ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં પોતાને હાઇડ્રેટેડ અને કૂલ રાખવા માટે પાણી, તરબૂચ, કાકડી વગેરેનું પુષ્કળ સેવન કરવું જોઇએ. ઉપરાંત તમારા આહારમાં લીંબુ પાણી, છાશ, જ્યુસ વગેરેનો પણ સમાવેશ કરવાની સાથે સાથે જો તમે ઈચ્છો તો નારિયેળ પાણીનો પણ સામેલ કરી શકો છો.
નારિયેળ પાણી ન માત્ર તમારા શરીરને ડિહાઇડ્રેશન સામે રક્ષણ આપે છે, ઉપરાંત ઘણી બીમારીઓથી પણ બચાવે છે. જો તમે ઉનાળાની સીઝનમાં શરીરમાં જમા થયેલી ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોવ તો આ વસ્તુને નારિયેળ પાણીમાં મિક્સ કરીને સેવન કરી શકો છો. આમ કરવાથી તમારા શરીરની ચરબી આશ્ચર્યજનક રીતે ઘટાડી શકાય છે. જાણો આ સુપર વેઈટ લોસ ડ્રિંક વિશે…
વજન ઘટાડવા પીવો આ સ્પેશિયલ સમર ડ્રિંક
ઉનાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે દરરોજ સવારે એક ગ્લાસ નારિયેળ પાણીમાં અડધીથી એક ચમચી તુલસીના બીજ મિક્સ કરીને તેનું સેવન કરો.
નારિયેળ પાણી અને તુલસીના બીજ કેવી રીતે ફાયદાકારક છે?
નાળિયેર પાણીઃ-
નારિયેળ પાણીમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, મેંગેનીઝ, વિટામીન- સી, કેલ્શિયમની સાથે સાથે એક લો-કેલેરી ડ્રિંક પણ છે. ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ, બી-કોમ્પ્લેક્સ જેવા જે પોષક તત્વો પણ જોવા મળે છે. જે શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરે છે. ઉપરાંત તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર પણ કાઢે છે અને તેબ્લડ પ્રેશર, કોલેસ્રો લ અને વેઇટ લોસ કરવામાં મદદ કરે છે.
તુલસીના બીજઃ-
તુલસીના બીજ પણ આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ બીજ પ્રોટીન, હેલ્થી વસા અને કાર્બ્સ તેમજ ફાઇબરથી ભરપૂર હોય છે. ઉપરાંત તેમાં ઓમેગા – 3 ફેટી એસિડ અને પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન-સી અને ફોલેટ જેવા પોષક તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.
તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. ઉપરાંત તુલસીના બીજ કબજીયાત, એનીમિયાથી મુક્તિ મેળવવાની સાથે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. તુલસીના બીજને સુપર ફૂડ કહેવાય છે. ઘણા લોકોને તેનો સ્વાદ પસંદ આવતો નથી પરંતુ તે શરીરના સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે.
Disclaimer: આ લેખમાં જણાવેલી સલાહ અને સુચનો એ સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઇ પણ પ્રકારની સમસ્યા કે પ્રશ્ન માટે ડોક્ટરનો સંપર્ક કરવો.