Dragon Fruit Juice : ડ્રેગન ફ્રુટ લોકપ્રિય ફ્રૂટ છે. આ ફળ ભારતમાં કમલમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક મીઠું અને રસદાર ફળ છે જેમાં કાળા બીજ સાથે સફેદ કે રેડ ફળ હોય છે. ડ્રેગન ફ્રુટ ઘણા સ્વાસ્થ્ય ફાયદા ધરાવે છે, અદ્ભુત પોષકતત્વો સાથે લો -કેલરી ફળ, તે ઉનાળામાં તેનું સેવન ઘણું ગુણકરી અને ભૂખ મટાડવામાં મદદ કરે છે.

ડ્રેગન ફ્રુટ વિવિધ રોગો સામે અસરકારક માનવામાં આવે છે. ઘણી બીમારીમાં ડ્રેગન ફળ આપવામાં આવે છે. આ ફળમાં ઓછી કેલરી અને ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ વધુ હોય છે. આ ફળ વિવિધ પોષક તત્વોનો ભંડાર છે. તેથી માત્ર બીમાર લોકો જ નહીં પરંતુ સ્વસ્થ્ય લોકો પણ આ ફળ ખાવાનું પસંદ કરે છે. અત્યારે ઉનાળો શરૂ થયો હોવાથી તમે કૂલ ડ્રેગન ફ્રૂટ જ્યુસ બનાવીને પી શકો છો. પરંતુ, અહીં જાણો ડ્રેગન ફ્રૂટમાંથી ઠંડું જ્યુસ કેવી રીતે બનાવવું, જાણો રેસિપી,
આ પણ વાંચો: Summer Recipe : ઉનાળામાં આ હેલ્થી મેંગો સ્પ્રાઉટ્સ સલાડ ટ્રાય કરો, જાણો ખાસ રેસિપી
સામગ્રી
- ડ્રેગન ફ્રૂટ – 1 સમારેલી
- લીંબુ – અડધું
- ફુદીનો – 5, 6 પાંદડા
- બ્લેક સોલ્ટ – અડધી ચમચી 5
- ખાંડ – 1 કપ
- કાળા મરી પાવડર – અડધી ચમચી
- સોડા – 250 મિલી
- પાણી
- બરફના ટુકડા
આ પણ વાંચો: Fennel Seeds : પાચન સુધારથી લઈને બ્લડ સુગર કંટ્રોલ કરે છે, જાણો વરિયાળીના અન્ય ફાયદા
મેથડ :
સૌપ્રથમ ડ્રેગન ફ્રુટને સારી રીતે છોલી લો. ત્યાર બાદ તેના નાના-નાના ટુકડા કરી એક બાઉલમાં કાઢી લો. આ પછી, ગ્લાસની મદદથી ડ્રેગન ફ્રૂટનો ખૂબ જ બારીક પલ્પ બનાવો. તમે ઈચ્છો તો ડ્રેગન ફ્રુટને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પણ આ પલ્પ તૈયાર કરી શકો છો. આ પછી લીંબુનો રસ, ખાંડ, કાળું મીઠું અને ઉપર જણાવેલ બધી સામગ્રી મિક્સ કરો. હવે આ બધું એક જારમાં નાખો, પછી બરફના ટુકડા અને સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તો તૈયાર છે તમારો ચિલ્ડ ડ્રેગન ફ્રૂટ જ્યુસ.





