/indian-express-gujarati/media/media_files/2026/02/22/suji-chilla-recipe-2026-02-22-09-12-37.jpg)
Suji Chilla Recipe : સોજીના ચીલા બનાવવાની રીત. Photograph: (Insta/ @thegrubjournal)
Suji Chilla Easy Breakfast Recipes In Gujarati : સવારનો નાસ્તો એ દિવસનું ખૂબ જ મહત્વપૂર્ણ ભોજન છે અને તે શરીરની ઉર્જા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ સવારે નાસ્તામાં કંઈક હેલ્ધી ટ્રાય કરવા માંગો છો, તો તમે સૂજી ચીલા બનાવી શકો છો. સૂજી ચીલા ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે. નરમ અને સ્વાદિષ્ટ સૂજી ચીલા ગ્રીન ચટણી અને નારિયેળ ચટણી સાથે ખાઇ શકાય છે.
સૂજી ચીલા સ્વાદિષ્ટ તેમજ બનાવવામાં સરળ છે. તે ઓછા સમયમાં બની જાય છે, આથી સવારના નાસ્તા માટે ઉત્તમ વિકલ્પ છે. ખાસ વાત એ છે કે તે બનાવવા માટે વધાે સામગ્રીની પણ જરૂર પડતી નથી. તમે તેમાં તમારી પસંદગીની શાકભાજી પણ ઉમેરી શકો છો.
સૂજી ચીલા બનાવવા માટે સામગ્રી
- 1/2 કપ સોજી
- 1/2 કપ દહીં
- 1/2 કપ પાણી
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 1 ઝીણી સમારેલી કેપ્સિકમ
- 1 નાનું છીણેલું ગાજર
- 2 ઝીણી સમારેલા લીલા મરચા
- 1/2 ચમચી આદુ
- સ્વાદ અનુસાર મીઠું
- 1 ચમચી હળદર
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- 1/4 ચમચી બેકિંગ સોડા
- લીલું કોથમીર
- તેલ
સૂજી ચીલા બનાવવાની રીત
સૂજી ચીલા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં સૂજી અને દહીં નાંખી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરી સહેજ જાડું ખીરું તૈયાર કરો. તેને લગભગ 10 મિનિટ સુધી ઢાંકીને રાખો, જેથી સૂજી સારી રીતે ફૂલી જાય.
હવે તેમા ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર, લીલા મરચાં, આદુ, કોથમીર, ઉમેરો. પછી મીઠું, હળદર અને લાલ મરચું પાઉડર જેવા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ બેકિંગ સોડા ઉમેરી ખીરાને સારી રીતે ફેંટી લો.
ગેસ ચાલુ કરી એક નોન સ્ટીક તવી ગરમ કરો. તવી પર સહેજ તેલ કે ઘી લગાવો. તવા પર ચમચા વડે ખીરું રેડી ગોળકાર આકારમાં ફેલાવી દો. ચીલાને મધ્યમ તાપે બંને બાજુ સહેજ બ્રાઉન થાય ત્યાં શેકવાનો છે.
સૂજી ચીલા શેકાયા બાદ તેને તવા પરથી નીચે ઉતારી લો. હવે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂજી ચીલાને ફુદીનાની ચટણી, નારિયેળ ચટણી અને ટોમેટો સોશ સાથે સર્વ કરો. સવારના નાસ્તા અને બાળકોના સ્કૂલ લંચ માટે સૂજી ચીલા ઉત્તમ વિકલ્પ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us