પ્રેશર કુકર પાણીથી અડધું ભરવું જોઇએ.  

તેલ અને ઘીનો ઉપયોગ કરો

પ્રેશર કુકરની સીટી વાગે ત્યારે તરત જ પાણી બહાર આવતું હોય તો દાળ કઠોળ બાફતી વખતે કુકરમાં 1 -2 ચમચી તેલ કે ઘી નાંખવું જોઇએ. તેનાથી કુકરમાં ફિણ બનતું હતું અને દાળ ભાત સરળતાથી બફાઇ જાય છે. તેલ - ઘી ઉમેરવાથી દાળ ભાતનો સ્વાદ વધે છે અને પ્રેશર કુકરમાંથી પાણી બહાર આવતું નથી.

Pressure Cooker Safety Tips (2)
Photograph: (Social Media)

ધીમા તાપે બાફો

જો પ્રેશર કુકરમાં બાફતી વખતે ગેસની આંચ વધારે હશે તો પાણી બહાર નીકળી શકે છે. આથી ભોજન હંમેશા મીડિયમ તાપે બનાવું જોઇએ. ગેસની આંચ મીડિયમ રાખવાથી પ્રેશર કુકરમાં દાળ ભાત સારી રીતે બફાય છે અને પાણી બહાર આવતું નથી.

પ્રેશર કુકરની સીટી ચેક કરો

પ્રેશર કુકરની સીટી સાફ રાખવી જરૂરી છે. કુકરની સીટી માંથી વરાળ બહાર નીકળે છે. તેથી યોગ્ય માપની સીટીનો જ પ્રેશર કુકરમાં ઉપયોગ કરવો જોઇએ. એક પ્રેશર કુકરની સીટીનો ઉપયોગ બીજા કુકરમાં કરવો નહીં, તેનાથી સીટી બગડવાની શક્યતા રહે છે. જો સીટી બગડી ગઇ હોય તો તરત જ નવી ખરીદી લો. તેનાથી પ્રેશર કુકર માંથી યોગ્ય રીતે વરાળ નીકળશે અને કુકર ફાટવાનું જોખમ રહેશે.  

આ પણ વાંચો | પ્રેશર કુકરની રબર રીંગ ઢીલી થઇ ગઇ છે? આ 4 કિચન ટીપ્સ મદદરૂપ થશે

બાફતા પહેલા પાણીમાં પલાળો

પ્રેશર કુકરમાં દાળ કઠોળ કે ભાત બાફતા પહેલા તેને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પાણીમાં પલાળવાથી દાળ ભાત ફુલી જાય છે. તેનાથી બાફતી વખતે વધારે પાણી અને ગેસ વપરાતું નથી તેમજ ઝડપથી બફાઇ જાય છે.

લાઇફસ્ટાઇલ ભોજન રેસીપી