Summer Fruits : ઉનાળો (Summer) શરુ થઇ ગયો છે. આ ઋતુમાં અસહ્ય ગરમીને કારણે શરીર માંથી પાણી ઓછું થઇ જવું અથવા ડીહાઇડ્રેશન અને થાકનો અનુભવ થઇ શકે છે. તેથી આ સીઝન દરમિયાન બોડીને હાઇડ્રેટેડ રાખવું હિતાવહ છે. પાણીથી ભરપૂર ફળોનું સેવન કરવાથી પોષક તત્ત્વોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી શકે છે અને શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ મળે છે.
જો તમે દરરોજ જરૂર મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી, તો ફળો અને શાકભાજી તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરી શકે છે, જે તમને પોષણયુક્ત અને સ્વસ્થ રાખે છે. ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.

આ પણ વાંચો: Milk : દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીર પર કેવી અસર થાય છે?
ઉનાળાની ઋતુ ખુબજ કંટાળાજનક લાગે છે, સૂર્યના તાપથી બચાવવા ઘરમાંજ રહેવાની સલાહ અપાય છે, પરંતુ ઉનાળાનું સારું પાસું ફળ જેમ કે તરબૂચ, સ્ટ્રોબેરી, અનાનસ અને અન્ય ઘણા ફળ છે, અહીં જાણો ગરમીમાં પાણીની ઉણપને પુરી કરવા ક્યા ફ્ર્ટ્સનું સેવન કરવું જોઈએ,
ગરમીમાં કરો આ ફ્રૂટ્સનું સેવન
સ્ટ્રોબેરી : આ ફ્રૂટ્સમાં વિટામિન સી, મેંગેનીઝ, ફોલેટ, પોટેશિયમ, બી વિટામિન્સ અને ફ્લેવોનોઈડ્સના હાઈ લેવલને કારણે અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા છે. સ્ટ્રોબેરી હૃદય રોગને રોકવા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અત્યંત ફાયદાકારક છે. સ્ટ્રોબેરીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જો તમને પાચન સંબંધી સમસ્યાઓ હોય, તો તે ડાયટમાં સામેલ કરવી જરૂરી છે.
પાઈનેપલ અથવા અનાનસ : આ ફ્રૂટ સ્વાદિષ્ટ અને રસદાર ફળ ઘણા લોકોનું પ્રિય છે. પાઈનેપલમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જે કોષોના નુકસાન સામે લડવા અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે મહત્વપૂર્ણ છે. પાઈનેપલમાં મેંગેનીઝનું પ્રમાણ વધુ હોવાથી હાડકાના સ્વાસ્થ્યને ફાયદો થાય છે.તેમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ પણ વધારે હોય છે.
આ પણ વાંચો: Summer Skin Care : ઉનાળામાં સ્કિનને હેલ્થી અને ગ્લોઈંગ રાખવા આ અસરકારક આયુર્વેદિક ટિપ્સ અનુસરો
નારંગી : નારંગી મોટાભાગના લોકોનું પ્રિય ફળ છે, આ ફળ તેના ખાટા મીઠાં સ્વાદ માટે પોપ્યુલર છે. આ ઉપરાંત વર્કઆઉટ કરતા લોકો પણ તેનું ભરપૂર સેવન કરે છે કારણ કે તે શરીરને હાઈડ્રેટેડ રાખે છે અને એનર્જી પ્રદાન કરે છે, જે વર્કઆઉટ દરમિયાન જરૂરી છે. નારંગીમાં અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે, જેમાં કોલેસ્ટ્રોલ ઓછું, હૃદયની કામગીરીમાં સુધારો અને વિટામિન સીની ઉચ્ચ સામગ્રીને કારણે ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
તરબૂચ : ઉનાળમાં આવતું આ ફ્રૂટ ખુબજ પોપ્યુલર છે, તે તેના સ્વાદ અને સ્વાસ્થ્ય ગુણોથી ભરપુર છે. લગભગ 90 ટકા પાણીની સામગ્રી સાથે, આ ફળ હૃદય રોગને રોકવામાં મદદ કરે છે. તરબૂચ એમિનો એસિડ આર્જિનિનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
કેરી : કેરી કોને ન ભાવે! ઉનાળાની ઋતુમાં કેરી બજારમાં જોવા મળે છે! આ આખી ઋતુ દરમિયાન ફળનું સેવન આપણે કરીયે છીએ. કેરીનો ઉપયોગ વિવિધ મીઠાઈઓમાં બનાવામાં પણ થાય છે. તેમાં એન્ટીઑકિસડન્ટો વધારે છે અને પરિણામે, પ્રતિરક્ષા વધારી શકે છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને આંખના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. આ તમામ કારણોને લીધે કેરી ઉનાળાના શ્રેષ્ઠ ફળોમાંનું એક છે.
ઉનળામાં ગરમી વધારે પડવાને કારણે શરીરમાં પાણીની ઉણપ રહે છે, પરંતુ આ ઉપર જણાવેલ ફળનું સેવન કરી તમે બોડીને હાઈડ્રેટેડ રાખી શકો છો.





