Health Tips : શું દાડમ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે? દરરોજ આટલું સેવન કરવું..

Health Tips : ડાયાબિટીસ (diabetes), હૃદય રોગ અને કેન્સર પર પણ દાડમ (Pomegranate) ની અસરો અંગે ઘણા અભ્યાસો થયા છે, અહીં જાણો શું કહે છે અભ્યાસ..

Health Tips : ડાયાબિટીસ (diabetes), હૃદય રોગ અને કેન્સર પર પણ દાડમ (Pomegranate) ની અસરો અંગે ઘણા અભ્યાસો થયા છે, અહીં જાણો શું કહે છે અભ્યાસ..

author-image
shivani chauhan
New Update
Milk : દૂધ પીવાથી બ્લડ સુગર વધી શકે છે? ડાયાબિટીસના દર્દીએ ક્યા દૂધનું સેવન કરવું જોઇએ? જાણો દૂધના પ્રકાર અને ફાયદા

Health Tips : શું દાડમ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે? દરરોજ આટલું સેવન કરવું..(Photo : Canva)

તાજેતરમાં પ્રકાશિત થયેલા મેટા-વિશ્લેષણ મુજબ જાણવા મળ્યું છે કે, “દાડમ (Pomegranates) ખાવાથી ડાયાબિટીસ (Diabetes) ધરાવતા લોકોમાં પોસ્ટપ્રાન્ડિયલ (જમ્યા પછી) બ્લડ સુગરના વધારાને ઘટાડવામાં મદદ મળી શકે છે. આવું એટલા માટે છે કારણ કે દાડમ(Pomegranates) માં રહેલું પ્યુનિકલાગિન નામનું ફાઈટોકેમિકલ પાચનમાં મદદ કરે છે. લોહીના પ્રવાહમાં ગ્લુકોઝ છોડતા ઉત્સેચકોની પ્રવૃત્તિને અટકાવે છે. દાડમ(Pomegranates) માં રહેલા અન્ય ફાયટોકેમિકલ્સ જેમ કે પોલિફીનોલ્સ, ફ્લેવોનોઈડ્સ અને ટેર્પેનોઈડ્સ પણ ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડવા માટે જાણીતા છે.

Advertisment

દાડમ ડાયાબિટીસ કંટ્રોલમાં કેવી રીતે મદદ કરે છે?

ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર પર પણ દાડમની અસરો અંગે ઘણા અભ્યાસો થયા છે, પરંતુ તે બધા નિર્ણાયક નથી. આ અભ્યાસનો હેતુ હાલના પુરાવા શું સૂચવે છે તે શોધવાનો હતો. સંશોધન દર્શાવે છે કે દાડમ જમ્યા પછી બ્લડ સુગરને કોન્ટ્રોલ કરવામાં મધ્યમ અસર કરે છે. આ પ્યુનિકલાગિનને કારણે છે, જે જમ્યા પછી લોહીમાં ખાંડને ધીમે ધીમે છોડે છે.

આ પણ વાંચો: Fitness Tips : શા માટે ચાલવું, ડાન્સ, સાયકલિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? એક્સપર્ટે કહ્યું…

પરંતુ આનો અર્થ એ નથી કે, “દરેક ડાયાબિટીસવાળા વ્યક્તિએ દાડમનું સેવન શરૂ કરવું જોઈએ. આ અભ્યાસ કેટલાક ફાયદાઓ તરફ નિર્દેશ કરે છે. જો કે, ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તમામ ફળોના વપરાશ પર અમુક નિયંત્રણો લાગુ પડે છે.”

Advertisment

ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ કેટલા ફળ ખાઈ શકે?

ફળોમાં કુદરતી શર્કરા હોય છે, તેથી તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. વ્યક્તિ કેટલા ફળ ખાઈ શકે છે તે તેના બ્લડ સુગરના કંટ્રોલ અને તેની પોતાની માનસિકતા પર આધાર રાખે છે. કેટલાક લોકો જ્યારે અમુક ફળ ખાય છે ત્યારે તેમનામાં બ્લડ સુગરનું સ્તર ઊંચું હોય છે. સામાન્ય રીતે, જે દર્દીઓની ડાયાબિટીસ નિયંત્રણમાં છે તેઓ દિવસમાં બે વખત ફળ ખાઈ શકે છે. અનિયંત્રિત ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ માટે, ફળ દિવસમાં એક અથવા તેનાથી ઓછા ખાવા સુધી મર્યાદિત હોવું જોઈએ. મોસમી ફળોનો સમાવેશ કરવો સારું વિચાર છે.

ડાયાબિટીસના દર્દીઓ બીજા ક્યા ફળો ખાઈ શકે?

એવા અભ્યાસો છે, જેમાં ડાયાબિટીસ માટે બ્લૂબેરીના ફાયદા પણ દર્શાવવામાં આવ્યા છે. પરંતુ, તે સ્થાનિક ફળ નથી અને તે મોંઘું હોઈ શકે છે. તેના બદલે લોકો જાંબુ જેવા અન્ય ફળોનું સેવન કરી શકે છે. કેરીના સેવનની અસરોના પુરાવા હજુ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Health Tips : ખાલી પેટ પર આ રીતે કરો ખજૂરનું સેવન! પાચન શક્તિ વધશે, જાણો અન્ય ફાયદા

શું રાત્રે ફળો ખાઈ શકાય?

રાત્રે ફળો ખાવામાં કોઈ સમસ્યા નથી. હકીકતમાં, તે કેટલાક દર્દીઓ માટે ભલામણ કરવામાં આવે છે. હાઈપોગ્લાયકેમિકની સંભાવના ધરાવતા લોકોને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ અને થોડી બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, ઘણા લોકોને દૂધ પીવું પસંદ નથી, તેથી તેના બદલે ફળોનું સૂચન કરવામાં આવે છે.

શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips