ઉનાળામાં ડિહાઇડ્રેશનનો ખતરો, મીઠું વાળા પાણીના સેવનથી ગરમીમાં શરીર કેવી રીતે હાઇડ્રેટેડ રહે છે? જાણો

Summer Dehydration Safety Tips : ઉનાળામાં ડિહાઇડ્રેશનનું જોખમ વધી જાય છે. બજારમાં મળતા ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. હેલ્થ એક્સપર્ટસ પાસેથી જાણો શું મીઠું વાળા પાણીના સેવનથી ગરમીમાં શરીર હાઇડ્રેટેડ રહે છે

Written by Ajay Saroya
April 01, 2024 20:54 IST
ઉનાળામાં ડિહાઇડ્રેશનનો ખતરો, મીઠું વાળા પાણીના સેવનથી ગરમીમાં શરીર કેવી રીતે હાઇડ્રેટેડ રહે છે? જાણો
ઉનાળામાં ડિહાઇડ્રેશન રોકવા પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ. (Photo - Freepik)

Summer Dehydration Safety Tips : ઉનાળો તેની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. ગરમ પવન અને કડક તડકો ત્વચા પર અસર કરે છે, સાથે જ શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા પણ ઉભી કરે છે. બળબળતા તાપમાં શરીરને હાઇડ્રેટ કરવા માટે માત્ર પાણીનું સેવન કરવું પૂરતું નથી, પરંતુ શરીર માટે ઇલેક્ટ્રોલાઇટ્સનું સેવન કરવું પણ જરૂરી છે. ઇલેક્ટ્રોલાઇટ્સ એવા ખનિજો છે જે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીને જાળવવામાં મદદ કરે છે. જો કે બજારમાં ઘણા પ્રકારના ડ્રિંક્સ ઉપલબ્ધ છે જે શરીરને હાઇડ્રેટેડ રાખી શકે છે.

દિલ્હીની સીકે બિરલા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના ડિરેક્ટર ડો.રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઉનાળામાં પરસેવો વધુ પડતો હોય છે, જેના કારણે ડિહાઇડ્રેશન થાય છે. આવી સ્થિતિમાં ડિહાઇડ્રેશનને રોકવા માટે 2 થી 2.5 લિટર પાણીનું સેવન કરવું પૂરતું નથી. હેલ્થ એક્સપર્ટ્સના મતે ગરમ તડકામાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે, પાણી ઉપરાંત કેટલાક ખાસ ડ્રિંકનું સેવન કરવાની જરૂર છે.

ઉનાળામાં મોટાભાગના લોકો શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે લીંબુ શરબતનું સેવન કરે છે, કેટલાક લોકો ઓઆરએસ અને કેટલાક લોકો ગ્લુકોઝ ડી જેવા ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક્સનું સેવન કરે છે. તમે જાણો છો કે તમે રસોડામાં હાજર મીઠા અને પાણીનું સેવન કરીને પણ શરીરને હાઇડ્રેટેડ રાખી શકો છો. આવો હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ કે પાણીમાં મીઠાનું સેવન શરીરને કેવી રીતે હાઇડ્રેટેડ રાખે છે.

પાણીમાં મીઠું નાંખીને સેવન કરવાથી શરીર હાઇડ્રેટેડ કેવી રીતે રહે છે?

ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પીવાના પાણીમાં મીઠું નાંખીને સેવન કરવાથી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ મળે છે. મીઠું, ખાસ કરીને સોડિયમ ક્લોરાઇડ, શરીરમાં પાણીના સંતુલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉનાળામાં પરસેવો વધુ થાય છે, જેના કારણે શરીરમાંથી પાણીનો સ્ત્રાવ વધુ થાય છે. પરસેવો થવાથી શરીરમાં પાણીની અછત ઉભી થાય છે, પરંતુ સોડિયમ જેવા આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ઘટાડે છે.

આ પણ વાંચો | ઉનાળામાં આ કારણોથી તમારે સત્તુનું સેવન કરવું જોઈએ

પાણી સાથે મીઠાનું સેવન કરવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની ભરપાઇ થાય છે અને શરીર હાઇડ્રેટેડ રહે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે મીઠા વાળા પાણીનું સેવન કરવાથી ડિહાઇડ્રેશન અટકે છે. મર્યાદિત માત્રામાં પાણી સાથે મીઠાનું સેવન શરીરને હાઇડ્રેટેડ રાખી શકે છે. નિષ્ણાંતોના મતે એક ગ્લાસ પાણીમાં ચપટી મીઠાનું સેવન કરવાથી તમારા શરીરમાં પાણીની કમી પૂરી થઈ શકે છે. પાણીમાં એક ચપટી મીઠું શરીરમાં ઇલોકટ્રોલાઇટને જાળવી રાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ