Best Tips For Good Sleeping AT Night Form Sadhguru : આજની વ્યસ્ત લાઇફ સ્ટાઈલમાં આપણે હજારો – લાખો વાત યાદ રાખવી પડે છે, જે મગજને ભારે કરી છે. આવા વાતાવરણમાં શરીર ગમે તેટલુ થાકેલુ હોય, રાત્રે પણ લોકો શાંતિથી સૂઈ શકતા નથી. લોકો પડખા ફેરવીને રાત વિતાવતા હોય છે. દુનિયાભરમાં 10 કરોડ લોકો સ્લીપ એપનિયા એટલે અનિંદ્રાની સમસ્યાથી પીડિત છે. 80 ટકાથી વધુ લોકો આ રોગ વિશે અજાણ છે. અનિદ્રા એ સૌથી સામાન્ય ઊંઘની બીમારી પૈકીની એક છે જેમાં વ્યક્તિ સતત ઊંઘતા રહે છે અથવા ખૂબ વહેલા જાગી જાય છે અથવા બિલકુલ ઊંઘી શકતી નથી. અનિદ્રા તમારી ઉર્જા, આરોગ્ય, દૃષ્ટિકોણ, કાર્ય પ્રદર્શન અને જીવનની સાર્વત્રિક ગુણવત્તાને ઘટાડી શકે છે.
સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, જો તમે સૂતા પહેલા કેટલીક ખાસ ટ્રીક અપનાવશો તો તમને ઊંઘ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે અને તમને શાંતિપૂર્ણ ઊંઘ પણ આવશે. જો તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખશો, તો તમારા મનમાં રહેલા નકારાત્મક અને સકારાત્મક પાસાઓ, સુખ અને ઉદાસીનતા તમારી ઊંઘને અસર કરશે નહીં. ચાલો આપણે સદગુરુ પાસેથી જાણીએ કે શાંતિપૂર્ણ ઊંઘ મેળવવા માટે કઇ ટીપ્સ અને ટ્રીક્સ અપનાવવી જોઈએ.
ઊંધવાન 3 કલાક પહેલા ભોજન જમવું
સદગુરુ જગ્સી વાસુદેવ અનુસાર, જો તમે રાત્રે શાંતિથી સૂવા માંગતા હોવ તો સૂવાના 2-3 કલાક પહેલા ભોજન કરી લો. જો તમે જમ્યા પછી સીધા સૂઈ જાવ તો તમને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા ભોજન કરવું.
ઊંધતા પહેલા સ્નાન કરો
સદગુરુ અનુસાર, જો તમારે રાત્રે શાંતિપૂર્ણ ઊંઘ લેવી હોય, તો તમારે રાત્રે સૂતા પહેલા ઠંડા અથવા હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. યાદ રાખો કે સ્નાન માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ ન કરો. જો તમે મોડી રાત્રે નહાશો તો પણ તમે બેશક થોડી મોડા ઊંઘશો પણ તમને સારી ઊંઘ આવશે. નહાવાથી શરીરની ગંદકી તો સાફ થાય જ છે સાથે સાથે તમને હળવો અનુભવ થશે. જો આપણે હૂંફાળા પાણીમાં સ્નાન કરીએ તો આપણી ત્વચા સાફ થઈ જાય છે.
રૂમમાં ઓર્ગેનિક લેમ્પ લગાવો
રાત્રે સૂતા પહેલા રૂમમાં ઓર્ગેનિક લેમ્પ લગાવો. ઓર્ગેનિક લેમ્પ એટલે કે તમે દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવવા માટે, સામાન્ય રસોઈ તેલ અને કોટનનો ઉપયોગ કરો. રૂમમાં ઓર્ગેનિક લેમ્પ લગાવવાથી તમને શાંતિપૂર્ણ ઊંઘ મળશે.
સૂતા પહેલા પથારીમાં અમુક યોગાસન કરો
જો તમે રાત્રે શાંતિથી સૂવા માંગતા હોવ તો રાત્રે પલંગ પર બેસીને અમુક યોગાસન કરો. જો તમે પથારીમાં સૂતા પહેલા 15 મિનિટ યોગ કરશો તો તમારું મન અને શરીર બંને હળવાશ અનુભવશે અને તમને રાત્રે શાંતિપૂર્ણ ઊંઘ આવશે.
આ પણ વાંચો | આ પાવરફૂલ જ્યુસ બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખશે અને ભરપૂર એનર્જી આપશે; સદગુરુ પાસેથી જાણો ડાયાબિટીસની હેલ્થ ટીપ્સ
તમારી જાતને યાદ કરાવો કે તમે કોણ છો
ઊંઘવાની પહેલા થોડીવાર પોતાના વિશે વિચારો. તમારે યાદ રાખવું જોઈએ કે આ શરીર અને મન તમારું નથી. એકવાર શ્વાસ લેતી વખતે ધ્યાન કરો કે આ શરીર મારું નથી અને પછી શ્વાસ છોડતી વખતે ધ્યાન કરો કે આ મન તમારું નથી. શ્વાસ લેવાની અને બહાર કાઢવાની આ કસરતો તમને ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ આપશે.