સોહા અલી ખાને માતા શર્મિલા ટાગોર અને પુત્રી ઇનાયાની યોગાસન કરતી શેયર કરી તસવીર

Soha ali khan and vrikshasana yoga: સોહા અલી ખાન (Soha ali khan) પુત્રી ઇનાયા નૌમી ખેમી (inaaya naumi khemi)અને માતા શર્મિલા ટાગોર(sharmila tagore) સાથે વૃક્ષાસન યોગ (vrikshasana yoga) કરતી તસ્વીર ઇન્સ્ટાગ્રામ (instagram) પર શેયર કરી હતી. આ યોગાસન (yoga pose)પગને મજબૂત કરે છે, તે શરીર તેમજ મનને સંતુલિત કરવામાં મદદ કરે છે.

Written by shivani chauhan
Updated : January 17, 2023 08:59 IST
સોહા અલી ખાને માતા શર્મિલા ટાગોર અને પુત્રી ઇનાયાની યોગાસન કરતી શેયર કરી તસવીર
પુત્રી ઇનાયા અને માતા શર્મિલા ટાગોર સાથે સોહા અલી ખાન (સ્રોત: સોહા અલી ખાન/ઇન્સ્ટાગ્રામ)

Jayashree Narayanan : સોહા અલી ખાન માને છે કે કોઈ વ્યક્તિ “યોગ માટે ક્યારેય ખૂબ નાનો કે વૃદ્ધ હોતું નથી”, આ હકીકત તેણીએ તેની માતા શર્મિલા ટાગોર અને તેની પુત્રી ઈનાયા નૌમી ખેમુ, જે 5 વર્ષની છે, તેમની સાથે યોગ કરતી એક તસ્વીર શેયર કરી હતી. હશ હશ સિરીઝની અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સુંદર યોગ કરતી એક ઝલક શેર કરી જેમાં દાદી-પૌત્રીની જોડી વૃક્ષાસન અથવા ટ્રી પોઝ કરતા જોવા મળ્યા હતા.

વૃક્ષાસન કેવી રીતે કરવું

  • તમારી બાજુમાં તમારા હાથ રાખીને ઊંચા અને સીધા ઊભા રહો.
  • તમારા જમણા ઘૂંટણને વાળો અને જમણો પગ ડાબી જાંઘ પર રાખો, ઊંચો એવો રાખો કે પગનો તળો જાંઘની નજીક સપાટ અને મજબૂત રીતે મૂકવો જોઈએ.
  • સંતુલન. ઊંડો શ્વાસ અંદર લો. ધીમે ધીમે તમારા હાથ તમારા માથા ઉપર બાજુથી ઉભા કરો અને નમસ્તે પોઝમાં તમારી હથેળીઓને એકસાથે લાવો.

આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

તમારે વૃક્ષાસન શા માટે કરવું જોઈએ?

પગને મજબૂત કરે છે, તે શરીર તેમજ મનને સંતુલિત કરવામાં મદદ કરે છે, પ્રેક્ટિશનરો શેર કરે છે. યોગા ઉત્સાહી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ એક સેલ્ફ કબૂલાતમાં શેર કર્યું કે આ પ્રેક્ટિસ શાંતની ભાવના પ્રેરિત કરે છે. “આ યોગાસન પગને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તે આત્મવિશ્વાસ અને આત્મગૌરવ વધારવામાં મદદ કરે છે કારણ કે તે શરીર, મન અને આત્માને સંરેખિત કરે છે અને શાંત કરે છે.

શા માટે યોગ દરેક ઉંમરના વ્યક્તિ કરી શકે છે?

યોગની પ્રેક્ટિસને “અત્યંત લવચીક” ગણાવતા, યોગ ટ્રેનર ઇરા ત્રિવેદીએ indianexpress.comને જણાવ્યું હતું કે આ પ્રેક્ટિસ “કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે.” ત્રિવેદીએ કહ્યું હતું કે “યોગ યુવાન અને વૃદ્ધો દ્વારા પણ થઇ શકે છે. તે કટ્ટર પ્રથા નથી. ઉદાહરણ તરીકે, જે લોકોને સહાયની જરૂર હોય તેઓ પ્રોપ્સનો ઉપયોગ કરી શકે છે. નાની વય જૂથના લોકો માટે, અમે આસનને વધુ એન્ટરટેઈનીંગ અને એકટીવ બનાવવા માટે તેને બદલતા રહીયે છીએ. યોગનું સુંદર પાસું એ છે કે તેને જુદી જુદી ઉંમર માટે, વિવિધ ઋતુઓમાં અને તમારા જીવનના જુદા જુદા સમય માટે પણ એડજસ્ટ કરી શકાય છે. કેટલીકવાર, આપણે આપણા સ્નાયુઓ પર કામ કરવાની જરૂર હોય છે, અને ક્યારેક, આપણે આપણી નર્વસ સિસ્ટમ અને આપણી લાગણીઓ પર કામ કરવાની જરૂર હોય છે. યોગ આપણને તે બધું કરવા માટે સુગમતા આપે છે.”

આ પણ વાંચો: શું સફરજનનો જ્યુસ તમારા પેટની ચરબી ઘટાડી શકે છે ખરા? જાણો વિવિધ અભ્યાસ શું કહે છે

પ્રમાણિત યોગ ટ્રેનર (આયુષ મંત્રાલય) સંજય હીરાલાલ ઓસ્તવાલે indianexpress.com ને જણાવ્યું કે યોગ દરેક ઉંમરના લોકો માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે,“યોગા તણાવ દૂર કરવા, માઇન્ડફુલનેસ, સ્વસ્થ આહાર, વજન ઘટાડવા અને ગુણવત્તાયુક્ત ઊંઘને ​​સમર્થન આપે છે. તે માત્ર તમે કયા પ્રકારનો યોગ કરો છો તેના પર ડીપેન્ડ કરે છે. યોગ શક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ