Skin Care : શું ગ્લોઈંગ સ્કિન માટે ચોખાના લોટનું કોરિયન ફેસ માસ્ક અસરકારક સાબિત થઇ?

Skin Care : ચોખાનો લોટ કુદરતી એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે, સ્કિનના ડેડ સેલ્સને દૂર કરે છે, છિદ્રોને બંધ કરે છે, અને ત્વચાની રચનામાં સુધારો કરી શકે છે. તેના અન્ય ફાયદા અને સ્કિનને કેવી રીતે અસર કરે, જાણો

Written by shivani chauhan
April 22, 2024 14:57 IST
Skin Care : શું ગ્લોઈંગ સ્કિન માટે ચોખાના લોટનું કોરિયન ફેસ માસ્ક અસરકારક સાબિત થઇ?
શું ગ્લોઈંગ સ્કિન માટે ચોખાના લોટનું કોરિયન ફેસ માસ્ક અસરકારક સાબિત થઇ? (Canva)

Skin Care : ઈન્ટરનેટ પર દરરોજ અવનવી બ્યુટી ટિપ્સ વિષે ટ્રેન્ડ થતું રહે છે. એક નવા કે-બ્યુટી સિક્રેટ ટ્રેન્ડિંગમાં છે, જેમાં કહ્યું છે કે, ચોખાના લોટનો ફેસ માસ્ક ” થી ગ્લાસ જેવી ચમકતી સ્કીન” થઇ શકે છે. તાજેતરમાં, બ્યુટી ઇન્ફ્યુએન્સર નૃતિ એસએ વાયરલ કોરિયન ચોખાના લોટના માસ્કની રેસીપી શેર કરી છે. અહીં જાણો

skin care tips
શું ગ્લોઈંગ સ્કિન માટે ચોખાના લોટનું કોરિયન ફેસ માસ્ક અસરકારક સાબિત થઇ? (Canva)

નૃતિ એસએ કહ્યું, “ હું કાચ જેવી સ્કિન ચમકતી સ્કિન માટે વાયરલ કોરિયન માસ્ક અજમાવી રહી છું જે સારા પરિણામો આપી શકે છે. ફેસ માસ્ક બનાવ માટે બે ચમચી ચોખાનો લોટ, બે ચમચી દહીં અથવા કાચું દૂધ અને એક ચમચી મધની જરૂર પડશે. તેને સારી રીતે મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો. તેને 10 મિનિટ માટે રહેવા દો અને ધોઈ લો. તમે માત્ર બે અઠવાડિયામાં ફર્ક જોઈ શકો છો.”

આ પણ વાંચો: Korean Creams : શું કોરિયન ક્રિમ ખરેખર ભારતીય લોકોની સ્કિન પર અસરકારક છે?

શું આ સરળ ઉપાય ખરેખર કામ કરી શકે છે? જાણો એક્સપર્ટ શું કહે છે?

દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ, ડર્મેટોલોજી, ડૉ. ડી.એમ. મહાજનના જણાવ્યા અનુસાર , ચોખાના લોટ, મધ અને દહીંથી બનેલા વાઈરલ માસ્કથી સ્કિનને વિવિધ ફાયદા થાય છે.

“ચોખાનો લોટ કુદરતી એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે, સ્કિનના ડેડ સેલ્સને દૂર કરે છે, છિદ્રોને બંધ કરે છે, અને ત્વચાની રચનામાં સુધારો કરી શકે છે. તો દહીંમાં લેક્ટિક એસિડ છે જે માઈલ્ડ એક્સ્ફોલિયેશનને પ્રોત્સાહન આપે છે અને હાયપરપીગ્મેન્ટેશનને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત મધ એ કુદરતી હ્યુમેક્ટન્ટ છે, જે ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે, તેને હાઇડ્રેટેડ અને સોફ્ટ રાખે છે.”

આ ઉપરાંત નોઈડાની યથાર્થ હોસ્પિટલના સલાહકાર ડર્મેટોલોજિસ્ટ ડૉ. હેન્ના શર્માએ જણાવ્યું કે, તે ખાસ કરીને ઓઈલી સ્કિન ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. વાયરલ માસ્ક અસરકારક રીતે તેલયુક્તતા અને ચમક ઘટાડે છે. તે બળતરા અને લાલાશને પણ ઓછી કરે છે, એન્ટિમાઇક્રોબાયલ અને લેક્ટિક એસિડની સામગ્રી સાથે, માસ્ક ખીલ જેવી સ્કિનની સમસ્યામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે.”

ડર્મેટોલોજિસ્ટએ સાવધાની રાખવાની સલાહ આપી

ડૉ મહાજને કહ્યું કે, “ચોખાના લોટની એક્સ્ફોલિએટિંગ લાક્ષણિકતાઓ અને દહીંની એસિડિક પ્રકૃતિ અમુક પ્રકારની ત્વચા માટે ખૂબ કઠોર હોઈ શકે છે. ખાસ કરીને સેન્સટીવ સ્કિન ધરાવતા લોકો માટે સ્કિનની બળતરા અથવા એલર્જી ટાળવા માટે પેચ ટેસ્ટ જરૂરી છે.”

આ પણ વાંચો: Health Tips : ફેસ વોશ ક્યારે અને કેટલી વખત કરવું જોઇએ? ચહેરો સાફ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવો

ડૉ શર્માએ સમજાવ્યું કે ‘કાચ જેવી સ્કિન’ હાંસલ કરવી એટલી સરળ નથી. જ્યારે ફેસ માસ્ક તંદુરસ્ત ત્વચા માટે ચોક્કસ ફાયદાઓ પ્રદાન કરી શકે છે, ખાસ કરીને હાઇડ્રેશન, એક્સ્ફોલિયેશનઅને તેલ કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તે ટ્રીટમેન્ટનો એક માત્ર ઓપ્શન નથી.

જો તમે આ બ્યુટી ટિપ્સના અપ્રોચ પર વિચાર કરી રહ્યાં છો, તો ડૉ. શર્મા વ્યક્તિગત માર્ગદર્શન માટે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવાની ભલામણ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ