Side Effects Of Mango Eating At Night: કેરી ઉનાળામાં આવતું ફળ છે. ફળોનો રાજા કહેવાતી કેરી નાના બાળક થી લઇ મોટા વ્યક્તિને ખાવી ગમે છે. કેરી કાપીને, રસ કે મિલ્ક શેક બનાવી, મેંગો આઈસ્ક્રીમ બનાવી ખાવામાં આવે છે. મીઠી, રસદાર અને સ્વાદમાં બેજોડ, કેરી એ માત્ર ભારતનું રાષ્ટ્રીય ફળ નથી, પરંતુ તેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. કેરી શરીરને અનેક પોષક તત્વો આપે છે અને તેના સેવનથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે, પરંતુ કેરી ખાવાનો યોગ્ય સમય અને રીત પણ જાણવી ખૂબ જ જરૂરી છે. ડાયટિશિયન આઈના સિંઘલે કેરી ખાવાનો યોગ્ય સમય જણાવ્યો છે. આ સાથે રાતે કેરી ખાવાના ગેરફાયદા પણ જણાવ્યા છે.
ડાયટિશિયન આઈના સિંઘલના જણાવ્યા મુજબ મોટાભાગના લોકોને સવારે કે બપોરે કેરી ખાવાનું પસંદ હોય છે, પરંતુ કેટલાક લોકો રાત્રે જમ્યા પછી પણ કેરી ખાવાનું પસંદ કરે છે, પરંતુ રાતે કેરી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે, રાતે કેરી ખાવાથી ફાયદાને બદલે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ચાલો જાણીયે રાતે કેરી સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક સાબિત થઈ શકે છે.
પાચનતંત્રને નુકસાન
કેરીમાં નેચરલ સુગર અને ફાઇબર વધારે હોય છે, જેને પચાવવા માટે શરીરને મહેનત કરવી પડે છે. રાતે જ્યારે ચયાપચયની ક્રિયા ધીમી હોય છે ત્યારે કેરી ખોરાક પાચનમાં અવરોધ પેદા કરી શકે છે. રાતે કેરી ખાવાથી ગેસ, અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શરીરનું વજન વધશે
કેરીમાં વધુ પ્રમાણમાં કેલરી અને નેચરલ સુગર હોય છે. જો તમે આખો દિવસ કેલરી લિમિટ વધી ગઇ હોય અને રાતે કેરી ખાઓ છો, તો તેનાથી શરીરનુ વજન વધી શકે છે. સૂતા પહેલા કેરી ખાવાથી શરીરમાં ચરબી જમા થઇ શકે છે.
બ્લડ સુગર લેવલ વધશે
કેરીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઉંચો હોય છે, જેના કારણે કેરી ખાવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. રાતે કેરી ખાવાથી શરીરને સુગર પ્રોસેસ કરવાનો સમય નથી મળતો. આવી સ્થિતિમાં, રાતે કેરી ખાવી ડાયાબિટીસ દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે.
ઊંઘ પર અસર
કેરીમાં હાજર નેચરલ સુગર અને કાર્બ્સ ઉર્જા વધારવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે રાત્રે કેરી ખાશો, તો તે શરીરને સક્રિય મોડમાં લાવી શકે છે, જે સૂવામાં મુશ્કેલી પેદા કરી શકે છે અને ઉંઘનું ચક્ર પણ બગડી શકે છે.
શરીરનું તાપમાન વધશે
કેરી શરીરને નોંધપાત્ર રીતે ગરમ કરે છે અને શરીરના તાપમાનમાં વધારો કરી શકે છે. કેરીનું વધુ પડતું સેવન કરવાથી ખીલ થઈ શકે છે.
એસિડિટી અને છાતીમાં બળતરા
રાતે કેરી ખાવાથી પેટમાં એસિડનું લેવલ વધી શકે છે. જે લોકો છાતીમાં બળતર અથવા ગેસ થવાની ફરિયાદ કરે છે તેમણે રાતે કેરી ન ખાવી જોઈએ.





