Summer Kitchen Tips: ઉનાળામાં ભોજન ઝડપથી બગડી જાય છે? લાંબો સમય ખોરાક ફ્રેશ રાખશે આ સરળ 3 ટીપ્સ

How to Keep Summer Foods Fresh and Safe: ઉનાળામાં ગરમી વધી રહી છે. તેની અસર સ્વાસ્થ્યની સાથે સાથે ભોજન પર પણ થાય છે. ઉનાળાની ગરમીમાં ભોજન ઝડપથી બગડી જાય છે. આવો જાણીએ ઉનાળામાં ભોજન બગડવાથી કેવી રીતે બચી શકાય.

How to Keep Summer Foods Fresh and Safe: ઉનાળામાં ગરમી વધી રહી છે. તેની અસર સ્વાસ્થ્યની સાથે સાથે ભોજન પર પણ થાય છે. ઉનાળાની ગરમીમાં ભોજન ઝડપથી બગડી જાય છે. આવો જાણીએ ઉનાળામાં ભોજન બગડવાથી કેવી રીતે બચી શકાય.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Summer Food Safety Tips | how to store food in summer | summer kitchen tips | how to keep food fresh in summer

Summer Food Safety Tips: ઉનાળામાં ભોજનને સાચવવાની રીત. (Photo: Freepik)

Summer Food Safety Tips: ઉનાળામાં ગરમીના કારણે ખાવાનું ખૂબ ઝડપથી બગડી જાય છે. ખાદ્ય પદાર્થોને દરેક સમયે ફ્રિજમાં રાખવા શક્ય નથી. કોલેજ કે ઓફિસ જતી વખતે આપણા ટિફિનને ગરમ હવામાન માંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં શાંક કે રાંધેલો ખોરાક બગડી જાય છે. સાથે જ જો તમે ઘરમાં ફ્રીજમાં ખાવા-પીવાનું ન રાખો તો તેનાથી સ્વાદમાં ખરાબ કે ગંદી વાસ આવવા લાગે છે. લોકો ઘણીવાર આ સમસ્યાથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક સવાલ છે કે ઉનાળામાં ખોરાકને બગડતો કેવી રીતે અટકાવી શકાય? અહીં અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જેની મદદથી તમે ઉનાળામાં લાંબા સમય સુધી ભોજનને ફ્રેશ રાખી શકશો. આવો જાણીએ

Advertisment

રાતના વધેલા ભોજનમાં તાજા ભોજન ભેળવો નહીં

જો તમે નથી ઇચ્છતા કે ઉનાળાના દિવસોમાં તમારો ખોરાક ઝડપથી ન બગડે, તો તેને રાતના વધેલા ભોજનને તાજા ભોજનમાં ભેળવવાનું ક્યારેય ભૂલશો નહીં. વાસી ખોરાકને હંમેશા તાજા ખોરાકથી અલગ રાખો. આમ કરવાથી તે લાંબા સમય સુધી તરોતાજા રહેશે.

ખાવાની ચીજ ઢાંકી રાખો

ભોજનને હંમેશા યોગ્ય રીતે ઢાંકીને રાખો. કારણ કે ઉનાળામાં વાતાવરણમાં અનેક પ્રકારના બેક્ટેરિયા ખીલે છે. આવી સ્થિતિમાં, જો તે ખોરાકમાં જશે તો ભોજન ઝડપથી બગડી શકે છે.

બહાર જતા પહેલા ગરમ ખોરાક પેક ન કરો

કોલેજ અથવા ઓફિસ જતા પહેલા ક્યારેય ખોરાકને ગરમ પેક ન કરો. આમ કરવાથી તે બહુ ઝડપથી બગડી શકે છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા તો ભોજનને ઠંડુ થવા દો. તમે ઇચ્છો તો તેને થોડા સમય માટે ફ્રિજમાં પણ રાખી શકો છો. આનાથી તેનું તાપમાન ઘટશે. ત્યારબાદ જ ખાવા નું પેક કરો.

Advertisment
ઉનાળો જીવનશૈલી health tips