Skin Care Tips : 30 વર્ષની વયના લોકો માટે આ ખાસ સ્કિનકેર ટીપ્સ

Skin Care Tips : સ્કિન કેવી દેખાય છે અને સ્કિન ટાઈપ શું છે તે ધ્યાનમાં ન લઈએ તો કોઈપણની સ્કિન સૂર્યથી પ્રભાવિત થઈ શકે છે. સૂર્યના હાનિકારક કિરણોથી સ્કિનને સુરક્ષિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
August 29, 2023 08:30 IST
Skin Care Tips : 30 વર્ષની વયના લોકો માટે આ ખાસ સ્કિનકેર ટીપ્સ
સ્કિનકેર ટીપ્સ : 30 વર્ષની વયના લોકો માટે આ ખાસ સ્કિનકેર ટીપ્સ (અનસ્પ્લેશ)

આપણે બધા આપણી સ્કિનને હંમેશા હેલ્થી અને ચમકતી રાખવા માંગીએ છીએ, ત્યારે તેની એટલી ખાતરી કરવી પણ જરૂરી છે. જો કે, આપણા ડેઇલી બીઝી રૂટિનમાં જોતા, આપણે આ મેઈન કામને ચૂકી જઈએ છીએ, એટલે કે સ્કિનની યોગ્ય કાળજી લેવાનું રહી જાય છે, ખાસ કરીને 30 વર્ષની ઉંમરે. પરંતુ સારી અને ચમકતી સ્કિન માટે આ સરળ સ્કિન કેર ટિપ્સ તમારે જરૂર ફોલૉ કરવી જોઈએ,

સ્કિનની યોગ્ય રીતે કાળજી લેવા માટે તમારે પહેલા તમારી સ્કિનનો ટાઈપ શું છે તે જાણવું જરૂરી છે. સ્કિન ટાઈપ અનુસાર, તમારા ક્યાં પ્રકારની સ્કિનકેર પ્રોડક્ટ્સ ખરીદવી તે ઓળખવા અને પસંદ કરવાનું સરળ બને છે. કસ્ટમર એક્સપિરિયન્સ ટ્રેનર પૂજા મલ્હોત્રા કહે છે, “વિવિધ પ્રકારની સ્કિન ટાઈપ હોય છે એટલે કે ડ્રાય સ્કિન,સેન્સિટિવ સ્કિન, ઓઈલી સ્કિન, નોર્મલ સ્કિન વગેરે, અને તે મુજબ વ્યક્તિએ સ્કિનકેરની ટેક્નિક અનુસરવી જોઈએ અને પ્રોડક્ટસની ખરીદી કરવી જોઈએ.

આ પણ વાંચો:Health Tips : સદગુરુ જગ્ગી વાસુદેવ દિવસભર એકટીવ અને ફિટ રહેવા સવારના નાશ્તામાં આ ફૂડનું સેવન કરે છે

નીચે કેટલીક ખૂબ જ સરળ સ્કિનકૅર ટિપ્સ છે, જે ચોક્કસપણે રિઝલ્ટ આપવામાં મદદ કરી શકે છે.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો

સ્કિન કેવી દેખાય છે અને સ્કિન ટાઈપ શું છે તે ધ્યાનમાં લીધા ન લઈએ તો કોઈપણની સ્કિન સૂર્યથી પ્રભાવિત થઈ શકે છે. સૂર્યના હાનિકારક કિરણોથી સ્કિન ને સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તમે તમારી આંખોની આસપાસ મિનિટની ફાઇન લાઇન્સ દેખાશે. તેથી સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવા માટે યોગ્ય સનસ્ક્રીન સાથે લેયર અપ કરવામાં કોઈ નુકસાન નથી. ભૂલ્યા વગર સનસ્ક્રીન લગાવવું એ તમારી ડેઇલી સ્કિનકૅર રૂટિનનો એક ભાગ હોવો જોઈએ.

તમારી સ્કિનને નિયમિતપણે એક્સફોલિએટ કરો

એક્સ્ફોલિએટિંગ એ મૂળભૂત રીતે સ્કિનમાંથી મૃત ત્વચા(ડેડ સ્કિન)ના કોષોને દૂર કરવાનું છે જે, જો યોગ્ય રીતે દૂર કરવામાં ન આવે તો, ડ્રાય, ફ્લેકી પેચ અને છિદ્રોમાં પરિણમી શકે છે. ત્વચાને એક્સ્ફોલિએટ કરવાથી તે ચમકદાર દેખાય છે અને તેની અસરકારકતામાં સુધારો થાય છે. એક્સફોલિએટિંગ કાં તો મેન્યુઅલ સ્ક્રબિંગ અથવા રબિંગ દ્વારા અથવા અમુક પ્રોડક્ટસનો ઉપયોગ કરીને કરી શકાય છે જે સ્કિનને યોગ્ય રીતે એક્સ્ફોલિએટ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Raksha Bandhan 2023 : રક્ષાબંધન માટે આ હેલ્થી અને ટેસ્ટી મિલેટ રાખડી બનાવો, જાણો ખાસ રેસિપી

પુષ્કળ પાણી પીઓ અને સ્કિનને હંમેશા હાઇડ્રેટ રાખો

પાણી એ મનુષ્યની એક મૂળભૂત જરૂરિયાત છે અને એવી વસ્તુ છે જેના વિના કોઈ જીવી શકે નહીં. પાણીના યોગ્ય સેવન વિના, સ્કિન નિસ્તેજ કરચલીઓ અને છિદ્રો વધુ દેખાઈ શકે છે, વધારે પ્રમાણમાં પાણી પીવાથી સ્કિન યોગ્ય રીતે હાઇડ્રેટ થાય છે અને તે ચમકદાર બને છે.

હેલ્થી ખાઓ અને સારી ઊંઘ લો

તમારી સ્કિન ઓઈલી હોય તો જંક ફૂડ ખાવાથી સ્કિન માટે સારું નથી તેનથી છિદ્રો અને ખીલ થઇ જાય છે. આ ઉપરાંત, સ્કિનને આરામ આપવા અને ફાઇન લાઇન્સ, કરચલીઓ અને ઉંમરના ફોલ્લીઓ સામે લડવામાં મદદ કરવા માટે યોગ્ય ઊંઘ જરૂરી છે. યોગ્ય સ્કિનકેર માટે તમામ પ્રોડક્ટ્સ અને ક્રિમનો ઉપયોગ કરવા ઉપરાંત, ડાયટ હેલ્થીલેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તંદુરસ્ત ખોરાક ખાઓ અને વધુ સારી ત્વચા માટે રાત્રે યોગ્ય ઊંઘ પણ લો.

સૂતા પહેલા હંમેશા મેકઅપ રીમુવ કરો

સૂતા પહેલા મેકઅપ દૂર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે રાત્રે તમારી સ્કિનને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ સૂતા પહેલા મેકઅપ રીમુવરનો ઉપયોગ કરવો અને પછી તમારી સ્કિનને યોગ્ય શ્વાસ લેવામાં મદદ કરવા માટે તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવું મહત્વપૂર્ણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ