/indian-express-gujarati/media/media_files/2025/12/29/suji-barfi-recipe-in-gujarati-2025-12-29-12-00-54.jpg)
Easy Suji Barfi Recipe Step by Step : સોજી બરફી બનાવવાની રીત.. Photograph: (Social Media)
Homemade Suji Barfi Recipe In Gujarati : નવા વર્ષ 2026 પર પ્રિયજનોનું મો મીઠુ કરાવવા માટે બજારની મિઠાઇના બદલે માવા વગર સ્વાદિષ્ટ સોજી બરફી બનાવી શકાય છે. સોજી, ઘી અને ખાંડ માંથી ફટાફટ તૈયાર થતી સોજી બરફીમાં ડ્રાયફૂટ્સ ઉમેરીને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે. ઘરે બનાવેલી સોજી અઠવાડિયા સુધી ફ્રિજમાં ફ્રેશ રહે છે. ચાલો જાણીયે સોજી બરફી બનાવવાની રીત.
સોજી બરફી બનાવવા માટે સામગ્રી
સોજી : 200 ગ્રામ
ઘી : 200 ગ્રામ
ખાંડ : 100 - 150 ગ્રામ
એલચી પાઉડર : 1 ચમચી
ડ્રાયફૂટ્સના ટુકડા : 1 કપ
પાણી : જરૂરિયાત મુજબ
Suji Barfi Recipe : સોજી બરફી બનાવવાની રીત
સોજી બરફી બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઇમાં ઘી ઓગાળો. પછી તેમા સોજી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. સોજી શેકતી વખતે સતત હલાવતા જેથી તે દાઝી ન જાય. સોજી સહેજ ગોલ્ડન બ્રાઉન શેકવાની છે, જેથી તે સારી રીતે ફુલશે. સોજી શેકાયા બાદ તેને બીજા વાસણમાં અલગ કાઢી લો.
હવે સોજી બરફી માટે ચાસણી બનાવો. તેની માટે એક કઢાઇમાં જરૂર મુજબ 2 થી 3 કપ પાણી ગરમ કરો, તેમા 100 થી 150 ગ્રામ ખાંડ ઓગાળો. બધી ખાંડ બરાબર ઓગળી જાય પછી તેમા શેકેલી સોજી નાંખો. ગેસની આંચ મીડિયમ રાખો. આ દરમિયાન સોજીને સતત બરાબર હલાવતા રહો. સોજી બરાબર ફુલી ને ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
સોજીમાં એલચી પાઉડર અને ડ્રાયફૂટ્સના નાના ટુકડા ઉમેરો. એલજી થી બરફીનો અદભુત સ્વાદ આવશે. ડ્રાયફ્રૂટ્સમાં કાજુ, બદામ, પિસ્તાના નાના નાના ટુકડા ઉમેરો, જેથી તે બરફીમાં સારી રીતે મિક્સ થઇ જશે. થોડાક ડ્રાયફૂટ્સના ટુકડા બરફની ઉપર ભભરાવા માટે અલગ રાખી મુકો.
સોજી ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. એક થાળી કે ટ્રેમાં ઘી લગાવો. તેમા સોજીને સમતલ પાથરી દો. તેની ઉપર ડ્રાયફુટ્સના ટુકડા ભભરાવો. તેને 5 થી 7 મિનિટ સુધી ઠંડી થવા દો. હવે ચાકુ કે કટર વડે ચોરસ કે લંબચોરસ સોજી બરફીને કટ કરી દો. આ રીતે ઘરે બનાવી સોજી બરફી બહુ જ સ્વાદિષ્ય અને પૌષ્ટિક હોય છે. તેને હવાચુસ્ત ડબ્બામાં ભરી રાખો. આ સોજી બરફી અઠવાડિયા સુધી ફ્રિજમાં ફ્રેશ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us