How To Reduce Child Screen Time : સ્માર્ટફોન આજના સમયમાં બહુ ઉપયોગી છે. સ્માર્ટફોન વડે આંગળીના ટેરવે ઘણા બધા કામ ઘરે બેઠાં પતાવી શકાય છે. અલબત્ત સ્માર્ટફોન જોવાની ટેવ એક ખરાબ આદાત બની રહી છે અને તેનો ભોગ મોટી ઉંમરના લોકોથી લઇ નાના બાળકો બની રહ્યા છે. લાંબા સમય સુધી સ્માર્ટફોન જોવાની આદાત શારીરિક અને માનસિક રીતે ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં બાળકોને લાંબા સમય સુધી સ્માર્ટફોન જોવાથી રોકવા માટે અમુક ટીપ્સ અજમાવી શકાય છે.
હકીકતમાં, લાંબા સમય સુધી સ્ક્રીન સાથે રહેવાથી તેમને ઘણી સમસ્યાઓ થઈ રહી છે. ડિજિટલ ડિવાઇસની સ્ક્રીન તેમની આંખો, ઊંઘ અને માનસિક વિકાસ પર પણ અસર કરવા લાગી છે. ખાસ કરીને આજના સમયમાં રીલ જોવાની આદત બાળકોને શારીરિક અને માનસિક રીતે નબળી બનાવી રહી છે. આવી સ્થિતિમાં, જો તમારું બાળક પણ મોબાઇલ જોવાનું વ્યસની બની ગયું છે, તો પછી કેટલીક ખાસ ટિપ્સને અનુસરીને મોબાઇલ જોવાની કુટેવ દૂર કરી શકાય છે.
સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરો
જો તમારું બાળક મોબાઇલ જોયા વગર રહી શકતું નથી, તો સૌથી પહેલા તેના માટે સમય નક્કી કરો. જેમા તમે ટીવી, મોબાઇલ પર અભ્યાસ બધું જ સામેલ કરી શકો છો. આ સાથે જ ધ્યાન રાખો કે તે એક સમયે અડધા કલાકથી વધુ સમય સુધી સ્ક્રીન સામે ન જુએ. અઠવાડિયામાં એકવાર નો સ્ક્રીન ડે જેવો નિયમ પણ બનાવો. તેનાથી ધીમે ધીમે મોબાઇલ જોવાનું વ્યસન ઘટશે.
ઘરની બહાર રમવા મોકલો
બાળકોને મોબાઇલ પર ગેમ્સ રમવાને બદલે આઉટડોર ગેમ્સ રમવા માટે પ્રોત્સાહિત કરો. આ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ તરફ દોરી જાય છે. આ સાથે જ તેઓ તેમની આસપાસની વસ્તુઓ પણ જોઈ શકશે. જો બાળકને કોઇ શોખ છે તો તેને ટેકો આપો છો. તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢો અને બાળકો સાથે સમય વિતાવો. તમે તેમની સાથે સાયકલ ચલાવવા જઈ શકો છો અથવા તેમને બેડમિન્ટન રમવા લઈ જઈ શકો છો.
સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો
બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે, તમે તેમનું ધ્યાન ઘરે કેટલીક સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત કરી શકો છો. આમાં ડ્રોઇંગ, પેઇન્ટિંગ, પઝલ ગેમ્સ અથવા પુસ્તકો વાંચવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આનાથી બાળકોનું ધ્યાન ફોન પરથી હટાવશે અને તેમને નવી વસ્તુઓ શીખવામાં રસ વધશે.
માતાપિતા પણ મોબાઇલ જોવાનું બંધ કરે
જો તમે તમારા બાળકોની મોબાઈલ જોવાની આદાત છોડાવવા માંગતા હોય તો સૌથી પહેલા તમારે જાતે જ આ વ્યસન છોડવું પડશે. તમારા બાળકો સાથેના સમય દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ બિલકુલ ન કરો. તેમની સાથે સમય વિતાવો અને તેમને કંઈક સારું શીખવો.
આ પણ વાંચો | આમળા મુરબ્બો સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો, ઘરે આ રીતે બનાવો
બાળકોને સમજાવો
બાય ધ વે, બાળકોને સમજાવવું સરળ નથી. તેમ છતાં, તમારે તેમને મોબાઇલના ઉપયોગ વિશે સમજાવવું જોઈએ. તમે મોબાઇલના ફાયદા અને ગેરફાયદા બંને કહી શકો છો. સાથે જ જણાવો કે મોબાઈલનો ઉપયોગ કેટલો સમય અને ક્યારે કરવો વધુ સારો છે.
Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.





