આ વખતે ઉનાળામાં કાળઝાર ગરમી પડશે અને તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉનાળાની સિઝનમાં ગરમ પવન એટલે કે લૂ શરીરને દઝાડી દે છે. સામાન્ય રીતે લોકો ઉનાળાની ઋતુમાં તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે પરંતુ જે લોકો નોકરી કરે છે તેમણે બહાર નીકળવા સિવાય છુટકો નથી. ઉનાળામાં અતિશય પરસેવો, વારંવાર તરસ લાગવી અને થાક લાગવો એ સામાન્ય લક્ષણો છે જો કે વધારે પડતો પરસેવો થવો અને વધારે તરસ લાગવી ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. જો ગરમી સામે શરીરનું રક્ષણ ન કરવામાં આવે તો હેલ્થ પ્રોબ્લમ ઉભા થઇ શકે છે. ગરમીમાં અચાનક વધારો થવાથી ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, હીટ ક્રેમ્પ્સ, લૂ લાગવી, ફૂડ પોઈઝનિંગ અને ટાઈફોઈડ જેવી બીમારીઓ થઈ શકે છે.
ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની ઉણપને દૂર કરવી જરૂરી છે, નહીંત્તર માથાનો દુખાવો, ઉલટી, થાક, નબળાઈ અને બેહોશ થઇ જવાની સમસ્યા થઈ શકે છે. ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવું જરૂરી છે. અમુક પ્રકારના ખોરાક અને પ્રવાહી વસ્તુઓનું સેવન કરવાથી તમે સરળતાથી ગરમીને હરાવી શકો છો. ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા અને બીમારીથી બચાવવા માટેની અસરકારક હેલ્થ ટીપ્સ વિશે ચાલો જાણીયે
શરીરને હાઇડ્રેટ રાખવા ક્યા-ક્યા પ્રવાહી પદાર્થોનું સેવન કરવું જોઇએ
ઉનાળામાં શરીરમાં પાણીની ઉણય કે ડિહાઈડ્રેશનની સમસ્યા થઇ શકે છે, આવી સ્થિતિમાં તમારે વધારે પ્રમાણમાં પ્રવાસી ચીજોનું સેવન કરવો જોઈએ. ઉનાળામાં તમે ચોખ્ખું પાણી, તાજા ફળોનો રસ – ફ્રૂટ જ્યુસ, લીંબુ શરબત, છાશ-દહી, લસ્સી – મિલ્ક શેકનું સેવન કરીને શરીરને હાઇડ્રેટ રાખી શકો છો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે પાણી, નારિયેળ પાણી, મીઠા અને ખાંડ નાખેલા પ્રવાહનું પણ સેવન કરી શકો છો.

વિટામીન-સીનું પણ સેવન કરવું જોઇએ
દરેક ઋતુમાં શરીરની ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવા માટે વિટામીન-સીનું સેવન કરવું જોઇએ. શરીરમાં વિટામીન-સીની અછતને પૂરી કરવા માટે તમારે લીબું અને સંતરાનું સેવન કરવું જોઇએ. એન્ટી- એક્સિડેન્ટ ગુણોની ભરપૂર વિટામીન-સી ફ્રી રેડિકલ્સથી બચવામાં પણ મદદ કરે છે અને સ્ક્રીન પર ઉનાળાના તડકાની અસરથી પણ બચાવે છે.
ઉનાળામાં હળવું ભોજન કરવું
ઉનાળામાં બને ત્યાં સુધી તાજુ અને હળવુ ભોજન કરવું જોઇએ. ભારે ભોજન ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને તમને અસ્વસ્થતા અનુભવાય છે. વધારે પડતું ખાધા બાદ તમારા શરીરને ખોરાકને પચાવવા માટે વધારે મહેનત કરવી પડે છે. તેનાથી શરીરનું તાપમાન વધે છે અને પરસેવો થાય અને સુસ્તી અનુભવાય છે.
આ પણ વાંચોઃ World Hemophilia Day: શું છે હિમોફિલિયા બીમારીના લક્ષણો અને કોણ બની શકે તેનો ભોગ?
શાકભાજીના જ્યુસનું સેવન કરો:
ઉનાળામાં શાકભાજીના જ્યુસનું સેવન સ્કીન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. શાકભાજીમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે જે આપણી સ્કીન અને હેરની હેલ્થ માટે જરૂરી છે. તમે રોજ એલોવેરા, પાલક, આમળા અને ફુદીનાના જ્યુસનું સેવન કરી શકો છો.