Skincare Tips : શું તમારે ત્વચા પર આખી રાત ગ્લિસરીન લગાવી રાખવું જોઈએ?

Skincare Tips : ડ્રાય અથવા ડીહાઇડ્રેટ સ્કિન ધરાવતી વ્યક્તિઓ માટે, ગ્લિસરિન (glycerin) ભેજ જાળવી રાખવા માટે ગેમ-ચેન્જર બની શકે છે. વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
March 04, 2024 14:20 IST
Skincare Tips : શું તમારે ત્વચા પર આખી રાત ગ્લિસરીન લગાવી રાખવું જોઈએ?
Skincare Tips : સ્કિન કેર ટીપ્સ ત્વચા પર આખી રાત ગ્લિસરીન રાખવું

Skincare Tips : ગ્લિસરીન (Glycerin), તેના ભેજ ગુણધર્મો માટે જાણીતું છે. ગ્લિસરીન (Glycerin) હવે એક લોકપ્રિય સ્કિનકેર (Skincare) ઘટક બની ગયું છે. પરંતુ શું તેને તમારી સ્કિન પર આખી રાત લગાવી રાખવાથી સ્કિનને ખરેખર ફાયદો થશે?આ પ્રેક્ટિસના ફાયદાઓ અને ખામીઓનું અંગે ,કોસ્મેટિક અને ડર્મેટોલોજિસ્ટ ડૉ. રિંકી કપૂરએ માર્ગદર્શન આપ્યું,

Skincare Tips glycerin for skin overnight beauty tips gujarati news
Skincare Tips : સ્કિન કેર ટીપ્સ ત્વચા પર આખી રાત ગ્લિસરીન રાખવું

ડ્રાય અથવા ડીહાઇડ્રેટ સ્કિન ધરાવતી વ્યક્તિઓ માટે, ગ્લિસરિનન ભેજ જાળવી રાખવા માટે ગેમ-ચેન્જર બની શકે છે. તેની નોન-કોમેડોજેનિક પ્રકૃતિ તેને તૈલી અથવા ખીલ-પ્રોન સ્કિન ધરાવતા લોકો માટે પણ યોગ્ય બનાવે છે, કારણ કે તે સ્કિનના છિદ્રોને બંધ કરતું નથી.

આ પણ વાંચો: Cloves : બળતરા વિરોધી ગુણધર્મ ધરાવતા લવિંગ આટલા ગુણકારી!

સૂતા પહેલા ગ્લિસરીન લગાવવાથી આખી રાત સતત હાઇડ્રેશન મળે છે,

ફાઇન લાઇન્સ અને કરચલીઓમાં ઘટાડવો: પર્યાપ્ત હાઇડ્રેશન ત્વચાને ભરાવદાર બનાવે છે, શુષ્કતાને કારણે ફાઇન લાઇન્સ અને કરચલીઓની દૃશ્યતા ઘટાડે છે.

સોફ્ટ સ્કિન : ઊંઘ દરમિયાન કુદરતી રીતે થતી ભેજની ખોટને ભરપાઈ કરીને, ગ્લિસરીન તમારી સ્કિનને નરમ અને વધુ સ્થિતિસ્થાપક બનાવી શકે છે.

ધ્યાનમાં લેવા જેવી બાબતો

ગ્લિસરીન સામાન્ય રીતે સલામત હોવા છતાં, ડૉ. કપૂરે વ્યક્તિગત સેન્સિટિવિટીના મહત્વ પર ભાર મૂક્યો:

વધુ પડતો ભેજ: ભેજવાળા વાતાવરણમાં, લાંબા સમય સુધી ગ્લિસરીનનો ઉપયોગ વધુ પડતા ભેજને આકર્ષિત કરી શકે છે, જેના કારણે ત્વચા પર ચીકણું થઇ શકે છે.

સ્કિનમાં ખંજવાળ: ગ્લિસરિન ક્યારેક બળતરા પેદા કરી શકે છે, ખાસ કરીને સેન્સિટિવ સ્કિન ધરાવતી વ્યક્તિઓમાં. એપ્લાય કરતા પહેલાં પેચ ટેસ્ટ જરૂરી છે.

આ પણ વાંચો: Fruits : ફળ શા માટે દરરોજ ખાવા જોઈએ? સદગુરુએ જણાવ્યા ફાયદા

એલર્જી : એલર્જી હોય અથવા ખરજવું જેવા સ્કિન ઈશ્યુ ધરાવતી વ્યક્તિઓએ ગ્લિસરીનનો ઉપયોગ કરતા પહેલા ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

ગ્લિસરીનનો યોગ્ય ઉપયોગ

  • જો તમે પહેલી વાર ગ્લિસરીન કરો છો, તો તમારા મોઇશ્ચરાઇઝર સાથે મિશ્રિત પાતળા દ્રાવણથી પ્રારંભ કરો.
  • જો ગ્લિસરીનના ઉપયોગથી બળતરા થાય તો યુઝ કરવાનું તરત બંધ કરો.
  • જો ગ્લિસરીનના ઉપયોગથી તમને સ્કિનને લગતી ચિંતા હોય તો ડર્મેટોલોજિસ્ટને સલાહ લો.
  • ગ્લિસરીન સ્કિનકેર રૂટિનમાં ઉપયોગ કરી શકાય છે, તે સ્કિનને હાઈડ્રેટેડ રાખે છે. જો કે, તમારી સ્કિનનો ટાઈપ, સેન્સિટિવિટી અને હવામાન જેવી બાબતો પણ ગ્લિસરીન એપ્લાઈય કરતા પહેલા ધ્યાનમાં રાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ