/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Healthy-Breakfast.jpg)
રજાના દિવસે બનાવો હેલ્ધી નાસ્તો (તસવીર - ફ્રીપિક)
Healthy Breakfast : રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ. ઘણા લોકો સન્ડે ને ફન જે તરીકે પણ ઓળખે છે. આ દિવસે મોટાભાગની ઓફિસોમાં રજા હોય છે, જેના કારણે લોકો આ દિવસે આરામના મૂડમાં રહે છે. કેટલાક લોકો આ દિવસે વધુ ઊંઘે છે તો ઘણા લોકો પાર્ટી કરવા માટે બહાર જાય છે.
રવિવારે સરળ નાસ્તો બનાવો
એકંદરે રવિવારે લોકો પોતાનો બ્રેકફાસ્ટ સમયસર કરી શકતા નથી. આવી સ્થિતિમાં જો તમે પણ રવિવારે સવારનો નાસ્તો છોડી દો છો, તો અમે તમારા માટે કેટલાક સરળ અને હેલ્ધી નાસ્તાના વિકલ્પો લાવ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી થોડી મિનિટોમાં નાસ્તો તૈયાર કરી શકો છો.
મગની દાળનો ચીલા
મગની દાળની અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ હોય છે, પરંતુ રવિવારે તમે મગની દાળનો ચીલા ખાસ રીતે બનાવી શકો છો. તે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ હોય છે. તમે તેને તમારા ઘરમાં સરળતાથી તૈયાર કરી શકો છો. આ બનાવવા માટે સૌથી પહેલા મગની દાળને રાત્રે પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ તેને બરાબર પીસી લો. હવે તેમાં લીલા મરચાં, આદુ, કોથમીર અને મીઠું ઉમેરો. હવે તેને તવા પર શેકી લો. તમે તેને નાળિયેર અથવા લીલી ચટણી સાથે ખાઈ શકો છો.
આ પણ વાંચો - જુવાર ટોસ્ટ રેસીપી, બ્રેડ વગર નાસ્તો બનીને તૈયાર થઇ જશે
સોજીનો હલવો
તમે સરળતાથી તમારા ઘરે સોજીનો હલવો તૈયાર કરી શકો છો. આ બનાવવા માટે સૌ પ્રથમ ઘી માં શેકીને સોજી તૈયાર કરો. હવે તેને ખાંડ, પાણી અથવા દૂધ સાથે રાંધો. તમે તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. તેને ઉમેરવાથી તેનો સ્વાદ નોંધપાત્ર રીતે વધે છે. આમ જોવા જઈએ તો આ હલવો કોઈ તહેવાર કે ખાસ પ્રસંગે જ તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ હલવો રવિવારે પણ સરળતાથી તૈયાર કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us