Summer Health Tips : ડુંગળી ઉનાળાનું સુપરફુડ, ગરમી અને લૂથી બચવાશે, જાણો ફાયદા અને કેવી રીતે સેવન કરવું

Superfoods For Summer Season : ઉનાળામાં ગરમીથી પરસેવો વધારે થાય છે અને પરિણામે અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. જો કે ડાયટમાં અમુક શાકભાજીનું સેવન કરીને ગરમીથી બચી શકો છો. તેમજ આ શાકભાજી બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

Written by Ajay Saroya
Updated : April 23, 2024 13:38 IST
Summer Health Tips : ડુંગળી ઉનાળાનું સુપરફુડ, ગરમી અને લૂથી બચવાશે, જાણો ફાયદા અને કેવી રીતે સેવન કરવું
ઉનાળામાં ડાયટમાં અમુક ફુડનો સમાવેશ કરી ગરમી અને લૂથી બચી શકાય છે. (Photo - Freepik)

Superfoods For Summer Season : ઉનાળામાં ગરમી વધી રહી છે. ગરમી વખતા પરસેવો વધારે થાય છે અને શરીરમાં ડિહાઇડ્રેશન પણ વધારે હોય છે. ગરમ હવામાનનો અર્થ એ છે કે જ્યારે આપણા શરીરને તેના મુખ્ય તાપમાનને સામાન્ય સ્તરે જાળવવા માટે વધુ મહેનત કરવી પડે છે. જો આ સિઝનમાં હેલ્થનું ધ્યાન રાખવામાં ન આવે તો ઉનાળામાં હીટ સ્ટ્રોક, ખેંચ આવવી, થાક, માથાનો દુખાવો, ડિહાઇડ્રેશન અને ઉલ્ટી ઝાડા થઈ શકે છે.

ઉનાળાની સિઝનમાં શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટવા લાગે છે, જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. ઉનાળામાં શરીરને ગરમીથી બચાવવા માટે અને સ્વસ્થ રાખવા માટે અમુક શાકભાજીનું સેવન ફાયદાકારક રહે છે. ડુંગળી એક એવું શાક છે જે ઉનાળામાં શરીરને ગરમી અને લૂ લાગવાથી બચાવે છે.

નવી દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ડાયેટિશિયન કનિકા નારંગે જણાવ્યું હતું કે, જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ થાક અને ડિહાઇડ્રેશનની સમસ્યા વધે છે. ગરમીથી રાહત મેળવવા માટે આપણે દિવસભરના ભોજનમાં સલાડના રૂપમાં ડુંગળીનું સેવન કરવું જોઈએ. લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવાથી હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે, તેથી ડુંગળીનું સેવન અમૃતનું કામ કરે છે.

ડુંગળીનું સેવન કરવાના ફાયદા – Onion Health Benefits

હાર્ટને લગતી સમસ્યાવાળા લોકો ગરમીમાં ડુંગળીનું સેવન રોજ કરે તો માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરી શકે છે. ડુંગળીનું સેવન કરવાથી થાક દૂર થાય છે અને શરીરને એનર્જી મળે છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે ડુંગળીના સેવનથી ઉનાળામાં ગરમીથી કેવી રીતે બચી શકાય છે છે અને તેનું સેવન કરવાથી શરીરને શું ફાયદા થાય છે.

ડુંગળી ગરમી સામે કેવી રીતે રક્ષણ આપે છે?

હેલ્થ એક્સપર્ટ્સના મતે ડુંગળી એક એવી શાકભાજી છે જે ગરમીથી બચાવવામાં ખૂબ જ કારગર છે. તેમાં શરીરને ઠંડક આપવાના ગુણ હોય છે. ડુંગળી એ ઉનાળા માટે ખૂબ જ મહત્વપૂર્ણ શાકભાજી છે. પાણીથી ભરપૂર ડુંગળીનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. સોડિયમ અને પોટેશિયમથી ભરપૂર આ શાકભાજી શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે. ડુંગળીમાં જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ ખાસ કરીને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને પોષણ આપે છે. ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં ડુંગળીના સેવનની જાદુઈ અસર પડે છે.

ડુંગળીના પોષક તત્વ (Onion Nutrition)

ડુંગળીમાં ક્વેરસેટિન અને સલ્ફર જેવા સંયોજનો હોય છે જે પરસેવાને સ્ટીમુલેટ કરતી વખતે શરીરને ઠંડુ કરે છે. ડુંગળીનું સેવન કરવાથી એલર્જીથી બચી જાય છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ, પોલિફેનોલ્સ અને એલિલ સલ્ફાઇડ જેવા સલ્ફર સંયોજનો જેવા ફાયટોકેમિકલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સંયોજનો ડુંગળીના એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિમાઇક્રોબાયલ અને કેન્સર વિરોધી ગુણધર્મોમાં યોગદાન આપે છે. તે ગરમીને લગતા ઓક્સિડેટીવ તણાવ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.

Summer Health Tips | Summer Diet Tips | Summer Food Tips | Onion | Onion Consomme Benefits In Summer | Onion recipes | Onion
ઉનાળામાં ડુંગળીનું સેવન કરવાથી લૂથી બચી શકાય છે. (Photo – Freepik)

ડુંગળી ખાવાના ફાયદા (Health Benefits Of Onion In Summer)

ડુંગળીનું સેવન કરવાથી હૃદય, ફેફસાં અને કિડની પર વધારાનું દબાણ આવે છે. ડુંગળીમાં હાજર એલીલ સલ્ફાઇડ વાસોડિલેટર અસર ધરાવે છે, જેનો અર્થ છે કે તે રક્તવાહિનીઓને પહોળી કરી શકે છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે.

ડુંગળી પાચક ઉત્સેચકોને સક્રિય કરીને અપચો દૂર કરે છે. તે ફાઇબર અને પ્રોબાયોટિક્સનો ઉત્તમ સ્ત્રોત છે જે આંતરડાના બેક્ટેરિયાને પોષણ આપે છે, બદલામાં પાચન માટે જરૂરી શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ બનાવે છે. ઉનાળામાં ડુંગળીનું સેવન હેલ્થ માટે વરદાનરૂપ છે.

ડુંગળીમાં હાજર ક્રોમિયમ (Chromium) બ્લુર સુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ડુંગળી યુરિનનો સ્ત્રાવ વધારે છે, શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે અને ફ્લૂડ રિટેન્શનને રોકવામાં મદદ કરે છે.

ઉનાળા માં ડુંગળીના રસનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. તેનું સેવન કરવાથી ઉંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. જે લોકોને રાત્રે નિરિંતની ઊંઘ નથી આવતી, જો તેઓ ડુંગળીનું સેવન કરે છે, તો તેઓ રાત્રે શાંતિથી ઉંઘી શકે છે.

આ પણ વાંચો | ઉનાળામાં કસરત કરવાનો બેસ્ટ સમય કયો? વર્કઆઉટ વખતે આ 5 બાબતનું ધ્યાન રાખો

ઉનાળામાં ડુંગળીનું સેવન કેવી રીતે કરવું (Onion Recipes)

તમે તમારા ડાયટમાં દરરોજ સલાડ, સેન્ડવીચ અને અન્ય ભોજનમાં ડુંગળીનું સેવન કરી શકો છો.

શરીરમાં હાઇડ્રેશનનું સ્તર જાળવી રાખવા માટે તમારે કાકડી, તરબૂચ જેવા પાણીથી ભરપૂર ફુડ ખાવા જોઇએ.

તમે ડુંગળીનું સેવન શાકભાજી સાથે કે શાકભાજીમાં મિક્સ કરીને કરી શકો છો.

તમે ડુંગળી અને કાચી કેરીની ચટણી બનાવીને ડાયટમાં ડુંગળીનું સેવન કરી શકો છો.

ડુંગળી અને ટામેટાનું શાક બનાવી ડુંગળીનું સેવન કરી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ