/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/sore-throat-home-remedy-combination-of-lemon-juice-and-honey-health-tips-in-gujarati-1.jpg)
sore throat : ગળાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર લીંબુનો રસ મધનું મિશ્રણ (Photo : Canva)
Sore Throat : શિયાળો પૂરો થવા આવ્યો છે અને ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થઇ રહી છે. મોસમ બદલાતા સામાન્ય શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે. મોટાભાગના લોકો ટેબ્લેટ અથવા કફ સિરપઓ આશરો લે છે, તો ઘણા ઘરેલુ ઉપચાર કરે છે જે તેમને તાત્કાલિક રાહત આપે છે. જેમાં ઘણા લીંબુનો રસ અને મધનું મિશ્રણ (combination of lemon juice and honey) નું સેવન કરે છે જે ગળામાં દુખાવો (sore throat) દૂર કરવામાં મદદ કરે છે, અહીં જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/sore-throat-home-remedy-combination-of-lemon-juice-and-honey-health-tips-in-gujarati-.jpg)
હેલ્થ એક્સપર્ટ અનુસાર, લીંબુને મધ સાથે મિક્ષ કરીને પીવાથી ગળાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે, લીંબુ અને મધની એન્ટિઓક્સિડન્ટ પ્રકૃતિ સંપૂર્ણ રાહત આપે છે, મધમાં બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો છે અને શ્વસન રોગોમાં રાહત આપવામાં મદદ કરે છે.''જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના ડો. શ્રીકાંતએ જણાવ્યું હતું કે લીંબુની એસિડિક પ્રકૃતિ મ્યુકોસને તોડવામાં અને ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે.જો આ મિશ્રણમાં થોડા કાળા મરી પણ ઉમેરવામાં આવે તો આનાથી પીડા, સોજો અને દુખાવામાં તરત રાહત મળશે.
આ પણ વાંચો: Cucumber : ઉનાળામાં કાકડી ખાવાના ફાયદા જાણો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
આ મિશ્રણની ભેજયુક્ત અસર ગળામાં ડ્રાયનેસ અને બળતરાને દૂર કરવામાં મદદ કરે છે, એકંદર રાહત આપે છે. લીંબુ અને મધનો ઉપાય સામાન્ય રીતે તમામ વય જૂથો માટે સલામત છે. મધ સાથે સંકળાયેલ બોટ્યુલિઝમના જોખમને કારણે નાના બાળકો માટે લીંબુનો રસમાં પાણી ઉમેરો અને થોડી માત્રામાં મધ ઉમેરો મિશ્રણને વધુ સ્વાદિષ્ટ બનાવી શકે છે.
હેલ્થ એક્સપર્ટના જણાવ્યું હતું કે લીંબુના રસ અને મધ સાથે તાજા આદુનો રસ ભેળવીને પીવાથી બાળકો સહિત દરેક વય જૂથના ગળાના દુખાવામાં રાહત મળી શકે છે. મધના એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણો ગળાના દુખાવાના દુખાવમાં રાહત આપી જયારે લીંબુ વિટામિન સીથી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કફ મટાડવામાં મદદ કરે છે. તાજા આદુના આવશ્યક બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો સારવારની અસરકારકતામાં વધારો કરે છે.
લીંબુ અને મધનું મિશ્રણ આ રીતો બનાવો
200 મિલી પાણીમાં તાજા આદુનો એક નાનો ટુકડો, એક ચમચી મધ અને તાજા લીંબુના રસના થોડા ટીપાં નાખીને મિશ્રણ તૈયાર કરો. ઓસીટી (ઓવર-ધ-કાઉન્ટર) સૂપ પેકેટોને બદલે ફ્રેશ સામગ્રીનો ઉપયોગ કરવાથી સક્રિય પદાર્થોની સાંદ્રતાની ખાતરી મળે છે, આ ઉપચારના વધુ ફાયદા પ્રદાન કરે છે.
આટલી બાબતોનું રાખો ધ્યાન : નાના બાળકોમાં બોટ્યુલિઝમના જોખમને કારણે એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મધ ન આપવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોને મધ, લીંબુ કે આદુથી એલર્જી હોય તેઓએ પણ સાવધાની પૂર્વક સેવન કરવું જોઈએ. આ કુદરતી ઈલાજ રાહત આપી શકે છે, પરંતુ જો લક્ષણો ગંભીર અથવા ક્રોનિક હોય તો હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો: Peanuts : મગફળી ખાવાના ફાયદા જાણો, શું વધુ માત્રામાં ખાવાથી લીવરને નુકસાન થઈ શકે?
બોટ્યુલિઝમ : બોટ્યુલિઝમ એ એક ઓછી થતી પરંતુ ગંભીર બીમારી છે જે ઝેરને કારણે થાય છે જે શરીરની ચેતા પર હુમલો કરે છે. નાના બાળકોમાં બોટ્યુલિઝમના લક્ષણો સામાન્ય રીતે આંખો, ચહેરો, મોં અને ગળાને અસર કરી સ્નાયુઓની નબળાઈથી શરૂ થાય છે. આ નબળાઈ ગરદન, હાથ, ધડ અને પગમાં ફેલાઈ શકે છે.
સાઇટ્રસ એલર્જી ધરાવતી વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ, વૈકલ્પિક ઉપાયો વધુ યોગ્ય હોઈ શકે છે. જો ગળામાં દુખાવો સતત રહે છે તો તબીબી સલાહ લેવી સર્વોપરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us