Black Lips Remedy : હોઠ ચહેરાની સુંદરતા જાળવી રાખે છે. ગુલાબી અને સ્વસ્થ હોઠ સુંદરતા વધારે છે, તેમજ તે આત્મવિશ્વાસમાં વધારો કરે છે. જો કે, ઘણા લોકો ધૂમ્રપાન કરે છે, જેના કારણે તેમના હોઠ કાળા થઈ જાય છે. હકીકતમાં તેમા નિકોટિન અને ટાર હોય છે, જે સમય જતાં હોઠનો રંગ કાળો કરે છે.
જો તમે પણ ધૂમ્રપાન કરો છો અને તમારા હોઠ કાળા થઈ ગયા છે, તો પછી અમુક ખાસ ટીપ્સ અનુસરીને તમે તમારા હોઠને કાળા માંથી નેચરલી ગુલાબી અને આકર્ષક બનાવી શકો છો.
હોઠ પર મધ અને લીંબુ લગાવો
જો તમારા હોઠ કાળા થઈ ગયા છે, તો તમે લીંબુ અને મધને મિક્સ કરી તેને ગુલાબી બનાવી શકો છો. હકીકતમાં, તેમાં ઘણા પ્રકારના એન્ઝાઇમ અને વિટામિન સી હોય છે, જે મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં હાજર મધ હોઠને પણ મોઇશ્ચરાઇઝ કરે છે.
કેવી રીતે ઉપયોગ કરવો?
હોઠ પર મધ અને લીંબુ લગાવવા માટે પહેલા અડધો લીંબુ નિચોવો. હવે તેમાં અડધી ચમચી મધ ઉમેરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટ હળવા હાથથી તમારા હોઠ પર લગાવો. તેને લગભગ 10 થી 15 મિનિટ માટે રહેવા દો. થોડી વાર પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. તમે આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરી શકો છો. આનાથી થોડા દિવસોમાં તમારા હોઠ કાળા રંગથી ગુલાબી થઈ જશે.
આ પણ વાંચો | દૂધ સાથે સફરજન ખાવું કે નહી? જાણો ફાયદા અને ગેરફાયદા
બીટનો રસ લગાવો
બીટરૂટનો ઉપયોગ હોઠને કાળાથી ગુલાબી બનાવવા માટે પણ થઈ શકે છે. હકીકતમાં, બીટરૂટનો રસ હોઠને કુદરતી રીતે ગુલાબી બનાવે છે. તમે દરરોજ સૂતા પહેલા તેને તમારા હોઠ પર લગાવી શકો છો. થોડા દિવસોમાં તેમાં સુધારો થવા લાગશે. હોઠ પર બીટરૂટ લગાવવાથી તે નરમ રહે છે.