/indian-express-gujarati/media/media_files/2026/02/09/spinach-corn-pulao-recipe-2026-02-09-10-16-30.jpg)
પાલક મકાઈ પુલાવ સિક્રેટ રેસીપી। spinach corn pulao secret recipe in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | જો તમે બપોરના સમયે તમારા સામાન્ય સાદા ભાતથી કંટાળી ગયા છો, તો તમે યુનિક સ્વાદિષ્ટ અને હેલ્ધી પાલક કોર્ન પુલાવ રેસીપી (spinach corn pulao) ટ્રાય કરી શકો છો. તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. આ રેસીપીનો સ્વાદ એટલો સ્વાદિષ્ટ છે કે નાનાથી લઇ મોટા બધાને ભાવશે. અહીં જાણો થોડી સામગ્રી અને થોડી મહેનતથી ઘરે પાલક મકાઈ પુલાવ બનાવાની રીત
જો તમને બપોરના ભોજનમાં તમારા રસોડામાં રહેલ સામગ્રીમાંથી કંઈક ટ્રાય કરવું છે તો પાલક મકાઈ પુલાવ રેસીપી તમારા માટે છે, જે ખુબજ સ્વાદિષ્ટ બનશે અને હેલ્થ માટે પણ સારી છે.
પાલક મકાઈ પુલાવ રેસીપી
2 કપ રાંધેલા ભાત
1 કપ પાલક
તેલ - જરૂર મુજબ
1 કપ બાફેલી મકાઈ
1 બારીક સમારેલી ડુંગળી
1-2 ઝીણા સમારેલા લીલા મરચાં
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 ચમચી જીરું
અડધી ચમચી હળદર પાઉડર
અડધી ચમચી ગરમ મસાલો
મીઠું - સ્વાદ મુજબ
માત્ર 10 મિનિટમાં બની જશે, ફ્રાઇડ રાઇસ બનાવાની સિક્રેટ રેસીપી
પાલક મકાઈ પુલાવ બનાવાની રીત
સૌપ્રથમ પાલક લો અને તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. પછી, પાલકને બારીક કાપીને એક વાસણમાં થોડું ઉકાળો. ઉકળ્યા પછી, પાલકને ઠંડુ થવા દો અને પછી મિક્સરનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવો.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જ્યારે જીરું તતડે, ત્યારે ડુંગળી ઉમેરો અને હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો. આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
આ પછી, પાલકની પેસ્ટ ઉમેરો અને 2-3 મિનિટ સુધી રાંધો. પછી હળદર, મીઠું અને ગરમ મસાલો ઉમેરો.
હવે બાફેલા મકાઈ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. છેલ્લે, રાંધેલા ભાત ઉમેરો, ચમચી વડે હળવેથી હલાવો, અને ઢાંકીને ધીમા તાપે 2 મિનિટ સુધી રાંધો. લીંબુનો રસ નાખી ગરમાગરમ પીરસો.
તમારા સ્વાદિષ્ટ ઘરે બનાવેલા પાલક મકાઈના ભાત તૈયાર છે. તેને દહીં અથવા રાયતા સાથે સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us