/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-56.jpg)
સ્ટ્રોબેરી એન્ટીઓક્સીડેન્ટ્સ, ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે અને તેમાં કેલરી અને ચરબી પણ ઓછી હોય છે .
સ્ટ્રોબેરી એક એવું ફળ છે જેને જામ, પાઇ, કેક, આઈસ્ક્રીમ અને સલાડના રૂપમાં ખાઇ શકાય છે. સ્ટ્રોબેરી, જે તેના મીઠા અને ખાટા સ્વાદ માટે જાણીતી છે, તેનાથી ઘણાબધા સ્વાસ્થ્ય લાભો થાય છે. સ્ટ્રોબેરી ખાવાથી હૃદયની તંદુરસ્તી સારી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને મગજની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. સ્ટ્રોબેરી એ એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે જેમાં ખૂબ ઓછી કેલરી અને ચરબી હોય છે.
સ્ટ્રોબેરીમાં ક્યા-ક્યા પોષક તત્વો હોય છે?
સ્ટ્રોબેરી ફાઇબરનો સારો સ્ત્રોત છે અને તેમાં જરૂરી ખનિજો પણ હોય છે જે હૃદય અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફોલેટ, જેને વિટામિન B9 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પોષક તત્ત્વ છે જે કોષ વિભાજન અને DNA સંશ્લેષણને સમર્થન આપે છે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી અને ફ્લેવોનોઈડ્સ જેવા સંખ્યાબંધ એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આંખના આરોગ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનું સેવન કરવાથી મોતિયાનો ખતરો ઓછો થાય છે.
આટલા બધા પોષક તત્વોથી ભરેલા આ ફળનું ડાયાબિટીસના દર્દીઓ પણ સેવન કરી શકે છે. હેક હોસ્પિટલ, બંજારા હિસ્લ હૈદરાબાદના ક્લિનિકલ ડાયટીશિયન કન્સલ્ટન્ટ ડો. જી સુષમા Indianexpress.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્ટ્રોબેરી વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ પણ કરી શકે છે. તે શરીરને હાનિકારક ફ્રી રેડિકલથી બચાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે શું ડાયાબિટીસના દર્દીઓ આ ફળ ખાઈ શકે છે અને શુગરને કંટ્રોલ કરવા માટે તેનુ કેટલા પ્રમાણમાં સેવન કરી શકાય છે.
સ્ટ્રોબેરીમાં ક્યા પોષક કેટલા પ્રમાણમાં હોય છે
સ્ટ્રોબેરીમાં ઘણા પોષક તત્વો હોય છે. જેમ કે, સ્ટ્રોબેરીમાં મુખ્યત્વે પાણી (91%) અને કાર્બોહાઈડ્રેટ્સ (7.7%) હોય છે. તેમાં માત્ર થોડી માત્રામાં ચરબી (0.3%) અને પ્રોટીન (0.7%) હોય છે. આશરે 100 ગ્રામ સ્ટ્રોબેરીની અંદાજિત પોષક તત્વોનું પ્રમાણ ડૉ. સુષ્મા દ્વારા શેર કરવામાં આવી છે તે નીચે મુજબ છે:
- કેલરી: 32
- પાણી: 91%
- પ્રોટીન: 07. ગ્રામ
- કાર્બોહાઇડ્રેટ્સ: 7.7 ગ્રામ
- સુગર : 4.9 ગ્રામ
- ફાઇબર: 2 ગ્રામ
- ફેટ/ ચરબી : 0.3 ગ્રામ
- વિટામિન સી : દૈનિક મૂલ્યના (DV) 98%
- કેલ્શિયમ: DVના 1%
- આયર્ન: DVના 2%
- પોટેશિયમ: DVના 3%
ડાયાબિટીસના દર્દીઓ કેટલી સ્ટ્રોબેરી ખાઈ શકે છે?
ડાયાબિટીસના દર્દીઓ માટે સ્ટ્રોબેરીનું સેવન અત્યંત અસરકારક સાબિત થાય છે. તેનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછુ હોય છે, જેનાથી બ્લડ સુગરનું લેવલ કન્ટ્રોલમાં રહે છે. જે ફૂડ્સનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે, તે બ્લડ સુગરને ધીમે ધીમે વધારે છે. ઓછું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વાળી સ્ટ્રોબેરી ડાયાબિટીસના દર્દીઓ માટે સંતુલિત આહાર છે. ડાયાબિટીસના દ્રદી તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરે તો શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે.
ડાયાબિટીસના દર્દીઓ કેટલી સ્ટ્રોબેરીનું સેવન કરી શકે છે?
ડાયાબિટીસના દર્દીઓ આ ફળના દોઢ કપનું સુરક્ષિત રીતે સેવન કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરીને શરીરને સ્વસ્થ રાખી શકે છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us