ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર ફ્રી ચ્યવનપ્રાશ લાભકારક, તાકાત વધવાની સાથે શરદી-ઉધરસ સામે મળશે રક્ષણ

sugar free chyawanprash benefits : ડાયાબિટીસના દર્દીઓએ ( diabetes patients) બજારમાં મળતા સામાન્ય ચ્યવનપ્રાસના બદલ વિશેષ પ્રકારના સુગર ફ્રી ચ્યવનપ્રાશ (chyawanprash)ખાવા જોઇએ, જે તમારા શરીરનું સુગર લેવલ કન્ટ્રોલ રાખવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બનશે.

Written by Ajay Saroya
October 10, 2022 15:01 IST
ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર ફ્રી ચ્યવનપ્રાશ લાભકારક, તાકાત વધવાની સાથે શરદી-ઉધરસ સામે મળશે રક્ષણ

ભારતની આયુર્વેદિક પરંપરા બહુ જૂની અને અસરકારક પદ્ધતિ છે. આયુર્વેદમાં ચ્યવનપ્રાશ (chyawanprash) ને શરીર માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવ્યુ છે. શિયાળા (winter season)માં લોકો વિવિધ પ્રકારના ચ્યવનપ્રાશ ખાય છે જે શરીરને સ્વસ્થ્ય અને તંદુરસ્ત બનાવે છે.

જો કે બજારમાં મળતા તમામ પ્રકારના ચ્યવનપ્રાશ ડાયાબિટીશના દર્દીઓ ખાય શકતા નથી કારણ કે તેમાં ખાંડ અને ગોળ નાંખેલા હોય છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ સુગર-ફ્રી ચ્યવનપ્રાશ (sugar free chyawanprash) ખાવા જોઇએ. બજારમાં હાલ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ પ્રકારના આવા સુગર-ફ્રી ચ્યવનપ્રાશ મળે છે.

શરીર માટે ઉત્તમ

આયુર્વેદિક ઔષધિઓ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેનું સેવન કરવામાં બહુ સાવધાની રાખવી પડે છે. બધા લોકો તેમના રોજિંદ જીવનમાં મનફાવે તે રીતે આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન કરી શકતા નથી. ચ્યવનપ્રાશમાં અનેક આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ હોય છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો, તો તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. તે તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

ઘણા ચ્યવનપ્રાશમાં ખાંડનું મિશ્રણ હોય છે જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરી શકતા નથી. આથી ડાયાબિટીસના દર્દીએ સુગર ફ્રી ચ્યવનપ્રાશનું સેવન કરવુ જોઇએ. આ ચ્યવનપ્રાસ દર્દીના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે અને તેના સેવનથી તમારા શરીરની રોગપ્રતિકાર શક્તિ જળવાઈ વધે છે..

જો ડાયાબિટીસના દર્દી તેનું નિયમિત સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે, જેથી તમને સામાન્ય શરદી અને શરદી જેવી બીમારીઓ થશે નહીં. તેમાં ઘણા પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં છે જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા શરીરમાં તાકાત અને ગરમાવો વધારવામાં પણ મદદ કરી શકે છે.

ચ્યવનપ્રાશ આમળાના ગુણોથી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલું કેસર અને ખનિજ તત્વો શરીરમાં દૈનિક કેલ્શિયમની જરૂરીયાતને પૂરી કરે છે. તેનાથી તમારા હાડકા મજબૂત થાય છે. આયુર્વેદિક જડીબુટ્ટીઓ તમારા શરીરની તાકારને વધારવાની સાથે સાથે તમને દિવસભર એક્ટિવ રાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ