Sonakshi Sinha Skincare : એકટ્રેસ સોનાક્ષી સિંહા સિક્રેટ સ્કિનકેર રૂટિન

Sonakshi Sinha Skincare : એકટ્રેસ સોનાક્ષી સિંહા ફેસ પર બેઝમાં ટિન્ટેડ સનસ્ક્રીન ત્યારબાદ કન્સિલર પછી આઈલાઈનર અને લિપસ્ટિક કરે છે, તે કહે છે મેકઅપ લગાવીને સૂવું એ સ્કિનકેરની સૌથી મોટી ભૂલ છે.

Written by shivani chauhan
Updated : June 14, 2024 12:28 IST
Sonakshi Sinha Skincare : એકટ્રેસ સોનાક્ષી સિંહા સિક્રેટ સ્કિનકેર રૂટિન
Sonakshi Sinha Skincare : એકટ્રેસ સોનાક્ષી સિન્હા સિક્રેટ સ્કિનકેર રૂટિન

Sonakshi Sinha Skincare : એકટ્રેસ સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) તાજતેરમાં તેના સ્કિનકેર (Skincare) અને મોર્નિંગ રૂટિન વિષે વિશે વાત કરી હતી. એકટ્રેસ મોર્નિંગ રૂટિન વિષે કહ્યું ‘હું સવારે પથારીમાંથી તરતજ ઉભી થતી નથી. મને આરામ કરવો ખુબજ ગમે છે અને કોફી પીવી પસંદ છે, હું સવારે ન્યુઝ, મારા મેસેજ અને મારા ઇમેઇલ્સ પર ધ્યાન આપું છે. આ ઉપરાંત મને પ્રોપર તૈયાર થઇને બહાર નીકળવાનું પસંદ છે.’

Sonakshi-Sinha-Heeramandi
Sonakshi Sinha Skincare : એકટ્રેસ સોનાક્ષી સિન્હા સિક્રેટ સ્કિનકેર રૂટિન

હીરામંડી એકટ્રેસ ડાયટ અને સ્કિનકેર રૂટીન વિશે શેર કરતા જણાવે છે કે, દરરોજ સવારે બે કપ ગરમ પાણી પીવું છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ગરમ પાણી મેટાબોલિઝ્મ લેવલ પણ વધારે છે, એકટ્રેસને સાઉથ ઇન્ડિયન ફૂડ નાસ્તામાં લેવું ખુબજ પસંદ છે, જેમ કે, ઉપમા, સાંભર અને લીલી ચટણી.

એકટ્રેસ સોનાક્ષી સ્કિનકેર નિયમિત કરે છે. તેણે કહ્યું ‘મારૂ સ્કિનકેર રૂટિન બદલાઈ ગયું છે. મને મારા માતા-પિતાને કારણે સારી સ્કિન મળી છે. મારા પેરેન્ટ્સની સ્કિન સરસ છે. હું 30 વર્ષની થઇ ત્યારથી સ્કિન કેર વધારે કરું છું. હું મોઇશ્ચરાઇઝ કરું છું અને તેમાં જોજોબા અને બદામ તેલ મિક્સ કરીને એલોવેરા જેલનો ઉપયોગ કરું છું. તે પેસ્ટને હું ઘણીવાર ફેસ પર એપ્લાય કરું છું.’

આ પણ વાંચો: Saree Fashion: કોટન કે સિલ્ક નહીં, આજકાલ ફેશનમાં છે આ સાડી, સૌથી સ્ટાઇલિશ દેખાશો

સિંહાએ ઉમેર્યું, “મારી મમ્મીએ ઘણા ઓર્ગેનિક બ્યુટી માસ્ક અને પેસ્ટ બનાવ્યા છે. મને ચહેરા પર ઘી અથવા નાળિયેર તેલ અને મુલતાની માટી સાથે લગાવા પણ કે છે જ્યારે મારી સ્કિન ખૂબ સુકાઈ જાય છે. તે એલોવેરાને તેના આખા ચહેરા પર ઘસે છે. મેં તે થોડા દિવસો આ રૂટિન કર્યું. પરંતુ તે સ્કિનને તાજગી આપે છે.’

સોનાક્ષી સિંહા 10 મિનિટ સ્કિનકેર રૂટિન

એકટ્રેસ બેઝમાં ટિન્ટેડ સનસ્ક્રીન ત્યારબાદ કન્સિલર પછી આઈલાઈનર અને લિપસ્ટિક આવે છે, તે કહે છે મેકઅપ લગાવીને સૂવું એ સ્કિનકેરની સૌથી ખરાબ ભૂલ છે.

તે ઘણા વર્ષો પછી વેઇટ ટ્રેનિંગ કરી રહી છે.એકટ્રેસે કહ્યું ‘મેં તાજેતરમાં વેઇટ ટ્રેઇનિંગ તરફ સ્વિચ કર્યું છે. હું ઘણા વર્ષો પછી કરી રહી છું. શરૂઆતમાં, મેં મારી પ્રથમ ફિલ્મ શરૂ કરી તે પહેલાં, હું ઘણી વેઇટ ટ્રેનિંગ કરતી હતી. પછી હું યોગ કરતી અને Pilates પણ કરતી હતી.’

આ પણ વાંચો: Mrunal Thakur Diet : કસરત પહેલા બ્લેક કોફી અને કેળા ખાવા સ્વાસ્થ્ય માટે કેટલા યોગ્ય? મૃણાલ ઠાકુર આ કોમ્બિનેશન પસંદ છે, એક્સપર્ટએ કહ્યું..

સ્કિન માટે એલોવેરા, જોજોબા તેલ અને બદામના તેલના મિશ્રણનો ઉપયોગ કેવી રીતે કાર્ય કરે?

એલોવેરા જેલ,જોજોબા તેલ અને બદામના તેલ સાથે મોઇશ્ચરાઇઝિંગ સ્કિન માટે સારું છે, ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટએ જણાવ્યું હતું કે ‘એલોવેરા જેલ ચામડીના કોષો પર સંયોજક અસર હોય છે, જે સ્કિનને સ્ટિક રહેવામાં મદદ કરે છે. આ સ્કિન હેલ્થને જાળવવામાં મદદ કરે છે અને સ્કિન પર સુખદ અસર પણ કરે છે.’

જોજોબા તેલનો ઉપયોગ ત્વચા અને વાળ માટે ઘણા વર્ષોથી કરવામાં આવે છે. તેમાં ઈમોલિયન્ટ ગુણધર્મો છે અને તે હાઈડ્રેટિંગ અને બળતરા વિરોધી પણ છે.બદામના તેલમાં આલ્ફા-ટોકોફેરોલ અને ઝીંક હોય છે, જે આપણી સ્કિનને પોષણ આપવામાં અને સ્કિન પર ભેજ ટકાવી રાખવામાં મદદ કરે છે.’

મોઇશ્ચરાઇઝિંગ ઉપરાંત આ તમામ સામગ્રી સ્કિન માટે અસંખ્ય ફાયદા ધરાવે છે પરંતુ ત્વચા પર કંઈપણ લગાવતા પહેલા તમારી ત્વચાનો પ્રકાર જાણવો હંમેશા જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ