શું ચાટ તમારા માટે અનહેલ્થી છે? ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે? અહીં જાણો

Street chaat healthy or not : સ્ટ્રીટ ચાટ આપણા માટે હેલ્થી છે કે નહિ (street chaat healthy or not ) તે પ્રશ્ન દરેક હેલ્થ કોન્સિયસ લોકોને થાય છે, પરંતુ હેલ્થ ન્યુટ્રિશનિસ્ટ ભુવન રસ્તોગી કંઈક અલગ કહે છે.

Written by shivani chauhan
Updated : February 22, 2023 08:53 IST
શું ચાટ તમારા માટે અનહેલ્થી છે? ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે? અહીં જાણો
ઘણા લોકો તેમના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને તપાસમાં રાખવા માટે ચેટ ખાવાથી દૂર રહે છે

ભારતીય સ્ટ્રીટ ફૂડમાં અનેક વિકલ્પોની મળે છે, જેમાં વિવિધ પ્રકારના ચાટ સૌથી વધુ ડિમાન્ડમાં રહેતો વિકલ્પો છે. દરેકની મનપસંદ પાણીપુરીથી માંડીને પાપરી ચાટ અથવા દહી ભલ્લા સુધીના નામો ઘણાને આ સ્વાદિષ્ટ ફૂડ્સ તદ્દન લલચાવે છે. જો કે, તે જેટલા સ્વાદમાં સ્વાદિષ્ટ હોય છે, તેટલી જ વધારે કેલરી અને તેલને કારણે તે તદ્દન બિનઆરોગ્યપ્રદ હોવાનું પણ માનવામાં આવે છે.

જેમ કે, ઘણા લોકો તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસને કંટ્રોલ રાખવા માટે ચાટ ખાવાથી દૂર રહે છે. ન્યુટ્રિશનિસ્ટ ભુવન રસ્તોગીએ એક Instagram પોસ્ટમાં નોંધ્યું હતું કે, “હું એવા ઘણા લોકોને જોઉં છું જેમણે વર્ષોથી ચાટ ખાધી નથી. તેઓ તેમના સ્વાસ્થ્ય માટે ખરાબ છે એમ વિચારીને અવોઇડ કરે છે.

જો કે, તેમણે ઉમેર્યું હતું કે તમારે ચાટ ખાવાની ઓછી કેરવાની જરૂર નથી કારણ કે “તમારી પાસે બહારનો કોઈપણ ખોરાક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા તેલના વધુ પ્રમાણને લીધે કેલરીમાં વધુ હશે. કોઈપણ ગ્રેવી સાથેના નાનને પણ ક્રીમી બનાવવા માટે તેલ, ક્રીમ અથવા કાજુની પેસ્ટથી ભરેલું હશે.”

ન્યુટ્રિશનિસ્ટે કેટલીક સામાન્ય રીતે ઉપલબ્ધ ચાટની સ્વાસ્થ્ય અસરોને ડીકોડ કરીને કહ્યું હતું કે,”આ ફક્ત તમને યાદ કરાવવા માટે છે કે તમારા ફિટનેસ ધ્યેયો સાથે સમાધાન કર્યા વિના અને કોઈપણ દોષ વિના તમે ચાટ ખાઈ શકો છો જો તમને તે ગમે છે.”

દહી ભલ્લા:

ભલ્લા એ મસૂર આધારિત ફૂડ છે પરંતુ તેલ ઘટાડવા માટે તેને પાણીમાં પલાળવામાં આવે છે.” તેમણે કહ્યું હતું કે , “ઉપરાંત, દહીંમાં પ્રોટીન વધુ હોય છે. આ દાળ અને રોટલીની થાળી કરતાં પણ આરોગ્યપ્રદ છે.

આ પણ વાંચો: આ હેલ્થી ચટણી ‘કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે છે અસર’ જાણો રેસિપી

પાપરી ચાટ:

આ વાનગીમાં તળેલી મેંદાની રોટલી અને કેટલાક ચણા અથવા ભલ્લા સાથે દહીં (પ્રોટીન વધુ હોય છે). જે સ્વાસ્થ્ય માટે એટલું ખરાબ નથી.

બેસન/મૂંગ ચીલા:

ઘણા ભારતીય ઘરોમાં એક લોકપ્રિય નાસ્તો વિકલ્પ, ન્યુટ્રિશનિસ્ટ અનુસાર, ચીલા “ખૂબ સંતુલિત, પ્રોટીનમાં મધ્યમ અને ઉચ્ચ ફાઇબર” ધરાવે છે.

મટર કુલચા:

સ્ટ્રીટ ફૂડ્સમાં, કુલચા મેંદામાંથી બનાવામાં આવે છે પરંતુ મટર એ એક શીંગ છે. સ્વસ્થ રહેવા માટે, “માત્ર યોગ્ય માત્રામાં મટર ખાવાથી ફાયદાકારક કહી શકાય છે.”

આ પણ વાંચો: હેલ્થ માટે શું છે બેસ્ટ? ગોળ કે ખાંડ, જાણો અહીં

પાણીપુરી:

ઘણા લોકો આ સ્વાદિષ્ટ નાસ્તા માટે તેમની ક્રેવિંગ પ્રતિકાર કરે છે કારણ કે તે તંદુરસ્ત હોવા ઈચ્છે છે. જો કે, રસ્તોગીના જણાવ્યા મુજબ, “તે કંઈ પણ નથી પરંતુ કેટલાક મિક્ષ આટા સાથે ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ પાણી ( ફૂદિના ચટણી) છે.

રગડા પેટીસ:

“આ માત્ર છોલે અને દહીં સાથે બટાકા છે. જેમ દાળ અને દહીં સાથે ઓછી રોટલી, એક સંતુલિત આહાર કહી શકાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ