Skin Care : સુંદરતા માટે સ્ત્રીઓ શું નથી કરતી! પાર્લર જવાથી લઈને ઘરગથ્થુ ઉપચાર સુધી ઘણા નુસખા અપનાવતી હોય છે. જેમાં તેઓ આઈબ્રોથી લઈને અપર લિપ કરાવતી હોય છે, ઘણી સ્ત્રીઓ એવી હોય છે જેમને હોઠ ઉપર વાળ આવે છે જેથી તેઓ રેગ્યુલર અપરલિપ કરાવે છે. પરંતુ દરેક વ્યક્તિને અનિચ્છનીય વાળ દૂર કરવા માટે થ્રેડીંગ ગમતું નથી, કારણ કે તેનાથી દુખાવો થાય છે.

આ પણ વાંચો: Summer Skin Care : ઉનાળામાં સ્કિનને હેલ્થી અને ગ્લોઈંગ રાખવા આ અસરકારક આયુર્વેદિક ટિપ્સ અનુસરો
થોડા દિવસ માટે તમારો ચહેરો સારો દેખાવા તમારા વાળ કેવી રીતે દૂર કરશો? શું તે પદ્ધતિ તમારી ત્વચા પર કોઈ અસર કરી શકે છે? ચિંતા ન કરશો, અમે કેટલીક ટિપ્સ જણાવીશું જે રે પાર્લરમાં ગયા વિના સમસ્યાને થોડા જ સમયમાં દૂર કરશે.
આ પણ વાંચો: Skin Care : શું ચોખા, બીટરૂટ પાવડર અને એલોવેરા ગ્લોઈંગ સ્કિન માટે અસરકારક સાબિત થઇ શકે?
આ ટિપ્સ અપનાવો
- મકાઈના લોટમાં ખાંડ અને ઇંડા મિક્સ કરો. તેની પેસ્ટ ચહેરા અને હાથ પર લગાવો. આ પેસ્ટને થોડીવાર રહેવા દો અને ધોઈ લો. તે ચહેરા અને હાથ પરના વાળથી છુટકારો મેળવવામાં પણ મદદ કરશે.
- મધ, ખાંડ અને લીંબુનો રસ બધું 1 ચમચીમાં લો. આને એક ચમચી વડે હલાવો. ત્યારબાદ આ મિશ્રણને ચહેરા પર જ્યાં વાળ હોય ત્યાં લગાવો. 15 થી 20 મિનિટ પછી હળવા હાથે માલિશ કરો અને આ પેકને દૂર કરો. મધ સ્ટીકી હોવાથી આ પેક વાળ દૂર કરવામાં મદદ કરશે. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર ચોક્કસ કરી શકો છો.
- એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. પછી તેની મિક્સર પર પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો. તે વાળ ખરવામાં મદદ કરી શકે છે. અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય કરવાથી ચહેરાના વાળ દૂર થશે.





