સવારનો નાસ્તો આપણા ડાયટ નો સૌથી મહત્વ નો ભાગ છે. દિવસની શરૂઆત હંમેશા નાસ્તાથી થાય તો આખો દિવસ સ્ફૂર્તિથી ભરપૂર પસાર થાય છે. જો તમે તમે નાસ્તો નહિ કરો તો તમે ઘણી બીમારીઓને આવકાર આપી રહ્યા છો. સવારનો નાસ્તો સ્કિપ કરવાથી ઘણાં પ્રકારના રોગોનું જોખમ રહે છે.
નાસ્તો કરવાથી હૃદય રોગ, બ્લડ પ્રેશર અને ઊંચ કોલેસ્ટ્રોલનું જોખમ ઓછું થાય છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિક ન્યુટ્રીશનમાં એક રિસર્ચમાં આ વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે જ્યારે લોકો રીતે નાસ્તો સ્કિપ કરે છે તો શરીરમાં ખરેખર શું થાય છે. જે લોકો નાસ્તો નથી કરતા તેમની વધારે કેલરી બર્ન થાય જાય છે. આ આદત તેમને શરીરમાં ખતરનાક જોખમ ઉભુ કરી શકે છે.
ડાયાબિટીસ:
ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં દુનિયાભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધીત જાય છે. નાસ્તો ન કરવાથી ડાયબિટીસ થવાની શક્યતા છે. મુખ્ય રૂપે જોબ- નોકરી કરતા કોલોએ બ્રેકફાસ્ટ સ્કિપ ન કરવો જોઈએ.
આ પણ વાંચો: શિયાળામાં જોઈન્ટ પેઈનથી છુટકારો મેળવવા ઈચ્છો છો ? જાણો ઘરેલુ ઉપાયો
હૃદય રોગની સમસ્યા:
સવારે નાસ્તો ન કરવાથી બ્લડ પ્રેશર સામાન્યથી વધી જાય છે. આ ધમનીઓના રક્ત પ્રવાહને પ્રભાવિત કરે છે. તેથી બ્રેકફાસ્ટ સ્કિપ ન કરવું જોઈએ.
વજન વધવું :
જો તમે સવારે સસ્તો કરવાનું છોડી દો છો તો લંચ અને ડિનરમાં તમને વધારે ભૂખ લાગે છે. તમે ત્યારે વધારે કેલરી, ખાંડ, સેચ્યુરેટેડ ફેટનું સેવન કરો છો, તેથી વજન ઝડપથી વધે છે.
આ પણ વાંચો: Avoid Foods in Diet: આ 4 ફૂડ્સ આજેજ કરો ડાયટમાંથી કરો સ્કિપ, અહીં જાણો કેમ
કેન્સરનું જોખમ:
રિસર્ચ મુજબ જો તમે દીવસની શરૂઆત નાસ્તા નથી કરતા તો તમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે કે તમે કેન્સરનો શિકાર પણ થઇ શકો છો. તેથી નાસ્તો સ્કિપ કરવો નહી.
હાઇપોગ્લેસેમિયા
નાસ્તો ન કરવાથી બ્લડ શુગરની જેવી તકલીફ પણ ઉભી કરી શકે છે. કારણ કે જયારે તમે નાસ્તો સ્કિપ કરો છો તો બ્લડ શુગરનું સ્તર ઓછું થઇ જાય છે. તે બ્લડ પ્રેશર અને માથાના દુખાવાને ટ્રીગર કરી શકે છે. આ ઉપરાંત તમે દિવસભર નબળાઈ અનુભવી શકો છો.