હેલ્થ ટિપ્સ: શું નસકોરા ખાતી વ્યક્તિને ડાયાબિટીસ થવાનું જોખમ છે?

હેલ્થ ટિપ્સ: અપૂરતી ઊંઘ ઇન્સ્યુલિનના કાર્યને અસર કરી શકે છે, જે બ્લડ સુગરનું લેવલને વધારી શકે છે.

હેલ્થ ટિપ્સ: અપૂરતી ઊંઘ ઇન્સ્યુલિનના કાર્યને અસર કરી શકે છે, જે બ્લડ સુગરનું લેવલને વધારી શકે છે.

author-image
shivani chauhan
New Update
snoring effects on diabetic patients health tips gujarati news

હેલ્થ ટિપ્સ: શું નસકોરા ખાતી વ્યક્તિને ડાયાબિટીસ થવાનું જોખમ છે? (Photo : Canva)

હેલ્થ ટિપ્સ: આપણા રોજિંદા વ્યસ્ત જીવનમાં આપણે સ્વાસ્થ્ય (Health) પર ધ્યાન આપતા નથી અને તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ઉંમર અને બદલાતી જીવનશૈલી(Lifestyle) ની આદતોને કારણે ઊંઘ પર અસર થાય છે. આ રીતે, સ્લીપિંગ સિકનેસની શક્યતા પણ વધી જાય છે. સૌથી સામાન્ય રોગ 'સ્લીપ એપનિયા' છે. આ રોગવાળા વ્યક્તિને સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શ્વાસ રૂંધાય છે. તેના ઘણા લક્ષણો છે, પરંતુ સૌથી સ્પષ્ટ લક્ષણ નસકોરા (snoring) છે. જોરથી નસકોરા બોલવા, સારી ઊંઘ લીધા પછી પણ બીજા દિવસે થાક લાગવો એ મુખ્ય લક્ષણો છે. નિષ્ણાતોના મતે, જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. શું સ્લીપ એપનિયા ડાયાબિટીસ (Diabetes) સાથે સંબંધિત છે? અહીં જાણો

Advertisment

એક્સપર્ટે કહ્યું કે, “નસકોરા (snoring) અને ડાયાબિટીસ (Diabetes) કેટલાક સામાન્ય જોખમી પરિબળોને વહેંચે છે, જેમાંથી એક સ્થૂળતા છે. સ્થૂળતાના કારણે ઘણા લોકો નસકોરાથી પીડાય છે. આ સિવાય મેદસ્વિતા પણ ડાયાબિટીસનું કારણ બને છે. સ્થૂળતા ઇન્સ્યુલિનની ક્રિયામાં દખલ કરે છે. નસકોરા ગ્લુકોઝ ચયાપચયને બદલે છે, જે ઇન્સ્યુલિન માટે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મુશ્કેલ બનાવે છે, આનાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચો: ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે આ ચાર પોષક તત્વ, ઉણપથી બાળક પર ખતરો, અહીં જાણો

એક એક્સપર્ટે કહ્યું કે, “યોગ્ય ઊંઘનો અભાવ ઇન્સ્યુલિનના કાર્યને અસર કરી શકે છે, જે બ્લડ સુગરનું લેવલને વધારી શકે છે. ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ પણ અપૂરતી ઊંઘથી પ્રભાવિત થઈ શકે છે. અપૂરતી ઊંઘ ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. ઊંઘ સંબંધિત ઘણી સમસ્યાઓ ટાઇપ 2 ડાયાબિટીસના લક્ષણો છે.

Advertisment

જર્નલ ઓફ પલ્મોનોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસ મેલીટસ અને સ્લીપ એપનિયા એ સામાન્ય રોગો છે જે ઘણીવાર એકસાથે થાય છે. ડાયાબિટીસ મેલીટસમાં, શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા કોષો શરીરમાં ઉત્પન્ન થતા ઇન્સ્યુલિનને પ્રતિસાદ આપતા નથી.

એક્સપર્ટએ કહ્યું કે , “ચારમાંથી એક ડાયાબિટીસના દર્દીઓને સ્લીપ એપનિયા હોઈ શકે છે. આ ઉપરાંત, સ્લીપ એપનિયા માત્ર ડાયાબિટીસ જ નહીં, ક્રોનિક રોગો તરફ દોરી શકે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા, હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. જો તમે તેની સારવાર ન કરો તો, તમે આખી રાત ઊંઘ્યા પછી પણ બીજા દિવસે થાક અનુભવી શકો છો, અથવા જ્યારે તમે સૂતા હોવ ત્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.''

સ્લીપ એપનિયાના લક્ષણોમાં નબળાઈ લાગવી, કોઈપણ વસ્તુમાં રસ ન હોવો, સતત મૂડ સ્વિંગ અથવા ચીડિયાપણું શામેલ હોઈ શકે છે. એક્સપર્ટે કહ્યું કે, ''જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે તમારા અંગોને આરામની જરૂર હોય છે. જ્યારે તમે રાત્રે નસકોરા કરો છો, ત્યારે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. જે લોકો નસકોરાં કરે છે તેમના ફેફસાં અને હૃદય પર તાણ આવે છે, તેથી તેઓ આરામમાં હોય ત્યારે પણ કામ કરવું પડે છે, જેના પરિણામે બીજા દિવસે થાક લાગે છે.”

આ પણ વાંચો: ઉત્તરાયણની મજા માણવાની સાથે વિટામિન D ગ્રહણ કરવાનું ચૂકતા નહીં, આ છે ફાયદા

સ્લીપ એપનિયા ડાયાબિટીસ સહિત અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જોખમી પરિબળ છે. તેથી નિષ્ણાતોએ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. નિયમિત વ્યાયામ કરો, યોગ કરો, નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લો અને બને તેટલી વહેલી તકે સારવાર લો.

એક્સપર્ટે કહ્યું કે,

  • બપોરે અને સાંજે કોફી ન લો. તે તમારા શરીરને આઠ કલાક સુધી અસર કરી શકે છે.
  • રાત્રે આલ્કોહોલ ન પીવો, તે તમને સૂતી વખતે શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવી શકે છે. તમે વારંવાર જાગી શકો છો.
  • રાત્રે વધારે ન ખાવું અને મોડું પણ ન ખાવું. મોડા ખાવાથી રાત્રે બ્લડ શુગર લેવલ વધી જાય છે અને અપચો થઈ શકે છે.
  • બપોરે 3 વાગ્યા પછી થોડો આરામ કરો. જ્યારે સૂવાનો સમય થશે ત્યારે તમને થાક લાગશે નહીં.
  • નિકોટિનથી દૂર રહો. તેની શરીર પર કોફી જેવી જ અસર થાય છે.
શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips