/indian-express-gujarati/media/media_files/2026/01/07/stomach-gas-relief-tips-2026-01-07-11-13-06.jpg)
Stomach Gas Relief Tips : પેટમાં ગેસ થવાના કારણ અને આયુર્વેદિક ઉપાય. Photograph: (Freepik)
Stomach Gas Causes And solutions In Gujarati : આજના વ્યસ્ત જીવનમાં, આરોગ્યપ્રદ ખોરાક ધીમે ધીમે આપણા ભોજન માંથી ગાયબ થઇ રહ્યો છે. રોજિંદા ખોરાક પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને પેકેજ્ડ વસ્તુઓથી ભરપૂર થઈ ગયો છે. તેમાં હાજર રસાયણો, પ્રિઝર્વેટિવ્સ અને ટ્રાન્સ ફેટ આપણા આંતરડાને અંદરથી નુકસાન પહોંચાડે છે.
સિગારેટ અને આલ્કોહોલની આદત પાચનતંત્રને વધુ નબળી બનાવે છે. બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈસ અને મેયોનેઝ જેવી ચીજો આંતરડાની દિવાલો સાથે ચોંટેલા રહે છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને આંતરડામાં હાજર સારા બેક્ટેરિયાની સંખ્યા ઘટવા લાગે છે. જ્યારે સારા બેક્ટેરિયા નબળા પડે છે, ત્યારે ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓ શરૂ થાય છે.
કેટલાક લોકોને સવારે ખાલી પેટ વધુ ગેસ મળે છે, તો કેટલાક લોકોને સાંજે પેટમાં ગેસ થવાની શરૂઆત થયા છે. આયુર્વેદિક નિષ્ણાત નિત્યાનંદમ શ્રીના જણાવ્યા અનુસાર, સાંજે ગેસ બનવા પાછળનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ખોટી આદતો છે. સતત બેસીને કામ કરવું, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને અનિયમિત આહાર પાચનતંત્રને નબળું બનાવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે રાતે કેટલીક ખોટી આદતોને કારણે પેટમાં ગેસ બને છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ પેટમાં ગેસ બનવાનું કારણ અને તેની સારવાર.
સાંજે પેટમાં ગેસ બનવાના મુખ્ય કારણો
- આખો દિવસ વધુ પડતી ચા અને કોફી પીવી
- વધુ પડતું અથવા ખૂબ ઝડપથી ખાવું
- ખોટી રીતે કસરત કરવી અથવા ચાલવું
- એક સાથે વધારે પાણી પીવું
- આહારમાં વટાણા, ચણાની દાળ, રાજમા, ઠંડા શરબત અને ઠંડા લીંબુનું શરબત વધારે પીવાની આદત પાચન તંત્રમાં વાત દોષ વધારે છે, જેના કારણે પેટમાં ઝડપથી ગેસ બનવા લાગે છે.
પેટના ગેસથી રાહત મેળવવાની સરળ રીતો
બપોરે ભોજન પછી છાશ પીવો
છાશ પેટની ગરમીને શાંત કરે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે. આયુર્વેદ અનુસાર, છાશ માત્ર પેટની ગરમીને શાંત નથી કરતું, પરંતુ તે પાચનતંત્ર માટે સૌથી શક્તિશાળી દવા પણ છે. છાશની અસર ઠંડી છે, પરંતુ તે પાચક અગ્નિને બુઝાવતી નથી પરંતુ તેને સંતુલિત કરે છે. તે શરીરમાં વધેલા 'પિત્ત' દોષને શાંત કરે છે. જો તમને પેટમાં બળતરા થાય, ખાટા ઓડકાર અથવા એસિડિટી લાગે છે, તો છાશ તરત જ તેને શાંત કરે છે.
જમ્યા પછી વરિયાળી અને સાકર ખાઓ
જમ્યા પછી વરિયાળી અને સાકર ખાવાથી ખોરાક ઝડપથી પચાવવામાં મદદ મળે છે અને ગેસની સમસ્યા ઓછી થાય છે. જમ્યા પછી વરિયાળી અને સાકર માત્ર માઉથ ફ્રેશનર નથી, પરંતુ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને અનુસાર તે એક શક્તિશાળી પાચક સહાયક (Digestive Aid) છે. આયુર્વેદમાં વરિયાળીને 'મિશ્રેય' કહેવામાં આવે છે અને તેને ત્રિદોષ વિનાશક માનવામાં આવે છે, એટલે કે વત, પિત્ત, કફને સંતુલિત કરે છે. જર્નલ ઓફ ફૂડ સાયન્સના સંશોધન મુજબ, વરિયાળીમાં એનેથોલ, ફેન્ચોન અને એસ્ટ્રાગોલ જેવા ઘટકો હોય છે. આ ઘટકો પેટના સ્નાયુઓને આરામ આપે છે અને 'ગેસ્ટ્રિક ગતિશીલતા' વધારે છે, જે આંતરડામાં ખોરાકને ઝડપથી આગળ વધવા દે છે.
ખુબ ઠંડુ પાણી પીવાનું ટાળો
માટલું કે વાસણમાં રહેલા પાણીનું તાપમાન શરીરની આસપાસ હોય છે, જે પાચનતંત્રને સંતુલિત રાખે છે. કુદરતી બાષ્પીભવનને કારણે માટલામાં પાણી ઠંડુ હોય છે. તેનું તાપમાન સામાન્ય રીતે 20 ડિગ્રી સેલ્સિયસથી 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, જે શરીર માટે ઠંડુ હોય છે પરંતુ આઘાતજનક નથી. તે પાચનતંત્રના સ્નાયુઓને સંકોચવા દેતું નથી, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે.
રાતે હળદર વાળું દૂધ પીવો
રાતે સુતા પહેલા નવશેકું દૂધ સાથે થોડી હળદર મિક્સ કરીને પીવાથી ગેસ અને પેટનું ફૂલવામાં રાહત મળે છે. જર્નલ ઓફ બાયોલોજિકલ કેમિસ્ટ્રી અને અન્ય સંશોધન અનુસાર, હળદરની કર્ક્યુમિન પિત્તાશયને પિત્ત બનાવવા માટે ઉત્તેજિત કરે છે. પિત્ત ચરબી તોડવામાં મદદ કરે છે. જ્યારે રાતનું ભોજન યોગ્ય રીતે પાચન થતું નથી, ત્યારે તે પેટમાં સડવાનું શરૂ કરે છે, જેના કારણે ગેસ બને છે. હળદર વાળું દૂધ આ પ્રક્રિયાને વેગ આપે છે અને ગેસ થવતું અટકાવે છે.
અર્જુનની છાલનું સેવન કરો
સવારે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અર્જુનની છાલનું પાવડર પીવાથી પેટની ગેસમાં રાહત મળે છે. જર્નલ ઓફ એથનોફાર્માકોલોજીમાં પ્રકાશિત સંશોધન મુજબ, અર્જુન છાલમાં ગેસ્ટ્રોપ્રોટેક્ટિવ ગુણધર્મો છે. તેમાં હાજર 'ટેનિન' અને 'સેપોનિન' પેટના આંતરિક અસ્તર (મ્યુકોસા) પર રક્ષણાત્મક ઢાલ બનાવે છે. જ્યારે પેટનું અસ્તર સ્વસ્થ હોય છે, ત્યારે એસિડનું સંતુલન જાળવવામાં આવે છે. તે વધુ પડતા એસિડના ઉત્પાદનને અટકાવે છે, જે ગેસ અને છાતીમાં બળતરા થવાનું મુખ્ય કારણ છે.
નિષ્કર્ષ
ગેસ અને એસિડિટી કોઈ મોટી બીમારી નથી, પરંતુ જો સમયસર આદતો બદલવામાં ન આવે તો તે રોજિંદા દિનચર્ચામાં ખલેલ પહોંચાડી શકે છે. યોગ્ય આહાર, સંતુલિત જીવનશૈલી અને નાના આયુર્વેદિક ઉપાયો અપનાવીને, તમે તમારા આંતરડાના સ્વાસ્થ્યને મજબૂત કરી શકો છો અને ગેસની સમસ્યામાંથી કાયમ માટે રાહત મેળવી શકો છો.
Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઇ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us