/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/shraddha-kapoor-surpasses-pm-narendra-modi-on-instagram-followers.jpg)
Shraddha Kapoor And PM Modi Instagram Followers: શ્રદ્ધા કપૂર પીએમ નરેન્દ્ર મોદી કરતા વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવે છે. (Photo: @shraddhakapoor / @narendramodi)
Shraddha Kapoor Surpasses PM Modi On Instagram Followers: શ્રદ્ધા કપૂર હાલ સ્ત્રી 2 ફિસ્મની સફળતાને લઈને ચર્ચામાં છે. સ્ત્રી 2 મૂવી 15 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે દુનિયાભરમાં 300 કરોડથી વધુની કમાણી કરી છે. જ્યારે ફિલ્મનું બજેટ 60 કરોડ હતું. આ સાથે જ ભારતમાં તેનું કુલ કલેક્શન 250 કરોડથી પણ વધી ગયું છે.
સ્ત્રી 2 બાદ શ્રદ્ધા કપૂર બની સોશિયલ મીડિયા ક્વિન
ફિલ્મની હિટ વચ્ચે શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે અને તેણે પીએમ નરેન્દ્ર મોદીને પાછળ છોડ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જણાવીએ કે કેવી રીતે અભિનેત્રી સ્ત્રી 2 ની હિટ વચ્ચે સોશિયલ મીડિયા ક્વીન બની ગઈ છે.
હકીકતમાં શ્રદ્ધા કપૂર ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની સાથે જોડાયેલી ઘણી પોસ્ટ શેર કરતી રહે છે. શ્રદ્ધ કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકપ્રિય છે. ફેન ફોલોઇંગની કોઇ કમી નથી. આવી સ્થિતિમાં, હવે અભિનેત્રીએ સ્ત્રી 2 ની સફળતા વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર પીએમ નરેન્દ્ર મોદીને પાછળ છોડી દીધા છે. પીએમ સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર પીએમ નરેન્દ્ર મોદીના 91.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે શ્રદ્ધા કપૂરના 91.6 મિલિયન ફોલોઅર્સ છે.
સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે નંબર વન કોણ?
હવે ઇન્સ્ટાગ્રામ પર કઇ સેલિબ્રિટીના સૌથી વધુ ફોલોઅર્સ છે તેની વાત કરો તો તે કોઇ સાઉથ મૂવી અને બોલિવૂડ સ્ટાર નહીં પરંતુ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે. તે ફોલોઅર્સના મામલે વિરાટ કોહલી પ્રથમ નંબર પર છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 270 મિલિયન ફોલોઅર્સ છે. તો પ્રિયંકા ચોપરા 91.8 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબર પર છે. આ પછી પીએમ મોદી હતા, જેમને શ્રદ્ધા કપૂરે પાછળ મોકલી દીધા છે, હવે તે ત્રીજા નંબર પર છે.
આ પણ વાંચો | કરીના કપૂર ખાન ધ બકિંગહામ મર્ડર્સ ના કાતિલની તલાશમાં, ટીઝર વાયરલ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ
આ સાથે માનવામાં આવી રહ્યું છે કે જો શ્રદ્ધા કપૂરની ફેન ફોલોઇંગ આ રીતે વધતી રહેશે તો તે જલ્દી જ પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડી શકે છે, જે બાદ તે બીજા સ્થાને હશે. તેમની વચ્ચે માત્ર 30 લાખ ફોલોઅર્સનું અંતર છે. આવી સ્થિતિમાં, તે જોવું રસપ્રદ રહેશે કે શ્રદ્ધા કપૂર દેસી ગર્લને હરાવી શકે છે કે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us