Mawa Til Laddu Recipe In Gujarati : શિયાળામાં તલ ની વાનગી ખાવી શરીર માટે ફાયદાકારક રહે છે. તેમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ ઝિંક પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ફાઇબરની હાજરીને કારણે તે કબજિયાત મટાડવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તલ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તેથી, તે વૃદ્ધત્વની અસરોને ધીમી કરવામાં મદદ કરે છે.
તલ ખાવાના ફાયદા
તલમાં ઓમેગા ફેટી એસિડ પણ હોય છે. જે વાળના ગ્રોથમાં મદદગાર છે. ઘણા બધા ફાયદાઓ સાથે, તેનો સ્વાદ પણ બહુ સારો હોય છે. ઘણા લોકોને મીઠાઈઓ ગમે છે પરંતુ આહાર પ્રત્યે સભાન હોય છે. આવી સ્થિતિમાં, તમે આ શિયાળામાં ઘરે જ સુગર ફ્રી તલ લાડુ બનાવી શકો છો. તેનો સ્વાદ અદભૂત હોય છે. અહીં આપેલી રેસીપી અનુસરી બજાર કરતા પણ સ્વાદિષ્ટ માવા તલ લાડુ બનાવી શકાય છે. આ માવા તલ લાડુ 10 થી 15 દિવસ સુધી ફ્રેશ રહે છે.
માવા તલના લાડુ કેવી રીતે બનાવવા?
- સફેદ તલ – 500 ગ્રામ
- માવો – 500 ગ્રામ
- ડ્રાયફુટ્સ – 1 કપ
- ખજૂર – 250 ગ્રામ
- સુંઠ પાઉડર – 4 ચમચી
- દેશી ઘી – 2 ચમચી
માવા તલ લાડુ કેવી રીતે બનાવવા ?
તલ લાડુ બનાવવા માટે પહેલા ડ્રાયફ્રૂટના નાના નાના ટુકડા કરી બાજુમાં રાખી મૂકો. ત્યારબાદ ખજૂર માંથી બિયાં કાઢીને તેના નાના નાના ટુકડા કરી લો. પછી એક કઢાઇમાં ઘી ઓગાળો અને તેમા ડ્રાયફૂટ્સના ટુકડા શેકી લો.
હવે આ જ કઢાઇમાં તલને સારી રીતે શેકી લો. ત્યારબાદ તલને સહેજ ઠંડા થાય બાદ તેને ખાંડણીમાં ખાંડીને અધકચરા કરી લો. ગેસ ચાલુ કરી કઢાઇમાં ખાંડેલા તલ અને માવાને 5 મિનિટ સુધી પકવો. તેમા શેકા ડ્રાયફૂટ્સ, ખજૂર, એલચી પાઉડર ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્સ કરો. હવે ગેસ બંધ કરી દો.
આ પણ વાંચો | મોંઘા ડ્રાયફૂટ્સના બદલે ઘરે બનાવો બાજરી સુખડી, શિયાળાની ઠંડીમાં શરીરને આપશે ગરમી
હાથમાં ઘી લગાવી માવા તલના લાડુ બનાવો. મિશ્રણ ગરમ હોય ત્યારે તરત જ તલના લાડુ બનાવી નાંખો. નહીંત્તર મિશ્રણ ઠંડુ થયા બાદ તલના લાડુ બરાબર બનશે નહીં. આ રીતે ઘરે બનાવેલા માવા તલના લાડુ શિયાળામાં ખાવાથી શરીરને શક્તિ મળે છે. આ માવા તલના લાડુ 10 થી 15 દિવસ સુધી ફ્રેશ રહે છે.





