Skin Care Tips : ઘણા ઘરેલું ઉપચાર અસરકારક સાબિત થાય છે, તાજતેરમાં સોશિયલ મીડિયા પર એક સ્કિનકેર માટે ઘરેલુ ઉપાય શેર કર્યો હતો જેની અસરકારકતા વિશે અહીં જાણીએ, ડાયેટિશિયન સોનિયા નારંગના મતે, હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન માટેનો ઉપચાર રસોડામાં રહેલો છે.
તેમણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યું કે આમલી અને કોથમીરનું પાણી સ્કિનની ઘણી સમસ્યાઓનો દૂર કરવાનો અદ્ભુત ઉપાય છે. “આમલીના પલ્પ અને ફ્રેશ કોથમીર (અથવા સ્વાદ માટેના કોઈપણ પાંદડા)માંથી બનાવેલ એક તાજું અને તીખું પીણું છે”.

તેમણે આગળ શેર કર્યું કે, “આંબલીમાં હાયલ્યુરોનિક એસિડ હોય છે, જે કુદરતી રીતે બનતું પોલિસેકરાઇડ છે, જે સ્કિનકેર અદભૂત છે. ” આમલીના પાણીનો સમાવેશ કરીને, ફાઇન લાઇન્સ અને ફોલ્લીઓ ઘટાડી શકાય છે, તે વિટામિન C અને K થી ભરપૂર છે જે કોલેજનના પ્રોડકશનને ઉત્તેજીત કરે છે, સન ડેમેજ અટકાવે છે અને ખીલ મટાડી શકે છે. તેમાં પોટેશિયમ બિટાર્ટ્રેટ, મેલિક અને ટારટેરિક એસિડનો પણ છે જે પાચન તંત્ર સુધારે છે.”
આ પણ વાંચો: Korean Creams : શું કોરિયન ક્રિમ ખરેખર ભારતીય લોકોની સ્કિન પર અસરકારક છે?
પરંતુ શું તે ખરેખર અસરકારક ઉપાય ગણી શકાય?
ધ એસ્થેટિક ક્લિનિક્સના કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર રિંકી કપૂરએ આ સ્કિન કેર વોટરની અસરકારકતા વિષે જણાવ્યું હતું, અહીં જાણો,
આમલી કોથમીરનું પાણી એ કુદરતી ઉપાય છે જે તમારી સ્કિન માટે અજાયબીઓનું કામ કરી શકે છે. આ મિશ્રણ કોથમીરના ગુણ સાથે આમલીના ગુણને જોડે છે, જે પાવરફૂલ સ્કિનટોનિક છે.
તેમણે કહ્યું કે, “આમલી એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે જે મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે, કરચલીઓ અને ફાઇન લાઇન્સ જેવા વૃદ્ધત્વની નિશાનોને ઘટાડે છે. તેમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ્સ (AHAs) પણ છે જે સ્કિનને એક્સ્ફોલિયેટ કરે છે, જે સ્કિનને સોફ્ટનેસ આપે છે. આમલી તેના ત્વચાને ચમકદાર બનાવવાના ગુણો માટે પણ જાણીતી છે, જે ફોલ્લીઓ અને હાયપરપીગ્મેન્ટેશનને દૂર કરવામાં મદદ કરે છે.”
આ પણ વાંચો: Skin Care : શું ગ્લોઈંગ સ્કિન માટે ચોખાના લોટનું કોરિયન ફેસ માસ્ક અસરકારક સાબિત થઇ?
કોથમીર, મિનરલ્સ, વિટામિન્સ અને આવશ્યક તેલથી ભરપૂર છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો છે જે ખીલ પેદા કરતા બેક્ટેરિયા સામે લડવામાં, બળતરા ઘટાડવામાં અને બ્રેકઆઉટ્સને રોકવામાં મદદ કરી શકે છે. કોથમીર કુદરતી ટોનર તરીકે પણ કામ કરે છે, છિદ્રોને કડક કરે છે અને તમારી સ્કિનને હેલ્થી ગ્લો આપે છે.
હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન પ્રાપ્ત કરવા માટે આમલી કોથમીરનું પાણી એ એક સરળ અને અસરકારક કુદરતી ઉપાય છે. તેના સમૃદ્ધ એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો સાથે તે સ્કિનને ટોનિક વૃદ્ધત્વ અને ખીલ સામે લડવામાં મદદ કરી શકે છે. જો કે, તેનો વધુ પડતા વપરાશ પ્રત્યે સાવધાની રાખવી જરૂરી છે. તેથી હેલ્થી ડાયટ અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર સ્કિન માટે વધુ ફરક લાવશે.





