ઘણીવાર લોકોને સવારે ઉઠતાની સાથે જ ગળામાં દુખાવો (sore throat) , શુષ્કતા અથવા હળવી બળતરા અનુભવાય છે. ખાસ કરીને ડબલ ઋતુમાં આ વસ્તુ વધારે જોવા મળે છે. આ સમસ્યા સામાન્ય લાગે છે, પરંતુ જો અવગણવામાં આવે તો તે ધીમે ધીમે મોટું સ્વરૂપ લઈ શકે છે. કેટલાક ઘરેલુ ઉપચાર દ્વારા તમે ગળામાં દુખાવાથી રાહત મેળવી શકો છો.
ગળામાં દુખાવો (Sore throats) ઘણા કારણોસર થાય છે, જેમ કે ધૂળવાળી હવાના સંપર્કમાં અથવા વાયરલ ઇન્ફેકશનના લીધે વગેરે.જોકે, કેટલાક સરળ ઘરેલું ઉપાયો આ સમસ્યાથી રાહત આપી શકે છે.
ગળામાં દુખાવાના કારણો
- ઘણા લોકો નાક બંધ થવાને કારણે અથવા આદતને કારણે ઊંઘ દરમિયાન મોં દ્વારા શ્વાસ લે છે. જેના કારણે ગળું સુકાઈ જાય છે અને સવારે ગળામાં દુખાવો અનુભવાય છે.
- હવામાં રહેલી ધૂળ અને પ્રદૂષણ ગળાને અસર કરે છે. આવા વાતાવરણમાં રાતોરાત શ્વાસ લેવાથી બળતરા અને ગળામાં દુખાવો થઈ શકે છે.
- જો ઓશીકું કે પલંગ લાંબા સમય સુધી સાફ ન કરવામાં આવે તો તેના પર ધૂળના કણો અને બેક્ટેરિયા જમા થાય છે. આ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને ગળાને અસર કરે છે.
ગળાના દુખાવા માટે ઘરેલું ઉપચાર
- સવારે ઉઠતાની સાથે જ હુંફાળા પાણીમાં સિંધવ મીઠું નાખીને કોગળા કરો . તેનાથી ગળામાં દુખાવો અને સોજો તરત જ ઓછો થાય છે અને બેક્ટેરિયા પણ મરી જાય છે.
- તુલસી, આદુ અને કાળા મરીનો ઉકાળો : 5 તુલસીના પાન, 2 કાળા મરી અને આદુનો એક નાનો ટુકડો પાણીમાં ઉકાળો. તેને ગાળીને ગરમા ગરમ પીવાથી ગળામાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
- પલંગ અને ગાદલાની સફાઈ : દર અઠવાડિયે પલંગ, ગાદલાના કવર અને ચાદર ધોઈ લો. આનાથી ધૂળ અને બેક્ટેરિયા એકઠા થતા અટકશે અને ગળાની સમસ્યાઓ પણ અટકશે.
Vitamin D Rich Superfood | મશરૂમ કુદરતી રીતે વિટામિન ડીની ઉણપને દૂર કરે, જાણો ફાયદા
સવારે ગરમ પાણી પીવો : સવારે હુંફાળું પાણી પીવાથી ગળામાં દુખાવો ઝડપથી મટે છે અને ગળામાં હાઇડ્રેટેડતા રહે છે. ગળાના દુખાવાને નાની સમસ્યા સમજીને તેને અવગણવી ન જોઈએ.ક્લિનીંગનું ધ્યાન રાખીને અને આ સરળ ઘરેલું ઉપાયો અપનાવીને, તમે સવારની અગવડતાથી છુટકારો મેળવી શકો છો. જો ગળામાં દુખાવો લાંબા સમય સુધી રહે છે, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.





