ફેટી લીવર થી છુટકારો મેળવવા માટે ખાસ પીણું, માત્ર 15 દિવસમાં ફરક દેખાશે

ફેટી લીવર (Fatty liver) ની સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે, અહીં ફેટી લીવરની સમસ્યા છુટકારો મેળવવા માટે આવા જ એક ખાસ પીણા વિશે જણાવ્યું છે,

Written by shivani chauhan
June 18, 2025 07:00 IST
ફેટી લીવર થી છુટકારો મેળવવા માટે ખાસ પીણું, માત્ર 15 દિવસમાં ફરક દેખાશે
ફેટી લીવર થી છુટકારો મેળવવા માટે ખાસ પીણું, માત્ર 15 દિવસમાં ફરક દેખાશે

ફેટી લીવર (Fatty liver) એક ગંભીર સમસ્યા છે, જે મોટાભાગે ખરાબ આહાર અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે થાય છે. જો સમયસર કાળજી લેવામાં ન આવે તો તે લીવર સિરોસિસ અથવા લીવર ફેલ્યોર તરફ દોરી શકે છે. જોકે, સારી વાત એ છે કે જેમ ખરાબ આહાર લીવર પર ચરબી વધારે છે, તેવી જ રીતે કેટલીક સ્વસ્થ વસ્તુઓનું સેવન કરવાથી ફેટી લીવરની સમસ્યા ઓછી થઈ શકે છે.

ફેટી લીવર (Fatty liver) ની સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે, અહીં ફેટી લીવરની સમસ્યા છુટકારો મેળવવા માટે આવા જ એક ખાસ પીણા વિશે જણાવ્યું છે,

ફેટી લીવરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પીણું બનાવવાની ટ્રિક્સ પ્રખ્યાત આયુર્વેદિક પોષણશાસ્ત્રી શ્વેતા શાહે શેર કરી છે, એણે તાજેતરમાં જ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે લીવર ડિટોક્સ ટીની રેસીપી આપી છે. નિષ્ણાતો કહે છે કે આ ચા ફક્ત 15 દિવસમાં લીવરના કાર્યને સુધારવામાં મદદ કરી શકે છે, જે ફેટી લીવરની સ્થિતિ સુધારી શકે છે. અહીં જાણો

ફેટી લીવરથી છુટકારો મેળવવા માટે ખાસ પીણું ( special drink to get rid of Fatty liver)

  • 1 ચમચી મુલેઠી પાઉડર
  • 1/2 કપ પાણી
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1/2 ચમચી વરિયાળી
  • 1 ચમચી મધ (વૈકલ્પિક)
  • 1 ચમચી લીંબુનો રસ (વૈકલ્પિક)

ફેટી લીવરથી છુટકારો મેળવવા માટે ખાસ પીણું બનાવાની રીત

  • સૌ પ્રથમ, એક તપેલીમાં પાણી ઉકાળો. તેમાં મુલેઠી પાઉડર, હળદર અને વરિયાળી ઉમેરો.
  • ધીમા તાપે 8 મિનિટ સુધી રાંધો.
  • નિર્ધારિત સમય પછી, ચાને ગાળીને કપમાં રેડો.
  • સ્વાદ માટે તમે તેમાં મધ અથવા લીંબુ ઉમેરી શકો છો.
  • આમ કરવાથી તમારી ચા તૈયાર થઈ જશે.

લીવર ડિટોક્સ ટીના ફાયદા

  • મુલેઠી અને હળદરમાં રહેલા કુદરતી તત્વો લીવરની બળતરા ઘટાડે છે.
  • આ ચા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.
  • હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન લીવરના કોષોના સમારકામ અને પુનર્જીવનમાં મદદ કરે છે.
  • વરિયાળી ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
  • આ બધા ઉપરાંત, આ પીણું એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે લીવરને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે.

Tips to Prevent Cough in Monsoon। ચોમાસામાં ખાંસી અને શરદીથી બચવા માત્ર આટલું કરો

લીવર ડિટોક્સ ટી પીવાની સાચી રીત

એક્સપર્ટ કહે છે, સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલા આ ચા લેવી શ્રેષ્ઠ છે. 15 દિવસ સુધી સતત આ ચા પીવાથી શરીર હળવું લાગશે, પાચનતંત્ર સારું રહેશે અને લીવરનું કાર્ય સુધરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ